Eetha: ‘ઈઠ્ઠા’ માટે શ્રદ્ધા કપૂરે વધાર્યું 10થી 12 કિલો વજન? કોરિયોગ્રાફર વૈભવી મર્ચન્ટે કર્યો ખુલાસો


Eetha: ‘ઈઠ્ઠા’ માટે શ્રદ્ધા કપૂરે વધાર્યું 12 કિલો વજન?
Eetha: ‘ઈઠ્ઠા’ માટે શ્રદ્ધા કપૂરે વધાર્યું 10થી 12 કિલો વજન? કોરિયોગ્રાફર વૈભવી મર્ચન્ટે કર્યો ખુલાસો


Eetha: ‘ઈઠ્ઠા’ માટે શ્રદ્ધા કપૂરે વધાર્યું 12 કિલો વજન?
Eetha: ‘સ્ત્રી 2’ની સફળતા બાદ એક્ટ્રેસ શ્રદ્ધા કપૂર હવે પોતાની આગામી ફિલ્મ ‘ઈઠ્ઠા’માં નવા અવતારમાં જોવા મળવાની છે. આ ફિલ્મ લાવણી કલાકાર વિઠાબાઈ નારાયણગાંવકરના જીવન અને સંઘર્ષ પર આધારિત હોવાનું કહેવાય છે. ફિલ્મની રિલીઝ પહેલાં જ શ્રદ્ધાના ફિઝિકલ ટ્રાન્સફોર્મેશનની ચર્ચા શરૂ થઈ છે. કોરિયોગ્રાફર વૈભવી મર્ચન્ટે એક ઈન્ટરવ્યૂમાં ખુલાસો કર્યો છે કે ફિલ્મના બીજા ભાગ અને ક્લાઈમેક્સ સોંગ માટે શ્રદ્ધાએ અંદાજે 10થી 12 કિલો વજન વધાર્યું હતું.
શ્રદ્ધાએ અંદાજે 10થી 12 કિલો વજન વધાર્યું
વૈભવી મર્ચન્ટે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે ફિલ્મના ડાયરેક્ટરે શૂટિંગનો ક્રમ અલગ રાખવાનો નિર્ણય કર્યો હતો. પહેલાં ફિલ્મના બીજા ભાગ અને ક્લાઈમેક્સ સોંગનું શૂટિંગ કરવામાં આવ્યું હતું. આ કારણે શ્રદ્ધાએ પોતાના પાત્રના એ તબક્કા માટે તૈયારી કરવી પડી હતી, જેમાં તેનું વજન લગભગ 10થી 12 કિલો વધી ગયું હતું.
વૈભવીએ જણાવ્યું કે વધેલા વજનને કારણે ઘૂંટણ પર વધુ દબાણ આવતું હતું. ઝડપથી ડાન્સ કરતી વખતે સ્ટેમિના જાળવવો પણ પડકારજનક હતો. આથી ટીમે ખૂબ જ રિહર્સલ કર્યું હતું અને દરેક કલાકનું આયોજન કરવામાં આવ્યું હતું.
ક્લાઈમેક્સ સોંગના શૂટિંગ દરમિયાન શ્રદ્ધાને થઈ હતી ઈજા
વૈભવી મર્ચન્ટના જણાવ્યા અનુસાર, ક્લાઈમેક્સ સિક્વન્સના શૂટિંગના બીજા દિવસે લંચ પહેલાં શ્રદ્ધાને ઈજા થઈ હતી. દિવસની ગરમીને કારણે ફ્લોર ગરમ થઈ ગયો હતો. તેના પર ખુલ્લા પગે ડાન્સ કરતી વખતે ઘર્ષણના કારણે ઈજા થવાનું જોખમ વધ્યું હતું.
આ ઈજા બાદ શ્રદ્ધાએ 2 મહિના સુધી બ્રેક લીધો હતો અને ફિઝિયોથેરાપી કરાવી હતી. ત્યારબાદ તે નવેસરથી તૈયારી સાથે શૂટિંગમાં પરત ફરી હતી. આ ઘટના પછી દરેક લાવણી પરફોર્મન્સ પહેલાં વોર્મ-અપ, કૂલ-ડાઉન અને ફિઝિયોથેરાપીને જરૂરી બનાવવામાં આવ્યાં હતાં.
‘ઈઠ્ઠા’માં શ્રદ્ધા કપૂરનો આ નવો અંદાજ અને લાવણી કળા સાથે જોડાયેલી વાર્તા દર્શકો માટે ખાસ બની શકે છે. ‘સ્ત્રી 2’ બાદ શ્રદ્ધાને અલગ પ્રકારના પાત્રમાં જોવાની ઉત્સુકતા પણ વધી છે. ફિલ્મની રિલીઝ 4 ડિસેમ્બરે થવાની છે. બોક્સ ઓફિસ પર તેની ટક્કર સલમાન ખાનની ફિલ્મ ‘માતૃભૂમિ’ સાથે થવાની છે.




