વિરમગામમાં ગુજરાતનું પ્રથમ રોડ સેફ્ટી સેન્ટર ઑફ એક્સેલન્સ શરૂ, AI ટેક્નોલોજીથી અકસ્માતો ઘટાડવાનો પ્રયાસ

વિરમગામ: ગુજરાતમાં માર્ગ સલામતીને વધુ મજબૂત બનાવવા માટે વિરમગામ સ્થિત SRPF ગ્રુપ કેમ્પસ ખાતે આજે રાજ્યના પ્રથમ રોડ સેફ્ટી સેન્ટર ઑફ એક્સેલન્સનું લોકાર્પણ કરવામાં આવ્યું. આ અત્યાધુનિક કેન્દ્ર હોન્ડા મોટર કંપની લિમિટેડ અને અમદાવાદ ગ્રામ્ય પોલીસના સંયુક્ત સહયોગથી કાર્યરત બન્યું છે. આ સેન્ટરનો મુખ્ય હેતુ માર્ગ અકસ્માતોની સંખ્યા ઘટાડવાનો, ટ્રાફિક વ્યવસ્થાને વધુ સ્માર્ટ બનાવવાનો અને આધુનિક ટેક્નોલોજીના ઉપયોગથી જનસુરક્ષા વધારવાનો...
Rupin Bakraniya
Rupin Bakraniya
વિરમગામમાં ગુજરાતનું પ્રથમ રોડ સેફ્ટી સેન્ટર ઑફ એક્સેલન્સ શરૂ, AI ટેક્નોલોજીથી અકસ્માતો ઘટાડવાનો પ્રયાસવિરમગામમાં ગુજરાતનું પ્રથમ રોડ સેફ્ટી સેન્ટર ઑફ એક્સેલન્સ શરૂ, AI ટેક્નોલોજીથી અકસ્માતો ઘટાડવાનો પ્રયાસ

વિરમગામ: ગુજરાતમાં માર્ગ સલામતીને વધુ મજબૂત બનાવવા માટે વિરમગામ સ્થિત SRPF ગ્રુપ કેમ્પસ ખાતે આજે રાજ્યના પ્રથમ રોડ સેફ્ટી સેન્ટર ઑફ એક્સેલન્સનું લોકાર્પણ કરવામાં આવ્યું. આ અત્યાધુનિક કેન્દ્ર હોન્ડા મોટર કંપની લિમિટેડ અને અમદાવાદ ગ્રામ્ય પોલીસના સંયુક્ત સહયોગથી કાર્યરત બન્યું છે. આ સેન્ટરનો મુખ્ય હેતુ માર્ગ અકસ્માતોની સંખ્યા ઘટાડવાનો, ટ્રાફિક વ્યવસ્થાને વધુ સ્માર્ટ બનાવવાનો અને આધુનિક ટેક્નોલોજીના ઉપયોગથી જનસુરક્ષા વધારવાનો છે. હોન્ડા મોટર કંપનીએ પોતાના CSR (કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી) હેઠળ આ પ્રોજેક્ટને સહયોગ આપ્યો છે.

આ કેન્દ્રમાં અકસ્માત સંશોધન, બ્લેક સ્પોટનું વૈજ્ઞાનિક વિશ્લેષણ, AI આધારિત ટ્રાફિક મેનેજમેન્ટ સિસ્ટમ, સ્માર્ટ CCTV સર્વેલન્સ, ઓટોમેટિક નંબર પ્લેટ રેકગ્નિશન (ANPR), ફેસિયલ રેકગ્નિશન ટેક્નોલોજી, ગોલ્ડન અવર ઈમરજન્સી રિસ્પોન્સ સિસ્ટમ તેમજ ટ્રાફિક પોલીસ માટે અદ્યતન તાલીમ જેવી અનેક આધુનિક સુવિધાઓ ઉપલબ્ધ રહેશે.

કાર્યક્રમમાં ગુજરાતના પોલીસ મહાનિર્દેશક (DGP) રાજુ ભાર્ગવ (IPS), અમદાવાદ પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત (IPS), IGP રાઘવેન્દ્ર વત્સા (IPS), અમદાવાદ ગ્રામ્ય પોલીસ અધિક્ષક (SP) ઓમ પ્રકાશ જાટ (IPS) સહિત અનેક પોલીસ અધિકારીઓ અને મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે અમદાવાદ ગ્રામ્યના એસપી ઓમ પ્રકાશ જાટે જણાવ્યું હતું કે, ટેક્નોલોજીના અસરકારક ઉપયોગથી માર્ગ અકસ્માતો ઘટાડવા, ટ્રાફિક નિયમોના પાલનને પ્રોત્સાહન આપવા અને ઝડપી ઈમરજન્સી પ્રતિસાદ સુનિશ્ચિત કરવા માટે આ સેન્ટર મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે.