Get News Alerts

Never miss breaking news updates.

Gandhinagar : ભરવાડ સમાજના યુવાનોને 221 JCB મશીન અર્પણ, DyCM હર્ષ સંઘવીએ આપી રોજગારની ભેટ

Gandhinagar : ભરવાડ યુવા સંગઠનની યુવા રોજગાર યોજના હેઠળ ભરવાડ સમાજના યુવાનોને 221 JCB મશીન અર્પણ કરવામાં આવ્યા હતા. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે યુવાનોને JCB મશીન એનાયત કરાયા હતા.
Kunjan ShuklaUpdated on: 14 Oct 2026 06:00 PM IST
Gandhinagar : ભરવાડ સમાજના યુવાનોને 221 JCB મશીન અર્પણ, DyCM હર્ષ સંઘવીએ આપી રોજગારની ભેટGandhinagar : ભરવાડ સમાજના યુવાનોને 221 JCB મશીન અર્પણ, DyCM હર્ષ સંઘવીએ આપી રોજગારની ભેટ

Gandhinagar

Gandhinagar : ભરવાડ યુવા સંગઠનની યુવા રોજગાર યોજના હેઠળ ભરવાડ સમાજના યુવાનોને 221 JCB મશીન અર્પણ કરવામાં આવ્યા હતા. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે યુવાનોને JCB મશીન એનાયત કરાયા હતા. આ પ્રસંગે ભરવાડ સમાજની પ્રગતિને બિરદાવતાં હર્ષ સંઘવીએ સમાજની વિકાસયાત્રાને 'લાકડીથી લેપટોપ' સુધીની સફર ગણાવી હતી.

ભરવાડ સમાજે લાકડીથી લેપટોપ સુધીની સફર કરી: હર્ષ સંઘવી

કાર્યક્રમ દરમિયાન ભરવાડ યુવા સંગઠન દ્વારા હર્ષ સંઘવીની લેપટોપ તુલા પણ કરવામાં આવી હતી. હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, “ભરવાડ સમાજે લાકડીથી લેપટોપ સુધીની સફર કરી છે. લાકડી પણ સમાજની લાજ રાખતી હતી અને લેપટોપ દેશના વિકાસમાં સહભાગી બનશે.” તેમણે યુવાનોને રોજગાર માટે વ્યાજે પૈસા લેવા ન પડે તે માટે સરકારની વિવિધ યોજનાઓનો લાભ લેવા અપીલ કરી હતી. હર્ષ સંઘવીએ ભરવાડ સમાજની દીકરીઓને વધુમાં વધુ શિક્ષણ અપાવવા અને સમાજનાં દીકરા-દીકરીઓ રમતગમત ક્ષેત્રે આગળ વધે તે માટે પ્રયાસો કરવા પર ભાર મૂક્યો હતો.

ગૌહત્યા કરનારાઓને માત્ર પકડવામાં જ નથી આવતા સજા પણ અપાવવામાં આવે છે

તેમણે સમૂહલગ્નના આયોજનને પણ આવકારતાં જણાવ્યું કે, સમૂહલગ્નથી સંતાનોમાં પરિવારભાવના વિકસે છે. સામાજિક કાર્યોની સાથે ધાર્મિક પ્રવૃત્તિઓને પણ આગળ વધારવી જોઈએ. કાર્યક્રમમાં ગૌહત્યા સામેની કાર્યવાહી અંગે બોલતાં હર્ષ સંઘવીએ કહ્યું હતું કે, ગૌહત્યા કરનારાઓને માત્ર પકડવામાં જ નથી આવતા, પરંતુ તેમને સજા પણ અપાવવામાં આવે છે. તેમના જણાવ્યા અનુસાર, એક વર્ષમાં 13 આરોપીઓને સજા અપાવવામાં આવી છે. તેમણે કડક શબ્દોમાં જણાવ્યું હતું કે, “ગૌહત્યા કરનારાઓ કાં તો ગામ છોડી દે અને કાં તો કામ છોડી દે, હું કોઈને છોડવાનો નથી.”

ભરવાડ યુવા સંગઠનની આ પહેલથી સમાજના યુવાનોને સ્વરોજગારની તક મળે અને તેઓ આર્થિક રીતે સક્ષમ બને તેવો હેતુ વ્યક્ત કરવામાં આવ્યો હતો. રોજગાર, શિક્ષણ અને સામાજિક વિકાસને સાથે લઈને આગળ વધવાનો સંદેશ પણ આ કાર્યક્રમમાં આપવામાં આવ્યો હતો.

આ પણ વાંચો : Gujarat Governmentને GEL અને GTL દ્વારા અત્યાર સુધીનું સૌથી વધુ રૂપિયા 384.67 કરોડનું ડિવિડન્ડ ચૂકવાયું

AUTHOR
K

Kunjan Shukla

Author details are not available.