Eetha: 'ઈઠ્ઠા'માં શ્રદ્ધા કપૂર સાથે લાવણીનો મુકાબલો કરશે અક્ષરા સિંહ, શેર કરી ખાસ તસવીર


Eetha: 'ઈઠ્ઠા'માં શ્રદ્ધા સાથે લાવણીનો મુકાબલો કરશે અક્ષરા
Eetha: 'ઈઠ્ઠા'માં શ્રદ્ધા કપૂર સાથે લાવણીનો મુકાબલો કરશે અક્ષરા સિંહ, શેર કરી ખાસ તસવીર


Eetha: 'ઈઠ્ઠા'માં શ્રદ્ધા સાથે લાવણીનો મુકાબલો કરશે અક્ષરા
Eetha: ભોજપુરી એક્ટ્રેસ અક્ષરા સિંહ ટૂંક સમયમાં બોલીવુડમાં ડેબ્યૂ કરવા જઈ રહી છે. તે એક્ટ્રેસ શ્રદ્ધા કપૂર સાથે ફિલ્મ 'ઈઠ્ઠા'માં જોવા મળશે. અક્ષરાએ તાજેતરમાં શ્રદ્ધા સાથેની કેટલીક તસવીરો શેર કરીને આ ફિલ્મમાં પોતાની હાજરીની જાહેરાત કરી હતી. આ સમાચારથી તેના ફેન્સમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. હવે એક્ટ્રેસે શ્રદ્ધા સાથેની વધુ એક ખાસ તસવીર શેર કરી છે અને ફિલ્મ સાથે જોડાયેલો રસપ્રદ કિસ્સો પણ જણાવ્યો છે.
અક્ષરા સિંહે શ્રદ્ધા કપૂર સાથે લાવણીની પ્રેક્ટિસ કરતી એક તસવીર પોસ્ટ કરી છે. આ તસવીરમાં બંને એક્ટ્રેસ લાવણીના પરંપરાગત અંદાજમાં જોવા મળે છે. શ્રદ્ધા અક્ષરા તરફ જોઈ રહી છે, જ્યારે અક્ષરા પણ સુંદર અંદાજમાં પોઝ આપતી નજરે પડે છે. આ તસવીર સાથે અક્ષરાએ ફિલ્મમાં શ્રદ્ધા સાથે લાવણીના મુકાબલા માટે કરેલી મહેનતની વાત કરી છે. આ સાથે જ તેને શ્રદ્ધાનાં પણ વખાણ કર્યાં છે.
અક્ષરા સિંહે શ્રદ્ધા સાથેની તસવીર શેર કરી
અક્ષરાએ પોતાના ઈન્સ્ટાગ્રામ પર તસવીર શેર કરતાં લખ્યું છે કે “શ્રદ્ધા જીની એ સ્માઈલ, મારી એ નજર... અને વચ્ચે અમારી લાવણીનો મુકાબલો. આ ફ્રેમ જોઈને મને ફરીથી એ દિવસ યાદ આવી ગયો, જ્યારે અમે ઘૂંટણ તૂટી જાય એટલી મહેનત કરી હતી. હવે આ બધું મોટા પડદા પર આપ સૌની સાથે જોવાની આતુરતાથી રાહ જોઈ રહી છું.”
View post on Instagram
અક્ષરાની આ પોસ્ટ પરથી સ્પષ્ટ થાય છે કે ફિલ્મમાં શ્રદ્ધા અને તેની વચ્ચે લાવણીનો ખાસ મુકાબલો જોવા મળી શકે છે. બંને એક્ટ્રેસે આ દૃશ્ય માટે સખત મહેનત કરી છે. હવે દર્શકોને મોટા પડદા પર તેમની જોડી અને લાવણીની રજૂઆત જોવાની ઉત્સુકતા રહેશે.
ક્યારે રિલીઝ થશે 'ઈઠ્ઠા'?
શ્રદ્ધા કપૂર અને અક્ષરા સિંહની ફિલ્મ 'ઈઠ્ઠા' 4 ડિસેમ્બરે સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે. આ મ્યુઝિકલ ડ્રામા ફિલ્મ મહારાષ્ટ્રની જાણીતી લાવણી અને તમાશા કલાકાર વિઠાબાઈ ભાઉ માંગ નારાયણગાંવકરના જીવન અને સંઘર્ષ પર આધારિત છે.
ફિલ્મમાં શ્રદ્ધા કપૂર અને અક્ષરા સિંહ સિવાય રણદીપ હુડ્ડા, નાના પાટેકર અને મોહમ્મદ ઝીશાન અય્યુબ પણ મહત્ત્વની ભૂમિકામાં જોવા મળશે. અક્ષરા માટે આ ફિલ્મ બોલીવુડમાં ડેબ્યૂ કરવાની ખાસ તક છે.
આ પણ વાંચો: Amitabh Bachchan: પિતા હરિવંશરાય બચ્ચનને યાદ કરીને ભાવુક થયા અમિતાભ બચ્ચન, કહ્યું- 'તેમની શીખ આજે પણ...'




