
Bharuch : વાગરા તાલુકાની વાંટા મિશ્ર શાળામાં વિદ્યાર્થીઓ પાસે સફાઈ કરાવી કચરો શાળાની બહાર રસ્તા પર ફેંકવા મોકલવામાં આવતા હોવાના આક્ષેપથી વિવાદ ઊભો થયો છે.

Banaskantha : બનાસકાંઠા જિલ્લામાં આંગણવાડી કર્મચારીઓની મુશ્કેલીઓ અને પડતર માગણીઓને લઈને અસંતોષ વધી રહ્યો છે.

Surat : શહેરના ઉધના વિસ્તારમાં પાણીની સમસ્યાને લઈને સ્થાનિક રહેવાસીઓમાં ભારે રોષ જોવા મળ્યો હતો. વિવિધ સોસાયટીમાં છેલ્લા કેટલાક સમયથી પાણી પુરવઠાની સમસ્યાથી પરેશાન 50થી વધુ રહેવાસીઓએ ઉધના ઝોન-એ કચેરીનો

Kheda : ખેડા જિલ્લામાં કાર્યરત આશા વર્કર અને આશા ફેસિલિટેટર બહેનોએ વિવિધ પડતર પ્રશ્નો અને રોજિંદી કામગીરીમાં પડતી મુશ્કેલીઓના ઉકેલની માગ સાથે જિલ્લા કલેક્ટર કચેરી ખાતે મોટી સંખ્યામાં એકત્ર થઈ

Amreli : જાફરાબાદમાં ખેતીવાડી વીજ પુરવઠાની સમસ્યાને લઈને ખેડૂતોમાં રોષ જોવા મળ્યો છે. બારમણ એસ.એસ. હેઠળ આવતા 8 ગામોના ખેડૂતો અને સરપંચોએ PGVCL સામે ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો.

Jamnagar : જામનગરમાં ગુજરાત ભાડા વિધેયક-2026ની કેટલીક જોગવાઈઓને લઈને વકીલોમાં વિરોધ જોવા મળ્યો છે. જામનગર બાર એસોસિએશન દ્વારા વિધેયકની જોગવાઈઓ સામે વિરોધ નોંધાવી કાયદામાં જરૂરી સુધારા-વધારા કરવાની માગ કરવામાં આવી.

Amreli : અમરેલી તાલુકાના સરંભડા ગામે શેત્રુંજી નદીમાંથી કથિત ગેરકાયદે રેતી ખનન અને તેના પરિવહનનો મુદ્દો ફરી ચર્ચામાં આવ્યો છે. આ મામલે ગ્રામજનોએ ખાણ અને ખનિજ વિભાગને લેખિત રજૂઆત કરી.

Rajkot: રાજકોટમાં UGCના પરિપત્રને લઈને સવર્ણ સમાજમાં વિરોધ જોવા મળ્યો છે. શ્રી રાજપૂત કરણી સેના, બ્રહ્મ સમાજ અને પાટીદાર સમાજ દ્વારા UGC પરિપત્ર રદ કરવાની માંગ સાથે રાજકોટ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે.

પંજાબના બરનાલામાં સફાઈ કર્મચારીઓ પર થયેલા પોલીસ લાઠીચાર્જના મામલે રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગ (NHRC)એ ગંભીર નોંધ લીધી છે. આ મામલે NHRCએ પંજાબના મુખ્ય સચિવ અને પોલીસ મહાનિર્દેશક (DGP)ને નોટિસ પાઠવીને સમગ્ર ઘટનાની વિગતવાર તપાસ રિપોર્ટ બે અઠવાડિયામાં રજૂ કરવા નિર્દેશ આપ્યો છે.