
Gandhinagar : ભરવાડ યુવા સંગઠનની યુવા રોજગાર યોજના હેઠળ ભરવાડ સમાજના યુવાનોને 221 JCB મશીન અર્પણ કરવામાં આવ્યા હતા. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે યુવાનોને JCB મશીન એનાયત કરાયા હતા.

Namo Naad Jamnagar: જામનગરમાં વરસાદી માહોલ વચ્ચે ‘નમો નાદ’ સંગીત સંધ્યામાં સંગીત અને દેશભક્તિનો અનોખો સંગમ જોવા મળ્યો હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મોત્સવ અને તેમની 25 વર્ષની રાષ્ટ્રસેવાને સમર્પિત આ...

Mann Ki Baat: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે ‘મન કી બાત’ના 137મા એપિસોડમાં દેશના યુવાનો, ઇતિહાસ, નશામુક્ત ભારત અને મહિલા સશક્તિકરણ સહિતના અનેક મહત્વપૂર્ણ મુદ્દાઓ પર વાત કરી.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની આત્મકથાના પુસ્તક વિમોચન કાર્યક્રમમાં હાજરી આપી હતી. આ પ્રસંગે PM મોદીએ રામનાથ કોવિંદના રાષ્ટ્રપતિ તરીકેના કાર્યકાળ અને તેમના સાદગીભર્યા વ્યક્તિત્વની પ્રશંસા કરી હતી. સાથે જ તેમણે આજના Gen Z અને યુવા પેઢીને સોશિયલ મીડિયા, રીલ્સ અને શોર્ટકટના યુગમાં સાવચેત રહેવાનો સંદેશ આપ્યો હતો.

આંતરરાષ્ટ્રીય યુવા દિવસ નિમિત્તે દેશભરના યુવાનોને વિવિધ નેતાઓ દ્વારા શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી. યુવાનોની ઊર્જા, પ્રતિભા, નવીનતા અને રાષ્ટ્રનિર્માણમાં તેમની ભૂમિકાને ઉજાગર કરતાં કેન્દ્રીય મંત્રીઓ તથા વિવિધ રાજ્યોના મુખ્યમંત્રીઓએ સંદેશ પાઠવ્યા હતા.

PM Modi IIT Delhi Convocation 2026: વડાપ્રધાન નરેન્દ્ર મોદી શનિવારે IIT દિલ્હીના 57મા દીક્ષાંત સમારોહમાં વિદ્યાર્થીઓ વચ્ચે પહોંચ્યા હતા. દીક્ષાંત સમારોહને સંબોધિત કરતાં PM મોદીએ યુવા પેઢીને સતત શીખતા રહેવા, પોતાની જિજ્ઞાસા જાળવી રાખવા અને પડકારોને તકમાં બદલવાની સલાહ આપી હતી. દીક્ષાંત સમારોહમાં 587 PhD સંશોધકો સહિત 3,000થી વધુ વિદ્યાર્થીઓને ડિગ્રી એનાયત કરવામાં આવી હતી. ‘જે શીખશે તે જ જીતશે’...

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ના સરસંઘચાલક મોહન ભાગવત ગુરુવારે મુંબઈમાં યોજાનારી યુવા નેતૃત્વ પરિષદમાં Gen Z અને Gen Alphaના વિદ્યાર્થીઓ સાથે સંવાદ કરશે. આ દરમિયાન નેતૃત્વ, રાષ્ટ્રનિર્માણ અને વિશ્વને એકજૂથ કરવામાં ભારતની ભૂમિકા જેવા મહત્વના મુદ્દાઓ પર ચર્ચા થશે.

Mohan Bhagwat Gen Z Interaction: રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ના સરસંઘચાલક મોહન ભાગવત 6 ઓગસ્ટે મુંબઈમાં દેશભરના Gen Z અને Gen Alpha યુવાનો સાથે સીધો સંવાદ કરશે. આ કાર્યક્રમ ઇન્ડિયાઝ ઇન્ટરનેશનલ મૂવમેન્ટ ટુ યુનાઇટેડ નેશન્સ (IIMUN)ની 15મી વર્ષગાંઠ અને વાર્ષિક ચેમ્પિયનશિપ કોન્ફરન્સના ઉદ્ઘાટન પ્રસંગે યોજાશે. આ કાર્યક્રમમાં દેશના 100થી વધુ શહેરોમાંથી 15થી 19 વર્ષની વયના 2,000થી વધુ વિદ્યાર્થીઓ ભાગ લેશે. RSSના...

દેશના બાળકો અને કિશોરોને નશાની લતથી બચાવવા તથા તેમને સ્વસ્થ અને જવાબદાર નાગરિક બનાવવા માટે શિક્ષણ મંત્રાલયના સ્કૂલ એજ્યુકેશન એન્ડ લિટરસી વિભાગ દ્વારા દેશવ્યાપી ‘નશામુક્ત વિદ્યાલય’ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. આ અભિયાનનો ઉદ્દેશ શાળાના સ્તરેથી જ વિદ્યાર્થીઓને નશાના ગંભીર દૂષ્પરિણામો અંગે જાગૃત કરવાનો છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા ‘વિકસિત વાઇબ્રન્ટ વિલેજ પ્રોગ્રામ 2026’ના સહભાગીઓ સાથે સંવાદ કર્યો હતો. આ દરમિયાન ‘માય ભારત’ના સ્વયંસેવકોએ સરહદી ગામોની મુલાકાત દરમિયાન મેળવેલા અનુભવો વડાપ્રધાન સાથે શેર કર્યા અને વિકસિત ભારતના નિર્માણમાં યુવાનોની ભૂમિકા અંગે પોતાના વિચારો રજૂ કર્યા.