Get News Alerts

Never miss breaking news updates.

Valsad News : ટુરિઝમ પ્રોજેક્ટને લઈને સ્થાનિક આદિવાસી સમાજમાં ભારે વિરોધનો વંટોળ

Valsad News : દક્ષિણ ગુજરાતના વલસાડ જિલ્લાના કપરાડા તાલુકામાં ટુરિઝમ પ્રોજેક્ટને લઈને સ્થાનિક આદિવાસી સમાજમાં ભારે વિરોધનો વંટોળ ઊભો થયો છે.
Kunjan ShuklaUpdated on: 15 Oct 2026 04:03 PM IST
Valsad News : ટુરિઝમ પ્રોજેક્ટને લઈને સ્થાનિક આદિવાસી સમાજમાં ભારે વિરોધનો વંટોળValsad News : ટુરિઝમ પ્રોજેક્ટને લઈને સ્થાનિક આદિવાસી સમાજમાં ભારે વિરોધનો વંટોળ

Valsad News

Valsad News : દક્ષિણ ગુજરાતના વલસાડ જિલ્લાના કપરાડા તાલુકામાં ટુરિઝમ પ્રોજેક્ટને લઈને સ્થાનિક આદિવાસી સમાજમાં ભારે વિરોધનો વંટોળ ઊભો થયો છે. કપરાડા તાલુકાના અંતરિયાળ વિસ્તારમાં આવેલ ડુંગરાળ પટ્ટામાં 'ટોકરપાડા ડુંગર ટુરિઝમ લીક ચોક' નામના પ્રોજેક્ટને સરકાર દ્વારા મંજૂરી આપવામાં આવ્યા બાદ સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ગઈકાલે, બુધવાર 14 ઓક્ટોબરના રોજ જ્યારે ખાનગી કંપનીના કર્મચારીઓ સરકારના આદેશ મુજબ વિસ્તારમાં સર્વેની કામગીરી માટે પહોંચ્યા, ત્યારે સ્થાનિક ગામલોકો અને આદિવાસી આગેવાનોએ તેમનો સખત વિરોધ કર્યો હતો.

મોટી સંખ્યામાં સ્થાનિક આગેવાનો અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા

કપરાડા તાલુકાના ટોકરપાડા, વાવર અને કોતરમાળ સહિતના આજુબાજુના સરહદી ગામોમાં આ ટુરિઝમ પ્રોજેક્ટ હાથ ધરવાની હિલચાલ ચાલી રહી છે. સ્થાનિક આદિવાસીઓનો આરોપ છે કે આવા પ્રોજેક્ટ્સના નામે તેમની જળ, જમીન અને જંગલ છીનવાઈ જવાની ભીતિ છે. આ વિરોધ પ્રદર્શનમાં આદિવાસી સમાજના અગ્રણી આગેવાન જયેન્દ્ર ગાંવિત સ્થાનિક સરપંચ દેવરામભાઈ ઘાટાળ આગેવાન જહીરામ ભાઈ ખાડમ તથા રામુભાઇ સહિત મોટી સંખ્યામાં સ્થાનિક આગેવાનો અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

મામલતદાર કચેરી ખાતે આવેદનપત્ર પાઠવવામાં આવશે

આદિવાસી આગેવાન જયેન્દ્ર ગાંવિતે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે કપરાડાની જમીન પર કોઈ પણ કાળે આ પ્રોજેક્ટ ચલાવી લેવામાં આવશે નહીં. આ વિરોધને આગળ ધપાવવા માટે આગામી દિવસોમાં મામલતદાર કચેરી ખાતે આવેદનપત્ર પાઠવવામાં આવશે. સાથે જ જો આ પ્રોજેક્ટ તાત્કાલિક બંધ કરવામાં નહીં આવે તો સમગ્ર કપરાડા તાલુકામાં આગળની રણનીતિ ઘડીને વિરોધ પ્રદર્શન કરવાની ચીમકી પણ આપવામાં આવી છે. હવે જોવાનું એ રહેશે કે કપરાડાના આદિવાસીઓના આ આક્રોશ બાદ પ્રશાસન અને સરકાર શું નિર્ણય લે છે.

આ પણ વાંચો : Aravalli News: મેઘરજમાં દૂધના ટેમ્પા સાથે નીલગાય અથડાઈ, હજારો લીટર દૂધ રસ્તા પર ઢોળાયું

AUTHOR
K

Kunjan Shukla

Author details are not available.