US હુમલાની ચર્ચા વચ્ચે ઇરાનનો હુંકાર - દુશ્મનના ટાંગા તોડી નાંખીશું



ફાઇલ તસવીર
US હુમલાની ચર્ચા વચ્ચે ઇરાનનો હુંકાર - દુશ્મનના ટાંગા તોડી નાંખીશું



ફાઇલ તસવીર
Iran Threat to America: અમેરિકી રાષ્ટ્રપતિના નિવેદનો અને દાવાઓથી વિપરીત ઈરાન જમીની કાર્યવાહીનો જવાબ આપવા માટે ગંભીર તૈયારીઓ કરી રહ્યું છે. IRGCના ખાતમ અલ-અંબિયા સેન્ટ્રલ હેડક્વાર્ટર દ્વારા જાહેર કરાયેલા એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, જે પણ દુશ્મન ઈરાની ધરતી પર પગ મૂકશે તેના પગ કાપી નાખવામાં આવશે.
ખાતમ અલ-અનાબિયા સેન્ટ્રલ હેડક્વાર્ટર એ ઈરાની સશસ્ત્ર દળોનું સંયુક્ત ઓપરેશનલ હેડક્વાર્ટર છે. ઈરાનના રાજ્ય મીડિયા 'પ્રેસ ટીવી' અનુસાર, ઇસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ (IRGC) ના 'ખાતમ અલ-અંબિયા મુખ્યાલય' ના પ્રવક્તાએ મંગળવારે કહ્યું કે, દેશની સશસ્ત્ર દળો દેશ પર હુમલો કરવાનો પ્રયાસ કરનાર કોઈપણ 'આક્રમણખોર'ના પગ કાપી નાંખવામાં આવશે.
પ્રેસ ટીવીએ ખાતમ અલ-અંબિયા મુખ્યાલયના પ્રવક્તા ઇબ્રાહિમ ઝુલ્ફીકારીને ટાંકીને જણાવ્યું હતું કે, "ઈરાનની સશસ્ત્ર દળો દેશ પર હુમલો કરનારા કોઈપણ આક્રમણકારના પગ કાપી નાંખશે". પ્રવક્તા ઇબ્રાહિમ ઝુલ્ફીકારીએ જણાવ્યું હતું કે, ઈરાનના દુશ્મનો અમેરિકા અને ઇઝરાયલની આ વ્યૂહાત્મક ભૂલે તેમને અપમાનિત કર્યા છે અને તેમને વિનાશના માર્ગ પર ધકેલી દીધા છે. તેઓ વિચારે છે કે, તેઓ પ્રચાર યુદ્ધ, અદ્યતન દેખાતા લશ્કરી શસ્ત્રો અને સાધનો પ્રદર્શિત કરીને અને બાળકો, મહિલાઓ, પુરુષો અને વૈજ્ઞાનિકોની હત્યા કરીને અમને રોકી શકે છે, પરંતુ એવું થવાનું નથી.
વધુમાં, પ્રેસ ટીવીએ અહેવાલ આપ્યો છે કે, ‘યુએસના ભૂમિ આક્રમણની સ્થિતિમાં રશિયન-ચેચન સૈનિકો ઈરાનમાં તૈનાત કરવા માટે તૈયાર છે.’ આ દરમિયાન વોલ સ્ટ્રીટ જર્નલના એક અહેવાલ મુજબ, યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ઈરાનમાં યુએસ લશ્કરી કાર્યવાહી સમાપ્ત કરવાનું વિચારી રહ્યા હતા, ભલે હોર્મુઝ સ્ટ્રેટ બંધ રહે.
ટ્રમ્પે તેમના સહાયકોને સંકેત આપ્યો કે, તેઓ ચારથી છ અઠવાડિયાના સમયમર્યાદામાં ઈરાન વિરુદ્ધ લશ્કરી કાર્યવાહી પૂર્ણ કરવા માટે તૈયાર છે, ભલે હોર્મુઝ સ્ટ્રેટ કાર્યરત રીતે બંધ રહે.
અગાઉ, ઈરાનના સંસદના સ્પીકર ગાલિબાફે અમેરિકા પર જમીની હુમલો કરવાનું કાવતરું ઘડવાનો આરોપ લગાવ્યો હતો અને તેહરાનને ખાતરી આપી હતી કે, તેહરાન તેના માટે તૈયાર છે. તેમણે ખાડી દેશોને પણ ચેતવણી આપી હતી, જે તેમની ભૂમિ પરથી અમેરિકાના હવાઈ હુમલાઓને મંજૂરી આપી રહ્યા છે અને આ પ્રાદેશિક સાથીઓને સજા કરવાની પ્રતિજ્ઞા લીધી હતી. ગાલિફાબે કહ્યુ હતુ કે, ‘દુશ્મન ખુલ્લેઆમ મિત્રતાના સંદેશા મોકલે છે, જ્યારે ગુપ્ત રીતે જમીન પર હુમલો કરવાનું કાવતરું ઘડે છે. અમે તેમના આવવાની રાહ જોઈ રહ્યા છીએ; અમે તેમને બાળીને રાખ કરી દઈશું અને તેમના પ્રાદેશિક સાથીઓને કાયમ માટે સજા આપીશું’.




