
CWG 2030: અમદાવાદ 2030 કોમનવેલ્થ ગેમ્સની તૈયારી સાથે ભારત રમતગમતનું વૈશ્વિક કેન્દ્ર બનવા તરફ આગળ વધી રહ્યું છે. જાણો સરકારની યોજનાઓ અને ખેલાડીઓ માટેની પહેલ.

અમદાવાદ: વર્ષ 2030માં અમદાવાદમાં યોજાનારી કોમનવેલ્થ ગેમ્સને ધ્યાનમાં રાખીને શહેરના ફૂડ અને હોસ્પિટાલિટી સેક્ટરમાં મોટા પાયે વિસ્તરણની તૈયારીઓ શરૂ થઈ છે. અમદાવાદ અને ગિફ્ટ સિટીમાં દેશ-વિદેશની જાણીતી રેસ્ટોરાં બ્રાન્ડ્સની એન્ટ્રી...

Shaktidoot 2.0: ગુજરાતમાં રમતગમત ક્ષેત્રે પ્રતિભાશાળી ખેલાડીઓને વધુ પ્રોત્સાહન આપવા માટે નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીએ ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે ‘શક્તિદૂત 2.0’ યોજનાનો પ્રારંભ કરાવ્યો છે. આ પ્રસંગે રાજ્યમાં રમતગમત અને વાચન સંસ્કૃતિને પ્રોત્સાહન આપવા માટે કુલ રૂ. 388 કરોડથી વધુના 37 જેટલા રમત સંકુલો અને લાઇબ્રેરી સહિતના માળખાકીય પ્રકલ્પોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.

ભારતને 2030 કોમનવેલ્થ ગેમ્સની યજમાની મળ્યા બાદ ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અમદાવાદ પહોંચ્યા હતા. આ દરમિયાન તેમણે ભારતની રમતગમત ક્ષેત્રે પ્રગતિ અને અમદાવાદમાં યોજાનારી કોમનવેલ્થ ગેમ્સને લઈને મહત્વપૂર્ણ નિવેદન આપ્યું હતું.

અમદાવાદ: અમદાવાદ આગામી વર્ષોમાં વૈશ્વિક રમતગમતના કેન્દ્ર તરીકે ઉભરી રહ્યું છે. કોમનવેલ્થ ગેમ્સ 2030 અને સંભવિત ઓલિમ્પિક 2036ની તૈયારીઓ વચ્ચે હવે અમદાવાદને વધુ એક પ્રતિષ્ઠિત આંતરરાષ્ટ્રીય રમતોત્સવની યજમાની મળવા જઈ રહી છે. વર્ષ 2029માં અમદાવાદમાં વર્લ્ડ પોલીસ એન્ડ ફાયર ગેમ્સનું આયોજન કરવામાં આવશે, જેને ધ્યાનમાં રાખીને ગુજરાત સરકારે તૈયારીઓનો પ્રારંભ કરી દીધો છે. રાજ્યના ગૃહ વિભાગે આ મેગા ઇવેન્ટના આયોજન...

ગાંધીનગર: કોમનવેલ્થ ગેમ્સ 2030ને સફળ બનાવવા માટે NCC ડિરેક્ટોરેટ ગુજરાતે મહત્વપૂર્ણ પહેલ શરૂ કરી છે. 17 જૂન 2026ના રોજ NCC ડિરેક્ટોરેટ ગુજરાતના એડિશનલ ડિરેક્ટર જનરલ (ADG) એ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે મુલાકાત કરીને કોમનવેલ્થ ગેમ્સ 2030 માટેનો વિશેષ એક્શન પ્લાન (Action Plan) રજૂ કરી હતી. આ મુલાકાત દરમિયાન NCC કેડેટ્સને ગેમ્સના પ્રારંભિક આયોજનથી લઈને અમલીકરણ સુધી સક્રિય રીતે જોડવાનો...

નર્મદા જિલ્લાના રાજપીપળાની દીકરી ફલક વસાવાએ આંતરરાષ્ટ્રીય મંચ પર ગુજરાત અને ભારતનું ગૌરવ વધાર્યું છે. હોંગકોંગ ખાતે તા. 23 અને 24 મે, 2026 દરમિયાન યોજાયેલી ટ્રેમ્પોલીન જીમ્નાસ્ટિક્સ એશિયન ચેમ્પિયનશિપમાં ફલકે જુનિયર એજ ગ્રુપની ઇન્ડિવિઝ્યુઅલ વુમન્સ કેટેગરીમાં ભાગ લઈને સમગ્ર એશિયામાં પાંચમું સ્થાન પ્રાપ્ત કર્યું છે.