I

Iran Israel War Update

ટ્રમ્પની ઇરાનને ધમકી - આજે રાતે એક સભ્યતાનો વિનાશ થશે!

ટ્રમ્પની ઇરાનને ધમકી - આજે રાતે એક સભ્યતાનો વિનાશ થશે!

Iran America War: ઈરાને ટ્રમ્પને મજાક બનાવી દીધા છે. ઈરાને અમેરિકન રાષ્ટ્રપતિ પરથી સંપૂર્ણપણે વિશ્વાસ ગુમાવી દીધો છે. આ જ કારણ છે કે, ઈરાન યુદ્ધવિરામની સમયમર્યાદા સુધી પોતાની શરતોનું પાલન કરી રહ્યું છે. આ સમયમર્યાદા આજે રાત્રે પૂરી થઈ રહી છે અને તેના થોડા કલાકો પહેલા જ ટ્રમ્પ ઉન્માદમાં આવી ગયા છે. તેમણે ઈરાનમાં એક વિનાશની ચેતવણી આપતા કહ્યું છે કે, ‘આજે રાત્રે એક સભ્યતાનો અંત આવશે.’ તેમણે એક એવી વિનાશની ચેતવણી આપી છે, જેમાંથી કોઈ વળતર મળશે નહીં.

Growth Now News
ઇરાનના અલ્બોર્ઝ પ્રાંતમાં 18ના મોત, ઇઝરાયલ-અમેરિકાનો સંયુક્ત હુમલો

ઇરાનના અલ્બોર્ઝ પ્રાંતમાં 18ના મોત, ઇઝરાયલ-અમેરિકાનો સંયુક્ત હુમલો

Iran Israel War: મંગળવારે ઈરાન પર થયેલા હુમલામાં અમેરિકા અને ઈઝરાયલે ખોર્રમાબાદ એરપોર્ટને નિશાન બનાવ્યું હતું. આ દરમિયાન ઈરાન સાથે ચાલી રહેલા સંઘર્ષ વચ્ચે ઈઝરાયલે ઈરાનીઓને ચેતવણી આપી હતી, જેમાં તેમને ટ્રેનમાં મુસાફરી ટાળવા કહ્યું હતું. એક પર્શિયન સંદેશમાં ઈઝરાયલે જણાવ્યું હતું કે, આમ કરવાથી તેમના જીવ જોખમમાં મુકાઈ શકે છે. ઈરાનના અલ્બોર્ઝ પ્રાંત પર યુએસ-ઈઝરાયલી હુમલામાં માર્યા ગયેલા 18 લોકોમાં બે બાળકોનો પણ સમાવેશ થાય છે.

Growth Now News
ના હોર્મુઝ ખોલશે, ના 45 દિવસનો યુદ્ધવિરામ કરશે.... સીઝફાયરની શરતો સ્વીકારવાનો ઇરાનનો ઇનકાર

ના હોર્મુઝ ખોલશે, ના 45 દિવસનો યુદ્ધવિરામ કરશે.... સીઝફાયરની શરતો સ્વીકારવાનો ઇરાનનો ઇનકાર

Iran Israel War: ઈરાન અને યુનાઇટેડ સ્ટેટ્સને એક ડ્રાફ્ટ પ્રસ્તાવ મળ્યો છે. જેમાં યુદ્ધનો અંત લાવવા માટે 45 દિવસના યુદ્ધવિરામ અને હોર્મુઝ સ્ટ્રેટને ફરીથી ખોલવાની હાકલ કરવામાં આવી છે, એમ બે પશ્ચિમ એશિયાઈ અધિકારીઓએ જણાવ્યું હતું. આ પ્રસ્તાવ ઇજિપ્ત, પાકિસ્તાન અને તુર્કીના મધ્યસ્થીઓ દ્વારા તૈયાર કરવામાં આવ્યો હતો, જેઓ સંઘર્ષને રોકવા માટે કામ કરી રહ્યા છે. તેઓ માને છે કે, 45 દિવસનો સમયગાળો બંને દેશો વચ્ચે કાયમી યુદ્ધવિરામ પર કરાર પર પહોંચવા માટે વ્યાપક વાટાઘાટો માટે પૂરતો સમય પૂરો પાડશે.

Growth Now News
ચીનનો ટ્રમ્પને સીધો આદેશ - ઇરાન પર હુમલો ગેરકાયદેસર, તાત્કાલિક યુદ્ધ બંધ કરો

ચીનનો ટ્રમ્પને સીધો આદેશ - ઇરાન પર હુમલો ગેરકાયદેસર, તાત્કાલિક યુદ્ધ બંધ કરો

China on Iran Israel War: ચીને ઈરાન પર અમેરિકા અને ઇઝરાયલી હુમલાઓની આકરી ટીકા કરી છે. ભારતમાં ચીની દૂતાવાસના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, આ હુમલાઓ યુએન સુરક્ષા પરિષદની મંજૂરી વિના કરવામાં આવ્યા હતા અને આ આંતરરાષ્ટ્રીય કાયદાનું ઉલ્લંઘન છે. ચીને ખાસ કરીને પુલ, પાવર પ્લાન્ટ અને અન્ય સુવિધાઓ જેવા નાગરિક માળખા પર હુમલાઓની નિંદા કરતા કહ્યું હતું કે, આવી કાર્યવાહી માનવતાવાદી કટોકટીને વધુ ખરાબ કરી શકે છે અને પ્રદેશમાં પરિસ્થિતિને વધુ ખરાબ કરી શકે છે.

Growth Now News
વધુ એકવાર પાકિસ્તાનનો ફજેતો? ઇરાને મધ્યસ્થીની માગ ફગાવી હોવાનો દાવો

વધુ એકવાર પાકિસ્તાનનો ફજેતો? ઇરાને મધ્યસ્થીની માગ ફગાવી હોવાનો દાવો

Iran Israel War Update: પશ્ચિમ એશિયાઈ સંઘર્ષમાં મધ્યસ્થી કરવાના પાકિસ્તાનના પ્રયાસને ઈરાને સ્પષ્ટપણે નકારી કાઢ્યો છે. વોલ સ્ટ્રીટ જર્નલના અહેવાલ મુજબ, તેહરાને સ્પષ્ટ કર્યું છે કે, તે પાકિસ્તાનમાં કોઈપણ યુએસ નેતૃત્વ હેઠળના પ્રતિનિધિમંડળ સાથે મુલાકાત કરશે નહીં. ઈરાને પણ યુએસની માંગણીઓને અસ્વીકાર્ય ગણાવીને કટોકટીના ઝડપી ઉકેલની સંભાવનાઓને પાછળ ધકેલી દીધી છે.

Growth Now News
‘સીધી રીતે ડીલ કરો, નહીંતર...’ અમેરિકન યુદ્ધમંત્રીએ ઇરાનને આપી ધમકી

‘સીધી રીતે ડીલ કરો, નહીંતર...’ અમેરિકન યુદ્ધમંત્રીએ ઇરાનને આપી ધમકી

America Threat Iran: ઈરાન સાથેનું યુદ્ધ વિશ્વ માટે ચિંતાનો વિષય બની ગયું છે. હોર્મુઝ સ્ટ્રેટના નાકાબંધીથી તેલનો પુરવઠો ખોરવાઈ ગયો છે, જેના કારણે તેલના ભાવમાં વધારો થયો છે. આ દરમિયાન યુએસ સંરક્ષણ સચિવ પીટ હેગસેથે ઈરાનને કડક ચેતવણી આપી છે.

Growth Now News
US હુમલાની ચર્ચા વચ્ચે ઇરાનનો હુંકાર - દુશ્મનના ટાંગા તોડી નાંખીશું

US હુમલાની ચર્ચા વચ્ચે ઇરાનનો હુંકાર - દુશ્મનના ટાંગા તોડી નાંખીશું

Iran Threat to America: અમેરિકી રાષ્ટ્રપતિના નિવેદનો અને દાવાઓથી વિપરીત ઈરાન જમીની કાર્યવાહીનો જવાબ આપવા માટે ગંભીર તૈયારીઓ કરી રહ્યું છે. IRGCના ખાતમ અલ-અંબિયા સેન્ટ્રલ હેડક્વાર્ટર દ્વારા જાહેર કરાયેલા એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, જે પણ દુશ્મન ઈરાની ધરતી પર પગ મૂકશે તેના પગ કાપી નાખવામાં આવશે.

Growth Now News
ઇરાન વાતચીત માટે તૈયાર; અમેરિકા સામે રાખી આ શરતો

ઇરાન વાતચીત માટે તૈયાર; અમેરિકા સામે રાખી આ શરતો

Iran Conditions for talks: ઈરાન શરતી રીતે યુનાઇટેડ સ્ટેટ્સ સાથે વાતચીત કરવા સંમત થયું છે. આ વાતચીત પાકિસ્તાન દ્વારા કરાવવાનો પ્રસ્તાવ છે. ચાલુ તણાવ વચ્ચે આ પગલાંને એક મોટી રાજદ્વારી પહેલ માનવામાં આવી રહી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, ઈરાન વાતચીત માટે તૈયાર છે, પરંતુ તેણે કેટલીક મહત્વપૂર્ણ શરતો રાખી છે. આમાં સૌથી મહત્વપૂર્ણ એ છે કે, તેના પ્રદેશ પર હુમલા તાત્કાલિક બંધ કરવામાં આવે અને યુનાઇટેડ સ્ટેટ્સ અને ઇઝરાયલ ખાતરી આપે કે આગળ કોઈ હુમલા નહીં થાય.

Growth Now News
‘મોદી-ટ્રમ્પ વચ્ચે ત્રીજું કોઈ કોન્ફરન્સમાં નહોતું’ મસ્ક સાથે જોડાયેલી અટકળો વચ્ચે વિદેશ મંત્રાલયનો ખુલાસો

‘મોદી-ટ્રમ્પ વચ્ચે ત્રીજું કોઈ કોન્ફરન્સમાં નહોતું’ મસ્ક સાથે જોડાયેલી અટકળો વચ્ચે વિદેશ મંત્રાલયનો ખુલાસો

Donald Trump Called Narendra Modi: વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ 24 માર્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે ફોન પર વાતચીતના અહેવાલોનો જવાબ આપ્યો છે. પ્રવક્તાએ જણાવ્યું હતું કે, ‘અમે આ સમાચાર જોયા છે. 24 માર્ચે ટેલિફોન પર વાતચીત ફક્ત વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે જ થઈ હતી.’ તેમણે વધુમાં સ્પષ્ટતા કરી હતી કે, આ વાતચીત દરમિયાન બંને નેતાઓએ પશ્ચિમ એશિયાની પરિસ્થિતિ પર વિચારોનું આદાન-પ્રદાન કર્યું હતું. એવા અહેવાલો હતા કે, વાતચીતમાં અગ્

Growth Now News
આવતીકાલે PM મોદીની તમામ રાજ્યોના CM સાથે ઓનલાઇન મિટિંગ, તૈયારીની સમીક્ષા કરશે

આવતીકાલે PM મોદીની તમામ રાજ્યોના CM સાથે ઓનલાઇન મિટિંગ, તૈયારીની સમીક્ષા કરશે

PM Narendra Modi on War: વડાપ્રધાન નરેન્દ્ર મોદી શુક્રવારે સાંજે રાજ્ય સહિત કેન્દ્રશાસિત પ્રદેશોના મુખ્યમંત્રી સાથે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી વાતચીત કરશે. આ બેઠકમાં પશ્ચિમ એશિયાની હાલતની સમીક્ષા કરવામાં આવશે અને તેના લીધે ભારત પર થનારી અસરોનું આંકલન કરવામાં આવશે. ખાસ કરીને, ગેસ અને તેલના મુદ્દે ચર્ચા કરવામાં આવશે.

Growth Now News
ઇઝરાયલી હુમલામાં ઇરાનના નેવી કમાન્ડર તંગસીરીનું મોત, બંદર અબ્બાસ પર મોટો હુમલો

ઇઝરાયલી હુમલામાં ઇરાનના નેવી કમાન્ડર તંગસીરીનું મોત, બંદર અબ્બાસ પર મોટો હુમલો

Iran Israel War: મધ્ય પૂર્વમાં ચાલી રહેલા સંઘર્ષ વચ્ચે ઇઝરાયલે એક મોટો દાવો કર્યો છે. એક ઇઝરાયલી અધિકારીના જણાવ્યા પ્રમાણે, ઇરાનના રિવોલ્યુશનરી ગાર્ડ્સની નૌસેનાના કમાન્ડર અલીરેઝા તંગસીરીની ઇઝરાયલી હુમલામાં મોત નીપજ્યું છે. દાવો કરવામાં આવી રહ્યો છે કે, આ હુમલો ઇરાનના રણનૈતિક બંદર શહેર અબ્બાસમાં થયો હતો.

Growth Now News
‘ટ્રમ્પની નહીં, અમારી શરતો સાથે યુદ્ધ પૂરું થશે...’ ઇરાને અમેરિકા સામે રાખી 5 શરત

‘ટ્રમ્પની નહીં, અમારી શરતો સાથે યુદ્ધ પૂરું થશે...’ ઇરાને અમેરિકા સામે રાખી 5 શરત

Iran Israel War: ઇરાનનું યુદ્ધ ચાલુ છે. ત્યારે 28મી માર્ચે તેને મહિનો પૂરો થશે. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સતત નિવેદનબાજી કરી રહ્યા છે કે ઇરાન યુદ્ધ ખતમ કરવા ઇચ્છે છે. ત્યારે ફરી એકવાર ઇરાને આકરી ટીકા કરતા કહ્યુ છે કે, તે યુદ્ધ ત્યારે જ પૂરું કરશે, જ્યારે તેની શરતો પૂરી થશે.

Growth Now News
‘આપણે દલાલ દેશ ન બની શકીએ....’ યુદ્ધમાં પાકિસ્તાનની મધ્યસ્થતા પર બોલ્યા જયશંકર

‘આપણે દલાલ દેશ ન બની શકીએ....’ યુદ્ધમાં પાકિસ્તાનની મધ્યસ્થતા પર બોલ્યા જયશંકર

Iran Israel War: ઇરાનના યુદ્ધને એક મહિનો પૂરો થવા આવ્યો છે. ત્યારે સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાંથી જહાજનું આવનજાવન બંધ હોવાથી તેલ અને ગેસનું સંકટ વધ્યું છે. આ દરમિયાન સરકારે બુધવારે પશ્ચિમ એશિયામાં વધતા સંકટને ધ્યાને રાખી સર્વદળીય બેઠક બોલાવી હતી. આ બેઠકમાં વિદેશમંત્રી જયશંકરે ઇરાન યુદ્ધમાં પાકિસ્તાનની મધ્યસ્થતાને લઈને સવાલ ઊભા કર્યા છે.

Growth Now News
ઇરાને પાકિસ્તાનની યુદ્ધવિરામ યોજના નકારી, US તરફથી તહેરાનને મોકલી હતી  15 શરતો

ઇરાને પાકિસ્તાનની યુદ્ધવિરામ યોજના નકારી, US તરફથી તહેરાનને મોકલી હતી 15 શરતો

Iran Israel War Update: મધ્ય પૂર્વમાં ચાલી રહેલા તણાવ વચ્ચે રાજદ્વારી અને લશ્કરી ગતિવિધિઓ વધુ તીવ્ર બની રહી છે. રોઇટર્સના મતે, પાકિસ્તાને અમેરિકાના 15-મુદ્દાના યુદ્ધવિરામ પ્રસ્તાવને ઈરાન સુધી પહોંચાડવામાં મુખ્ય ભૂમિકા ભજવી હતી. જો કે, તેહરાને વોશિંગ્ટન સાથે વાટાઘાટો કરવાના વિચારને સ્પષ્ટપણે નકારી કાઢ્યો છે.

Growth Now News