Amitabh Bachchan: પિતા હરિવંશરાય બચ્ચનને યાદ કરીને ભાવુક થયા અમિતાભ બચ્ચન, કહ્યું- 'તેમની શીખ આજે પણ...'

Amitabh Bachchan: હરિવંશરાય બચ્ચનની 119મી જન્મજયંતી પહેલાં અમિતાભ બચ્ચને પિતાને યાદ કરીને ભાવુક પોસ્ટ લખી. તેમને કહ્યું કે પિતાના શબ્દો અને શીખ આજે પણ સાથે છે.
Nancy Shukal
Nancy Shukal
Amitabh Bachchan: પિતાને યાદ કરીને ભાવુક થયા અમિતાભ બચ્ચનAmitabh Bachchan: પિતાને યાદ કરીને ભાવુક થયા અમિતાભ બચ્ચન

Amitabh Bachchan: પિતાને યાદ કરીને ભાવુક થયા અમિતાભ બચ્ચન

Amitabh Bachchan: બોલીવુડના એક્ટર અમિતાભ બચ્ચન પોતાના પિતા અને જાણીતા કવિ હરિવંશરાય બચ્ચન સાથે ક્નેક્ટેડ હતા તે સૌ જાણે છે. અમિતાભ હંમેશાં પોતાના પિતાને સૌથી મોટા શિક્ષક અને માર્ગદર્શક માનતા આવ્યા છે. જીવનના મુશ્કેલ સમયમાં પિતાની શીખ અને સંયમથી તેમને હિંમત મળી છે. આજે પણ પિતાને યાદ કરીને બિગ બી ભાવુક થઈ જાય છે. 27 નવેમ્બરે હરિવંશરાય બચ્ચનની 119મી જન્મજયંતી છે. આ પ્રસંગ પહેલાં જ અમિતાભે પિતાને યાદ કરીને એક ભાવુક પોસ્ટ શેર કરી છે.

અમિતાભ બચ્ચને પોતાના બ્લોગમાં પિતાની યાદો વિશે લખ્યું છે. તેમને જણાવ્યું કે પિતાના શબ્દો, તેમનું વર્તન અને તેમની શીખ આજે પણ પરિવારના દરેક સભ્યની સાથે છે. પિતાની યાદો દરેક ક્ષણે તેમની આસપાસ અનુભવાય છે.

પિતાની યાદમાં અમિતાભે લખી ઈમોશનલ પોસ્ટ

પોતાના બ્લોગમાં અમિતાભે કામ અને અન્ય જવાબદારીઓ વચ્ચે સંતુલન જાળવવાની વાત પણ કરી હતી. તેમને લખ્યું કે કાલે ફરી મુલાકાત થઈ શકે છે, કારણ કે કાલે તેમના પૂજ્ય બાબુજીનો જન્મદિવસ છે.

તેમને લખ્યું છે કે “દિવસ અને તારીખથી આગળ રહેવાનો પ્રયાસ કરી રહ્યો છું, જેથી અન્ય કામો માટે પણ સમય કાઢી શકાય. અન્ય કામો પણ એટલાં જ જરૂરી છે. કામ પણ જરૂરી છે. ઘણીવાર કામને પ્રાથમિકતા આપવી પડે છે અને તેના કારણે સમય, ગણતરી અને ઈરાદા બધું પાછળ રહી જાય છે. આપણે કાલે ફરી મળી શકીએ છીએ, કારણ કે કાલે પૂજ્ય બાબુજીનો જન્મદિવસ છે.”

Amitabh Bachchan Post.webp

આગળ તેમને લખ્યું કે કહેવા માટે વધારે કંઈ નથી. પિતાની યાદો દરેક ક્ષણે પરિવારની આસપાસ રહે છે. તેમના શબ્દો, વર્તન અને શીખ આજે પણ સૌની સાથે છે. અમિતાભની આ પોસ્ટ તેમના પિતા પ્રત્યેના પ્રેમ અને આદરને વ્યક્ત કરે છે.

‘કલ્કિ 2898 AD’ની સિક્વલમાં જોવા મળશે અમિતાભ

વર્કફ્રન્ટની વાત કરીએ તો અમિતાભ બચ્ચન હાલમાં ફિલ્મમેકર નાગ અશ્વિનની ફિલ્મ ‘કલ્કિ 2898 AD’ની સિક્વલમાં વ્યસ્ત છે. આ ફિલ્મમાં તેમની સાથે કમલ હાસન અને પ્રભાસ પણ જોવા મળશે. આ સિવાય તેઓ લોકપ્રિય ક્વિઝ શો ‘કૌન બનેગા કરોડપતિ’નું હોસ્ટિંગ પણ કરી રહ્યા છે.

આ પણ વાંચો: Eetha: ‘ઈઠ્ઠા’ માટે શ્રદ્ધા કપૂરે વધાર્યું 10થી 12 કિલો વજન? કોરિયોગ્રાફર વૈભવી મર્ચન્ટે કર્યો ખુલાસો