Amreli : સરંભડા ગામે શેત્રુંજી નદીમાંથી ગેરકાયદે રેતી ખનન, ગ્રામજનોએ ખનીજ અધિકારી સમક્ષ રામ ધૂન બોલાવી કર્યો વિરોધ


Amreli
Amreli : સરંભડા ગામે શેત્રુંજી નદીમાંથી ગેરકાયદે રેતી ખનન, ગ્રામજનોએ ખનીજ અધિકારી સમક્ષ રામ ધૂન બોલાવી કર્યો વિરોધ


Amreli
Amreli : અમરેલી તાલુકાના સરંભડા ગામે શેત્રુંજી નદીમાંથી કથિત ગેરકાયદે રેતી ખનન અને તેના પરિવહનનો મુદ્દો ફરી ચર્ચામાં આવ્યો છે. આ મામલે સરંભડા ગામના ગ્રામજનોએ ખાણ અને ખનિજ વિભાગને લેખિત રજૂઆત કરી તપાસની માગ કરી છે. આ રજૂઆતમાં 'શેત્રુંજી બચાવો અભિયાન' સાથે જોડાયેલા કાર્યકરો પણ ગ્રામજનો સાથે જોડાયા હતા.
શેત્રુંજી નદીમાંથી રેતીનું કથિત ગેરકાયદે ખનન
ગ્રામજનોએ આક્ષેપ કર્યો છે કે શેત્રુંજી નદીમાંથી રેતીનું કથિત ગેરકાયદે ખનન કરીને તેનું પરિવહન કરવામાં આવી રહ્યું છે. આ મુદ્દે વિરોધ નોંધાવવા ગ્રામજનો ખાણ અને ખનિજ અધિકારીની કચેરીના પરિસરમાં બેસી રામધૂન બોલાવી વિરોધ કર્યો હતો.
રેતી ભરેલા એક શંકાસ્પદ ડમ્પરને રોકવામાં આવ્યું
ગ્રામજનોના જણાવ્યા અનુસાર, રેતી ભરેલા એક શંકાસ્પદ ડમ્પરને રોકવામાં આવ્યું હતું. તે સમયે ઓનલાઈન રોયલ્ટી પાસ રજૂ કરવામાં આવ્યો હોવાનો ગ્રામજનોએ દાવો કર્યો છે. જોકે, આ પાસ અન્ય સ્થળના સ્ટોક રજિસ્ટ્રેશનના નામે ઈસ્યુ કરવામાં આવ્યો હોવાની આશંકા ગ્રામજનોએ વ્યક્ત કરી છે. આવા પાસનો દુરુપયોગ થયો છે કે કેમ તે અંગે પણ તપાસ કરવાની માગ કરવામાં આવી છે.
ખનિજ વિભાગ સમક્ષ સમગ્ર મામલાની વિગતવાર તપાસ કરવાની માગ
ગ્રામજનોએ ખાણ અને ખનિજ વિભાગ સમક્ષ સમગ્ર મામલાની વિગતવાર તપાસ કરવાની માગ કરી છે. ખાસ કરીને રોયલ્ટી પાસ, ખનિજનો જથ્થો, વાહન નંબર તેમજ વાહનના ટ્રેકિંગ રેકોર્ડની ચકાસણી કરવા રજૂઆત કરવામાં આવી છે. ઉપરાંત વાસ્તવિક સ્ટોક જ્યાં રાખવામાં આવ્યો છે તે સ્થળ અને નદીમાંથી વહન કરવામાં આવેલા રેતીના જથ્થા વચ્ચે કોઈ તફાવત છે કે કેમ તેની પણ તપાસ કરવાની માગ કરાઈ છે.
સ્થાનિક નદીમાંથી ખરેખર રેતીનું ખનન થયું છે કે નહીં અને જો થયું હોય તો તે નિયમો અનુસાર થયું છે કે કેમ તે અંગે તપાસની માગણી કરવામાં આવી છે. સમગ્ર મામલે ખાણ અને ખનિજ વિભાગના અધિકારીએ નિયમોનુસાર તપાસ કરીને જરૂરી કાર્યવાહી કરવાની ખાતરી આપી છે. હવે વિભાગીય તપાસમાં સમગ્ર હકીકત શું સામે આવે છે તેના પર સૌની નજર છે.
આ પણ વાંચો : Gujarat ST : મેળા-તહેવારોમાં 15 લાખ યાત્રિકોની સુવિધા માટે GSRTC નો એક્શન પ્લાન, પ્રવાસીઓની સુવિધા સાથે પર્યાવરણની ચિંતા





