‘રામાયણ: પાર્ટ 1’નું ટ્રેલર બ્રહ્મમુહૂર્તમાં પાંચ ભાષામાં રિલીઝ, પૌરાણિક ગાથાની ભવ્ય ઝલક જોવા મળી

દિગ્દર્શક નિતેશ તિવારીની બહુપ્રતિક્ષિત પૌરાણિક ફિલ્મ ‘રામાયણ: પાર્ટ 1’નું સત્તાવાર ટ્રેલર ગુરુવારે બ્રહ્મમુહૂર્તમાં પાંચ ભારતીય ભાષાઓમાં રિલીઝ કરવામાં આવ્યું. હિન્દી ઉપરાંત કન્નડ, તેલુગુ, તમિલ અને મલયાલમ ભાષામાં રિલીઝ થયેલા 4 મિનિટ 9 સેકન્ડના ટ્રેલરમાં રામાયણની ભવ્ય ગાથાની ઝલક જોવા મળી છે.
Growth Now News
Growth Now News
‘રામાયણ: પાર્ટ 1’નું ટ્રેલર બ્રહ્મમુહૂર્તમાં પાંચ ભાષામાં રિલીઝ, પૌરાણિક ગાથાની ભવ્ય ઝલક જોવા મળી‘રામાયણ: પાર્ટ 1’નું ટ્રેલર બ્રહ્મમુહૂર્તમાં પાંચ ભાષામાં રિલીઝ, પૌરાણિક ગાથાની ભવ્ય ઝલક જોવા મળી

દિગ્દર્શક નિતેશ તિવારીની બહુપ્રતિક્ષિત પૌરાણિક ફિલ્મ ‘રામાયણ: પાર્ટ 1’નું સત્તાવાર ટ્રેલર ગુરુવારે બ્રહ્મમુહૂર્તમાં પાંચ ભારતીય ભાષાઓમાં રિલીઝ કરવામાં આવ્યું. હિન્દી ઉપરાંત કન્નડ, તેલુગુ, તમિલ અને મલયાલમ ભાષામાં રિલીઝ થયેલા 4 મિનિટ 9 સેકન્ડના ટ્રેલરમાં રામાયણની ભવ્ય ગાથાની ઝલક જોવા મળી છે.

ટ્રેલરની શરૂઆત યશના રાવણના પાત્રથી થાય છે, જ્યાં તે લંકાની રાજગાદી સંભાળતો જોવા મળે છે. ત્યારબાદ અયોધ્યામાં ભગવાન રામની હાજરીથી રામાયણની કથા આગળ વધે છે. ટ્રેલરમાં માતા કૈકેયી દ્વારા ભગવાન રામના વનવાસની માંગ, રામનું માતાની આજ્ઞાનું સન્માન કરીને વનવાસે જવું, શૂર્પણખા પ્રસંગ અને અંતે સીતાહરણ જેવી મહત્વપૂર્ણ ઘટનાઓની ઝલક રજૂ કરવામાં આવી છે.

ફિલ્મની સ્ટારકાસ્ટ પણ ખાસ ચર્ચામાં છે. રણબીર કપૂર ભગવાન રામ, સાઈ પલ્લવી માતા સીતા, યશ રાવણ અને રવિ દુબે લક્ષ્મણની ભૂમિકામાં જોવા મળશે. લારા દત્તા કૈકેયી, રકુલ પ્રીત સિંહ શૂર્પણખા અને અરવિંદ ગોવિલ રાજા દશરથના પાત્રમાં નજરે પડશે.

ફિલ્મનું લેખન એવોર્ડ વિજેતા લેખક શ્રીધર રાઘવને કર્યું છે. સંગીત ઓસ્કાર વિજેતા હાન્સ ઝિમર અને એ.આર. રહેમાને તૈયાર કર્યું છે. ફિલ્મના એક્શનની જવાબદારી ટેરી નોટરી અને ગાય નોરિસે સંભાળી છે. વૈશ્વિક વિતરણ સોની પિક્ચર્સ એન્ટરટેઇનમેન્ટ કરશે.