વિરમગામમાં નશાની હાલતમાં કોન્સ્ટેબલે કાર ચાલક સાથે ઝઘડો કરી તોડફોડ



વિરમગામમાં નશાની હાલતમાં કોન્સ્ટેબલે કાર ચાલક સાથે ઝઘડો કરી તોડફોડ



વિરમગામ : વિરમગામમાં નશાની હાલતમાં એક કોન્સ્ટેબલ દ્વારા જાહેર રસ્તા પર કાર ચાલક સાથે મારામારી અને તોડફોડ કરવાનો મામલો સામે આવ્યો છે.
વિરમગામના ગોળવાડી દરવાજા પાસે કોન્સ્ટેબલ દારૂના નશામાં કાર ચાલક સાથે ઝઘડો કરવા લાગ્યો હતો. આ દરમિયાન તેણે કારના કાચ તોડી નાખ્યા અને કાર માલિક સાથે મારામારી પણ કરી હતી. થોડા સમય માટે આ વિસ્તારમાં આસપાસના લોકોમાં ભેગા થઈ ગયા હતા. અને રસ્તા પર ટ્રાફિસ જોવા મળી રહ્યો હતો.
આ ઘટનામાં જ્યારે પીએસઆઈ તેને સમજાવા જાય છે. ત્યારે નશાની હાલતમાં કોન્સ્ટેબલ તે પીએસઆઈ જોડે પણ માથાકૂટ કરવા લાગે છે.
ઘટના ઉગ્ર બનતા આસપાસના લોકો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને પોલીસને જાણ કરવામાં આવી હતી. બાદમાં કોન્સ્ટેબલ અને કાર ચાલક બંનેને પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા હતા.
નશાની હાલતમાં ફરજ પરના પોલીસ કર્મચારી દ્વારા આવી હરકત થતા સ્થાનિકોમાં ચર્ચાનો વિષય બન્યો છે.




