Get News Alerts

Never miss breaking news updates.

Kheda : પડતર પ્રશ્નોના ઉકેલની માગ સાથે જિલ્લા કલેક્ટર કચેરીએ આશા વર્કરોએ મોરચો માંડ્યો

Kheda : ખેડા જિલ્લામાં કાર્યરત આશા વર્કર અને આશા ફેસિલિટેટર બહેનોએ વિવિધ પડતર પ્રશ્નો અને રોજિંદી કામગીરીમાં પડતી મુશ્કેલીઓના ઉકેલની માગ સાથે જિલ્લા કલેક્ટર કચેરી ખાતે મોટી સંખ્યામાં એકત્ર થઈ
Kunjan ShuklaUpdated on: 08 Oct 2026 02:21 PM IST
Kheda : પડતર પ્રશ્નોના ઉકેલની માગ સાથે જિલ્લા કલેક્ટર કચેરીએ આશા વર્કરોએ મોરચો માંડ્યોKheda : પડતર પ્રશ્નોના ઉકેલની માગ સાથે જિલ્લા કલેક્ટર કચેરીએ આશા વર્કરોએ મોરચો માંડ્યો

Kheda

Kheda : ખેડા જિલ્લામાં કાર્યરત આશા વર્કર અને આશા ફેસિલિટેટર બહેનોએ વિવિધ પડતર પ્રશ્નો અને રોજિંદી કામગીરીમાં પડતી મુશ્કેલીઓના ઉકેલની માગ સાથે જિલ્લા કલેક્ટર કચેરી ખાતે મોટી સંખ્યામાં એકત્ર થઈ આવેદનપત્ર સુપરત કર્યું હતું. ગુજરાત આશા એન્ડ હેલ્થ વર્કર્સ યુનિયનના નેજા હેઠળ પહોંચેલી બહેનોએ મુખ્યમંત્રી અને આરોગ્ય વિભાગ સમક્ષ રજૂઆતો કરી તાત્કાલિક બેઠક બોલાવી પ્રશ્નોનું નિરાકરણ લાવવા માગ કરી હતી.

કામગીરીના વળતરની લાંબા સમયથી ચૂકવણી ન થઈ હોવાનો આક્ષેપ

આશા વર્કરોના જણાવ્યા મુજબ વર્ષ 2018થી કેન્દ્ર સરકાર તથા વર્ષ 2022 બાદ રાજ્ય સરકાર દ્વારા ઈન્સેન્ટિવમાં કોઈ વધારો કરવામાં આવ્યો નથી. બીજી તરફ મોંઘવારી તેમજ કામગીરીનો બોજ સતત વધી રહ્યો હોવાની રજૂઆત કરવામાં આવી હતી. ટી.બી સહિતની કામગીરીના નાણાં વર્ષોથી બાકી આવેદનપત્રમાં વર્ષ 2021થી 2026 દરમિયાન કરવામાં આવેલી ટીબી કામગીરીના નાણાં, પીએમએમવાય યોજના હેઠળ ઓનલાઈન તથા ઓફલાઈન ફોર્મ ભરવાના નાણાં તેમજ અતિ જોખમી સગર્ભા મહિલાઓ અંગેની કામગીરીના વળતરની લાંબા સમયથી ચૂકવણી ન થઈ હોવાનો આક્ષેપ કરાયો હતો. ઉપરાંત લેપ્રસી સર્વે, એચબીએનસી, એચબીવાયસી અને પીપીઆઈયુસીડી સહિતની વિવિધ કામગીરીના નાણાં પણ બાકી હોવાનું જણાવાયું હતું. મોબાઈલ વગર ઓનલાઈન કામગીરીનું દબાણ આશા વર્કરોને દર વર્ષે બે જોડી કોટન યુનિફોર્મ આપવાની જાહેરાત હોવા છતાં પૂરતા અને યોગ્ય ગુણવત્તાના યુનિફોર્મ ન મળતા હોવાની રજૂઆત કરવામાં આવી હતી.

બહેનોએ હવે ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી

બીજી તરફ મોબાઈલ ફોન કે જરૂરી ઉપકરણો ઉપલબ્ધ કરાવ્યા વિના ઓનલાઈન કામગીરી માટે દબાણ કરવામાં આવતું હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો. ઉપકરણો પૂરા પાડવામાં ન આવે ત્યાં સુધી ઓનલાઈન કામગીરીમાંથી મુક્તિ આપવા અથવા તેને વૈકલ્પિક રાખવાની માગ કરવામાં આવી છે. 50 ટકા ટોપ-અપની રકમ નહીં મળતી હોવાનો આક્ષેપ કોર્પોરેશન વિસ્તારમાં નોન-સ્લમ વિસ્તારોમાં કામગીરી કરતી આશા વર્કરોને 50 ટકા ટોપ-અપની રકમ ચૂકવવામાં ભેદભાવ થતો હોવાનો પણ યુનિયન દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો હતો. અગાઉ ઉચ્ચ કક્ષાએ રજૂઆતો કરવા છતાં પ્રશ્નોનું નિરાકરણ ન આવતા બહેનોએ હવે ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી છે. સમગ્ર રાજ્યમાં હડતાળની ચીમકી આશા વર્કરો અને ફેસિલિટેટરોના રોજિંદા વળતરની સમયસર ચૂકવણી ન થવાથી પરિવારનું ગુજરાન ચલાવવામાં મુશ્કેલી પડી રહી હોવાની રજૂઆત કરાઈ હતી.

તમામ ચૂકવણીઓમાં પારદર્શિતા લાવી દર મહિનાની 1થી 10 તારીખ દરમિયાન નિયમિત ચુકવણી થાય તેવી વ્યવસ્થા કરવાની માગ પણ કલેક્ટર સમક્ષ મૂકવામાં આવી હતી. જો પડતર પ્રશ્નોનું તાત્કાલિક નિરાકરણ નહીં આવે તો આગામી દિવસોમાં સમગ્ર રાજ્યમાં કામગીરીથી અળગા રહી હડતાળ કરવા તેમજ ગાંધીનગર ખાતે પડાવ નાખવાની ચીમકી આશા વર્કર બહેનોએ આપી છે.

આ પણ વાંચો : AI Robot સુરતમાં ગરબા રમે છે! રાજસ્થાની પાઘડી પહેરીને હ્યુમનોઇડ રોબોટે મચાવી ધૂમ

AUTHOR
K

Kunjan Shukla

Author details are not available.