લક્ષદ્વીપમાં 47 વર્ષ જૂની દારૂબંધીનો અંત, પ્રવાસનને વેગ આપવા કેન્દ્રનો મોટો નિર્ણય



ફાઇલ ફોટો
લક્ષદ્વીપમાં 47 વર્ષ જૂની દારૂબંધીનો અંત, પ્રવાસનને વેગ આપવા કેન્દ્રનો મોટો નિર્ણય



ફાઇલ ફોટો
Lakshadweep Liquor Ban Removed: લક્ષદ્વીપમાં છેલ્લા 47 વર્ષથી અમલમાં રહેલી દારૂબંધી હવે ઇતિહાસ બની ગઈ છે. કેન્દ્ર સરકારે 'લક્ષદ્વીપ પ્રોહિબિશન રેગ્યુલેશન, 1979'ને સત્તાવાર રીતે રદ કરીને તેના સ્થાને 'લક્ષદ્વીપ આબકારી નિયમન, 2026' અમલમાં મૂક્યું છે. 5 જૂનના રોજ જાહેર કરાયેલા ગેઝેટ નોટિફિકેશન બાદ હવે લક્ષદ્વીપમાં નિયંત્રિત અને લાઇસન્સ આધારિત દારૂના વેચાણને મંજૂરી આપવામાં આવશે. કેન્દ્ર સરકારનો આ નિર્ણય લક્ષદ્વીપમાં પ્રવાસન ઉદ્યોગને નવી ગતિ આપવા અને માલદીવ્સ જેવા આંતરરાષ્ટ્રીય પ્રવાસન સ્થળો સાથે સ્પર્ધા કરી શકાય તેવા માહોલનું નિર્માણ કરવા માટે લેવામાં આવ્યો હોવાનું માનવામાં આવે છે.
હવે લાગુ થશે નવો આબકારી કાયદો
નવી વ્યવસ્થા હેઠળ 'લક્ષદ્વીપ આબકારી નિયમન, 2026' દારૂના ઉત્પાદન, આયાત-નિકાસ, પરિવહન, વેચાણ અને વપરાશ માટે કડક નિયમો અને લાઇસન્સિંગ સિસ્ટમ લાગુ કરશે. આ નિયમો હેઠળ સરકારી માલિકીની કોર્પોરેશનો અને એજન્સીઓ પણ આલ્કોહોલિક પીણાંના રિટેલ વેચાણ માટે લાઇસન્સ મેળવી શકશે. જોકે, વેચાણ અને વપરાશ પર સંપૂર્ણ નિયંત્રણ પ્રશાસનના હાથમાં રહેશે.
દારૂ પર લાગશે 400% સુધીનો ભારે ટેક્સ
લક્ષદ્વીપની સામાજિક અને ધાર્મિક સંવેદનશીલતાને ધ્યાનમાં રાખીને દારૂ પર ખૂબ ઊંચો ટેક્સ નક્કી કરવામાં આવ્યો છે.
- ઇન્ડિયન મેડ ફોરેન લિકર (IMFL) અને વિદેશી દારૂ પર 400% એક્સાઇઝ ડયુટી
- વાઇન પર 80% એક્સાઇઝ ડયુટી
નોંધનીય છે કે દિલ્હી જેવા મોટા શહેરોમાં આ પ્રકારના ઉત્પાદનો પર માત્ર 25% જેટલો વેટ લાગુ પડે છે. તેની સરખામણીએ લક્ષદ્વીપમાં ટેક્સનો દર ઘણો વધારે રાખવામાં આવ્યો છે.
21 વર્ષથી ઓછી ઉંમરના લોકોને દારૂ નહીં મળે
નવા કાયદા હેઠળ 21 વર્ષથી ઓછી ઉંમરના વ્યક્તિને દારૂ વેચવા પર સંપૂર્ણ પ્રતિબંધ રહેશે. ઉપરાંત, પ્રશાસન જરૂર જણાય ત્યારે દારૂની ખરીદીની મર્યાદા નક્કી કરી શકશે. ખાસ વાત એ છે કે લક્ષદ્વીપના એડમિનિસ્ટ્રેટર પાસે ભવિષ્યમાં જરૂરિયાત મુજબ કોઈપણ વિસ્તારમાં ફરીથી સંપૂર્ણ દારૂબંધી લાગુ કરવાની સત્તા પણ રહેશે.
પ્રવાસન ક્ષેત્રને મળશે મોટો ફાયદો
નિષ્ણાતોનું માનવું છે કે લક્ષદ્વીપમાં દારૂના નિયંત્રિત વેચાણની મંજૂરી મળવાથી આંતરરાષ્ટ્રીય અને દેશી પ્રવાસીઓ માટે આ દ્વીપસમૂહ વધુ આકર્ષક બનશે. માલદીવ્સ જેવા પ્રવાસન સ્થળો સાથે સ્પર્ધા કરવા માટે આ નિર્ણય મહત્વપૂર્ણ સાબિત થઈ શકે છે.

R Gajjar
Rupin Bakraniya is a seasoned journalist with over 11 years of experience, he has contributed to leading media houses, including the Ahmedabad Mirror and The Indian Express. He is recognized for his analytical depth and expertise in navigating complex global and economic narratives. rupin.bakraniya@growthnownews.com



