
Gujarat Tourism: ગુજરાતમાં પ્રવાસીઓને સ્થાનિક સંસ્કૃતિ, પરંપરા, જીવનશૈલી અને આતિથ્યનો નજીકથી અનુભવ કરાવવા માટે રાજ્યના પ્રવાસન વિભાગ દ્વારા હોમસ્ટે વ્યવસ્થાને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે.

India World Bank: ભારત અને વર્લ્ડ બેંક ગ્રુપ વચ્ચેની ભાગીદારી હવે પરંપરાગત લોન અને નાણાકીય સહાયથી આગળ વધીને ઈન્ફ્રાસ્ટ્રક્ચર ફાઇનાન્સ જેવા ક્ષેત્રો પર વધુ કેન્દ્રિત થવા જઈ રહી છે.

Saputara: ડાંગના સાપુતારામાં ચાલી રહેલા મોનસૂન ફેસ્ટિવલને લઈને શનિ-રવિની રજામાં પ્રવાસીઓનો ભારે ધસારો જોવા મળ્યો હતો. મોટી સંખ્યામાં પ્રવાસીઓ સાપુતારા પહોંચતા શહેરમાં ચહલપહલ વધી હતી. પ્રવાસન વિભાગ દ્વારા પ્રવાસીઓ માટે વિવિધ આયોજન કરવામાં આવ્યું છે, પરંતુ બીજી તરફ પાર્કિંગ અને ટ્રાફિક વ્યવસ્થાના અભાવે પ્રવાસીઓને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.

Monsoon Festival: 15 ઓગસ્ટ એટલે સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી સાથે દેશભક્તિ અને ઉત્સાહનો માહોલ. ત્યારે ડાંગના સાપુતારામાં ગુજરાત ટુરિઝમ દ્વારા આયોજિત મોનસૂન ફેસ્ટિવલ અંતર્ગત ખાસ 5 કિલોમીટરની મિની મેરેથોનનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.

ગુજરાતના ડાંગ જિલ્લામાં મોન્સૂન ફેસ્ટિવલનો ભવ્ય પ્રારંભ થયો છે. ડેપ્યુટી મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ ફ્લેગ ઓફ કરીને મેઘ મલ્હાર પર્વનો શુભારંભ કરાવ્યો હતો. આ પ્રસંગે સાંસદ ધવલ પટેલ, રાજ્યમંત્રી જયરામ ગામીત અને રાજ્યના ધ્વજવાહક વિજય પટેલ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

ગુજરાતના લોકપ્રિય હિલ સ્ટેશન સાપુતારામાં આજથી ‘મેઘ મલ્હાર પર્વ-2026’નો ભવ્ય પ્રારંભ થયો છે. 8થી 29 ઓગસ્ટ સુધી યોજાનારા આ મોન્સૂન ફેસ્ટિવલમાં ચોમાસાની કુદરતી સુંદરતા સાથે આદિવાસી સંસ્કૃતિ, સાહસ અને પ્રવાસન પ્રવૃત્તિઓનો અનોખો સંગમ જોવા મળશે.

કેન્દ્ર સરકારે મંગળવારે અમૃતસરથી ‘હબ એન્ડ સ્પોક’ મોડલ હેઠળ આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ સેવા શરૂ કરી છે. આ સાથે વારાણસી બાદ અમૃતસર આ નવી વ્યવસ્થા સાથે જોડાનાર દેશનું બીજું એરપોર્ટ બની ગયું છે. આ પહેલથી આંતરરાષ્ટ્રીય મુસાફરો માટે વિદેશ પ્રવાસ વધુ સરળ અને સુવિધાજનક બનવાની અપેક્ષા છે.

માઉન્ટ આબુ: રાજસ્થાનના એકમાત્ર હિલ સ્ટેશન માઉન્ટ આબુમાં સતત વરસી રહેલા વરસાદ બાદ કુદરતે મનમોહક રૂપ ધારણ કર્યું છે. હરિયાળીથી છવાયેલા ડુંગરો, ધુમ્મસથી ઢંકાયેલા પહાડો અને પર્વતો પરથી વહેતા ઝરણાંઓના અદભૂત નજારાને માણવા મોટી સંખ્યામાં સહેલાણીઓ ઉમટી રહ્યા છે. ખાસ કરીને ગુજરાતમાંથી પણ મોટી સંખ્યામાં પ્રવાસીઓ પરિવાર અને મિત્રો સાથે માઉન્ટ આબુ પહોંચી વરસાદી વાતાવરણની મજા માણી રહ્યા છે. વરસાદ...

જૂનાગઢ જિલ્લામાં વહેલી સવારથી વરસાદી માહોલ જામતા સમગ્ર વિસ્તારમાં ઠંડક પ્રસરી ગઈ છે. સતત વાદળછાયા વાતાવરણ અને છૂટાછવાયા વરસાદને કારણે પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઊઠી છે. હવામાનમાં આવેલા આ બદલાવને કારણે લોકોમાં પણ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.

વિશ્વવિખ્યાત સોમનાથ મહાદેવ મંદિર ખાતે દેશ-વિદેશમાંથી આવતા યાત્રિકોને વધુ સુરક્ષિત, સુવિધાસભર અને નાગરિકલક્ષી પોલીસ સેવા ઉપલબ્ધ કરાવવા માટે રાજ્ય સરકાર દ્વારા મોડલ ટુરિસ્ટ પોલીસ સ્ટેશન સ્થાપવાની દિશામાં કામગીરી તેજ બની છે. આ અનુસંધાને રાજ્યના એડિશનલ ડિરેક્ટર જનરલ ઓફ પોલીસ ગગનદીપ ગંભીરે સોમનાથ મંદિર અને પ્રસ્તાવિત ટુરિસ્ટ પોલીસ સ્ટેશનના સ્થળની મુલાકાત લઈને નિરીક્ષણ તથા સમીક્ષા કરી હતી.

Lakshadweep Liquor Ban Removed: લક્ષદ્વીપમાં છેલ્લા 47 વર્ષથી અમલમાં રહેલી દારૂબંધી હવે ઇતિહાસ બની ગઈ છે. કેન્દ્ર સરકારે 'લક્ષદ્વીપ પ્રોહિબિશન રેગ્યુલેશન, 1979'ને સત્તાવાર રીતે રદ કરીને તેના સ્થાને 'લક્ષદ્વીપ આબકારી નિયમન, 2026' અમલમાં મૂક્યું છે. 5 જૂનના રોજ જાહેર કરાયેલા ગેઝેટ નોટિફિકેશન બાદ હવે લક્ષદ્વીપમાં નિયંત્રિત અને લાઇસન્સ આધારિત દારૂના વેચાણને મંજૂરી આપવામાં આવશે. કેન્દ્ર સરકારનો આ નિર્ણય લક્ષદ્વીપમાં પ્રવાસન...

આજના સમયમાં ટ્રાવેલિંગ માત્ર ફરવા-ફરાવા પૂરતું મર્યાદિત નથી રહ્યું. તે પોતાની જાતને ઓળખવાનો, નવા અનુભવો મેળવવાનો અને જીવનને નવી દૃષ્ટિથી જોવાનો એક માર્ગ બની ગયું છે. ખાસ કરીને યુવાનોમાં સોલો ટ્રાવેલિંગનો ટ્રેન્ડ ઝડપથી વધી રહ્યો છે. એકલા મુસાફરી કરવાનો અનુભવ વ્યક્તિના આત્મવિશ્વાસ અને વ્યક્તિત્વ વિકાસમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી શકે છે.