જામનગરમાં વરસાદ વચ્ચે ‘નમો નાદ’ની ધમાલ, પૂનમ માડમ હજારો યુવાનો સાથે ઝૂમ્યા



Namo Naad Jamnagar
જામનગરમાં વરસાદ વચ્ચે ‘નમો નાદ’ની ધમાલ, પૂનમ માડમ હજારો યુવાનો સાથે ઝૂમ્યા



Namo Naad Jamnagar
Namo Naad Jamnagar: જામનગરમાં વરસાદી માહોલ વચ્ચે ‘નમો નાદ’ સંગીત સંધ્યામાં સંગીત અને દેશભક્તિનો અનોખો સંગમ જોવા મળ્યો હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મોત્સવ અને તેમની 25 વર્ષની રાષ્ટ્રસેવાને સમર્પિત આ કાર્યક્રમમાં હજારો લોકો અને ખાસ કરીને યુવાનો મોટી સંખ્યામાં જોડાયા હતા. કાર્યક્રમ દરમિયાન જાણીતા ગાયકો ઈશાની દવે, હાર્દિક દવે અને રાજ ગઢવીએ પોતાના સંગીતથી સમગ્ર માહોલને સંગીતમય બનાવી દીધો હતો. ગણપતિ વંદના સાથે કાર્યક્રમની શરૂઆત થઈ હતી, ત્યારબાદ દેશભક્તિના ગીતો અને લોકપ્રિય ગીતોની રજૂઆતથી ઉપસ્થિત લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો.
વરસાદ વચ્ચે પણ યથાવત રહ્યો યુવાનોનો ઉત્સાહ
‘નમો નાદ’ કાર્યક્રમ દરમિયાન વરસાદ શરૂ થયો હતો. જોકે, વરસાદ પણ સંગીતપ્રેમીઓ અને યુવાનોના ઉત્સાહને રોકી શક્યો નહોતો. મેઘરાજાની હાજરી વચ્ચે પણ લોકો કાર્યક્રમમાં જોડાયેલા રહ્યા હતા અને સંગીતના તાલે ઝૂમતા જોવા મળ્યા હતા. વરસાદ શરૂ થતાં સાંસદ પૂનમ માડમે મંચ પરથી જણાવ્યું હતું કે, “મારા આયોજનથી વરસાદ થતો હોય તો આવા 100 આયોજન કુરબાન.” તેમના આ નિવેદનને લઈને પણ કાર્યક્રમ ચર્ચામાં રહ્યો હતો.
GEN Z સાથે પૂનમ માડમની સેલ્ફી
કાર્યક્રમમાં યુવાનોની મોટી હાજરી વચ્ચે પૂનમ માડમે GEN Z યુવાનો સાથે સેલ્ફી પણ લીધી હતી. યુવાનો સાથે તેમનો આ સંવાદ અને સેલ્ફીનો માહોલ કાર્યક્રમનું એક ખાસ આકર્ષણ બન્યો હતો.
દેશભક્તિના રંગે રંગાયું જામનગર
નરેન્દ્ર મોદીના જન્મોત્સવ અને તેમની 25 વર્ષની રાષ્ટ્રસેવાને સમર્પિત ‘નમો નાદ’ કાર્યક્રમમાં દેશભક્તિનો માહોલ છવાયો હતો. ગણપતિ વંદના, દેશભક્તિના ગીતો અને સંગીતની રજૂઆતો વચ્ચે હજારો લોકો મંત્રમુગ્ધ બન્યા હતા. વરસાદ વચ્ચે પણ કાર્યક્રમમાં લોકોની હાજરી અને યુવાનોનો ઉત્સાહ યથાવત રહેતા ‘નમો નાદ’ સંગીત સંધ્યા જામનગરમાં ચર્ચાનું કેન્દ્ર બની હતી.

R Gajjar
Rupin Bakraniya is a seasoned journalist with over 11 years of experience, having contributed to leading media houses. He is currently associated with GrowthNow News, where he covers and analyzes a wide range of news, with a strong focus on complex global and economic narratives. He is recognized for his analytical depth, journalistic insight, and expertise in navigating complex issues and presenting them with clarity. [email protected]





