V

Viramgam

મેઘરાજાની ધમાકેદાર બેટિંગ, વિરમગામમાં અનેક વિસ્તારો જળબંબાકાર

મેઘરાજાની ધમાકેદાર બેટિંગ, વિરમગામમાં અનેક વિસ્તારો જળબંબાકાર

વિરમગામ શહેર અને તાલુકામાં મોડી રાત્રે પડેલા ધોધમાર વરસાદથી ફરી એકવાર અનેક વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ છે. વિરમગામ તાલુકામાં અંદાજે 4 ઇંચ વરસાદ નોંધાતા નીચાણવાળા વિસ્તારોમાં જળબંબાકાર જેવી સ્થિતિ જોવા મળી રહી છે.

Growth Now News
વિરમગામના નળકાંઠામાં વરસાદ-પૂરની તારાજી વચ્ચે ધારાસભ્ય હાર્દિક પટેલે અસરગ્રસ્ત ગામોની મુલાકાત લીધી

વિરમગામના નળકાંઠામાં વરસાદ-પૂરની તારાજી વચ્ચે ધારાસભ્ય હાર્દિક પટેલે અસરગ્રસ્ત ગામોની મુલાકાત લીધી

ભારે વરસાદ અને પૂર જેવી પરિસ્થિતિને કારણે વિરમગામ તાલુકાના નળકાંઠા વિસ્તારના અનેક ગામોમાં જનજીવન પ્રભાવિત થયું છે. વરસાદી પાણીના ભરાવાને કારણે અનેક પરિવારોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. અસરગ્રસ્ત પરિવારોના મકાન, ઘરવખરી, પશુધન અને ખેતીને પણ ભારે નુકસાન પહોંચ્યું હોવાનું સામે આવ્યું છે.

Growth Now News
ગુજરાતમાં ભારે વરસાદથી હાઈવે બંધ, ડેમમાંથી પાણી છોડવાની ચેતવણી; અનેક લોકોનું રેસ્ક્યૂ

ગુજરાતમાં ભારે વરસાદથી હાઈવે બંધ, ડેમમાંથી પાણી છોડવાની ચેતવણી; અનેક લોકોનું રેસ્ક્યૂ

ગુજરાતમાં ભારે વરસાદને પગલે અનેક જિલ્લાઓમાં સ્થિતિ ગંભીર બની છે. ભારે વરસાદ અને પાણીના પ્રવાહને કારણે મુખ્ય હાઈવે બંધ કરવામાં આવ્યા છે, જ્યારે નીચાણવાળા ગામોમાં પૂરનું જોખમ ઉભું થતાં તંત્ર દ્વારા ચેતવણી જાહેર કરવામાં આવી છે. અનેક વિસ્તારોમાં ફસાયેલા લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવા માટે બચાવ કામગીરી હાથ ધરવામાં આવી છે.

Growth Now News
વિરમગામમાં ગુજરાતનું પ્રથમ રોડ સેફ્ટી સેન્ટર ઑફ એક્સેલન્સ શરૂ, AI ટેક્નોલોજીથી અકસ્માતો ઘટાડવાનો પ્રયાસ

વિરમગામમાં ગુજરાતનું પ્રથમ રોડ સેફ્ટી સેન્ટર ઑફ એક્સેલન્સ શરૂ, AI ટેક્નોલોજીથી અકસ્માતો ઘટાડવાનો પ્રયાસ

વિરમગામ: ગુજરાતમાં માર્ગ સલામતીને વધુ મજબૂત બનાવવા માટે વિરમગામ સ્થિત SRPF ગ્રુપ કેમ્પસ ખાતે આજે રાજ્યના પ્રથમ રોડ સેફ્ટી સેન્ટર ઑફ એક્સેલન્સનું લોકાર્પણ કરવામાં આવ્યું. આ અત્યાધુનિક કેન્દ્ર હોન્ડા મોટર કંપની લિમિટેડ અને અમદાવાદ ગ્રામ્ય પોલીસના સંયુક્ત સહયોગથી કાર્યરત બન્યું છે. આ સેન્ટરનો મુખ્ય હેતુ માર્ગ અકસ્માતોની સંખ્યા ઘટાડવાનો, ટ્રાફિક વ્યવસ્થાને વધુ સ્માર્ટ બનાવવાનો અને આધુનિક ટેક્નોલોજીના ઉપયોગથી જનસુરક્ષા વધારવાનો...

Rupin Bakraniya
વિરમગામમાં માતા-પુત્ર દ્વારા પિતાની હત્યા, પોલીસ તપાસમાં ખુલાસો

વિરમગામમાં માતા-પુત્ર દ્વારા પિતાની હત્યા, પોલીસ તપાસમાં ખુલાસો

Ahmedabad Police: અમદાવાદ જિલ્લાના વિરમગામમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. જેમાં માતા અને પુત્ર દ્વારા પિતાની હત્યા કરવામાં આવી હોવાનો ખુલાસો થયો છે.

Growth Now News
વિરમગામમાં સ્ટેટ હાઇવે નં. 17 પર વિશાળ દબાણ હટાવ કામગીરી, 4000 ચોરસ મીટર સરકારી જમીન દબાણમુક્ત

વિરમગામમાં સ્ટેટ હાઇવે નં. 17 પર વિશાળ દબાણ હટાવ કામગીરી, 4000 ચોરસ મીટર સરકારી જમીન દબાણમુક્ત

વિરમગામ શહેરમાં સ્ટેટ હાઇવે નં. 17 પર રોડ વિસ્તરણ અને જાહેર હિતના પ્રોજેક્ટને ધ્યાનમાં રાખી તંત્ર દ્વારા વિશાળ દબાણ હટાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી. ગંગાસર તળાવ નજીક આવેલા વિવિધ દબાણો સામે કાયદેસરની કાર્યવાહી કરીને અંદાજે 4000 ચોરસ મીટર સરકારી જમીન દબાણમુક્ત કરવામાં આવી હતી. જિલ્લા વહીવટીતંત્ર, માર્ગ અને મકાન વિભાગ તેમજ પોલીસ વિભાગના સંકલિત પ્રયાસોથી સમગ્ર કાર્યવાહી ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે શાંતિપૂર્ણ માહોલમાં સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવી હતી.

Rahul Desai
વિરમગામમાં નશાની હાલતમાં કોન્સ્ટેબલે કાર ચાલક સાથે ઝઘડો કરી તોડફોડ

વિરમગામમાં નશાની હાલતમાં કોન્સ્ટેબલે કાર ચાલક સાથે ઝઘડો કરી તોડફોડ

વિરમગામ પાસે એક કોસન્ટેબલ નશાની હાલતમાં કાર ચાલક સામે મારમારીનો કિસ્સો સામે આવતા સ્થાનિક લોકોમાં ભારે ચર્ચાનો વિષય બન્યો છે. કોન્સ્ટેબલ નશાની હાલતમાં રોફ જમાવતો હતો. જેના કારણે કાર ચાલકને મારામારી કરીને કારના કાચ ચોડી નાખ્યા હતા. આ બનાવ બનતા આસપાસના લોકો તાત્કાલિક ઘટના સ્થળ પર પહોંચીને પોલીસને જાણ કરવામાં આવી હતી. જેના કારણે લોકોમાં આ બનાવ બનતા લોકોમાં ભારે ચર્ચાનો વિષય બન્યો છે.

Rahul Desai