Get News Alerts

Never miss breaking news updates.

ઇરાને પાકિસ્તાનની યુદ્ધવિરામ યોજના નકારી, US તરફથી તહેરાનને મોકલી હતી 15 શરતો

Iran Israel War Update: મધ્ય પૂર્વમાં ચાલી રહેલા તણાવ વચ્ચે રાજદ્વારી અને લશ્કરી ગતિવિધિઓ વધુ તીવ્ર બની રહી છે. રોઇટર્સના મતે, પાકિસ્તાને અમેરિકાના 15-મુદ્દાના યુદ્ધવિરામ પ્રસ્તાવને ઈરાન સુધી પહોંચાડવામાં મુખ્ય ભૂમિકા ભજવી હતી. જો કે, તેહરાને વોશિંગ્ટન સાથે વાટાઘાટો કરવાના વિચારને સ્પષ્ટપણે નકારી કાઢ્યો છે.
Admin
AdminUpdated on: 25 Mar 2026 04:59 PM IST
ઇરાને પાકિસ્તાનની યુદ્ધવિરામ યોજના નકારી, US તરફથી તહેરાનને મોકલી હતી  15 શરતોઇરાને પાકિસ્તાનની યુદ્ધવિરામ યોજના નકારી, US તરફથી તહેરાનને મોકલી હતી  15 શરતો

Iran Israel War Update: મધ્ય પૂર્વમાં ચાલી રહેલા તણાવ વચ્ચે રાજદ્વારી અને લશ્કરી ગતિવિધિઓ વધુ તીવ્ર બની રહી છે. રોઇટર્સના મતે, પાકિસ્તાને અમેરિકાના 15-મુદ્દાના યુદ્ધવિરામ પ્રસ્તાવને ઈરાન સુધી પહોંચાડવામાં મુખ્ય ભૂમિકા ભજવી હતી. જો કે, તેહરાને વોશિંગ્ટન સાથે વાટાઘાટો કરવાના વિચારને સ્પષ્ટપણે નકારી કાઢ્યો છે.

પાકિસ્તાની અધિકારીઓએ જણાવ્યું હતું કે, ઇસ્લામાબાદમાં મધ્યસ્થી દ્વારા ઈરાનને સુપરત કરાયેલા પ્રસ્તાવમાં પ્રતિબંધોમાં રાહત, નાગરિક પરમાણુ સહયોગ, ઈરાનના પરમાણુ કાર્યક્રમમાં ઘટાડો, તેના મિસાઈલ કાર્યક્રમ પર મર્યાદા અને હોર્મુઝ સ્ટ્રેટમાંથી જહાજોને પસાર થવાની પરવાનગી સહિત અનેક મુખ્ય મુદ્દાઓનો સમાવેશ થાય છે.
પાકિસ્તાન તરફથી આ પ્રસ્તાવ એવા સમયે આવ્યો છે, જ્યારે અમેરિકાએ આ ક્ષેત્રમાં લશ્કરી હાજરી વધારી દીધી છે. વોશિંગ્ટને મરીન્સને ટેકો આપવા માટે મધ્ય પૂર્વમાં પેરાટ્રૂપર્સ મોકલવાનું શરૂ કર્યું છે. આ સ્પષ્ટપણે દર્શાવે છે ક, રાજદ્વારી સાથે સમાંતર લશ્કરી તૈયારીઓ ચાલી રહી છે.

બીજી તરફ, ઈરાને આ રાજદ્વારી પ્રયાસોને ગંભીરતાથી લેવાને બદલે તેમની મજાક ઉડાવી છે. તેહરાને બુધવારે ઇઝરાયલ અને ગલ્ફ ક્ષેત્ર પર તેના હુમલાઓ વધુ તીવ્ર બનાવ્યા હતા. કુવૈત આંતરરાષ્ટ્રીય વિમાનમથક પર હુમલો કર્યો હતો. જેમાં ભીષણ આગ લાગી હતી અને આકાશમાં કાળા ધુમાડાના ગોટેગોટા ફેલાઈ ગયા હતા.

ઈરાનની આક્રમક વ્યૂહરચનાનો પ્રભાવ ફક્ત લશ્કર પૂરતો મર્યાદિત નથી. પ્રાદેશિક ઉર્જા માળખા પરના હુમલાઓ અને હોર્મુઝ સ્ટ્રેટ પરના તેના કડક પગલાંએ વૈશ્વિક બજારોને પણ હચમચાવી નાંખ્યા છે. હોર્મુઝ સ્ટ્રેટ એક મુખ્ય માર્ગ છે, જેના દ્વારા વિશ્વનું લગભગ પાંચમા ભાગનું તેલ પસાર થાય છે, જેના કારણે તેલના ભાવમાં ઉછાળો આવ્યો છે.

તેલ બજારમાં ઉથલપાથલને કારણે ઉર્જા કટોકટીનો ભય વધી ગયો છે. આંતરરાષ્ટ્રીય બજારો અનિશ્ચિતતામાં ઘેરાયેલા છે અને રોકાણકારોની ચિંતા સ્પષ્ટ છે. એકંદરે, રાજદ્વારી પ્રયાસો ચાલુ હોવા છતાં, પરિસ્થિતિ બગડતી રહે છે. આગામી દિવસોમાં પરિસ્થિતિ વધુ ગંભીર બની શકે છે.

નોંધનીય છે કે, ઈરાન સતત મોટા હુમલા કરી રહ્યું છે. ઈઝરાયલ સૌથી વધુ સંવેદનશીલ બની રહ્યું છે. ઈરાન અને ઈઝરાયલ 1500 કિલોમીટર દૂર છે, જેના કારણે ઈઝરાયલ ઈરાનની ઘાતક મિસાઇલોની રેન્જમાં છે. પહેલાં ઈરાને હોર્મુઝ સ્ટ્રેટ પર નિયંત્રણ જાહેર કરીને કટોકટી વધારી. હવે, તેણે ખાડી દેશમાં યુએસ બેઝ પર હુમલાઓ તીવ્ર બનાવ્યા છે.

તાજેતરમાં, ટ્રમ્પે મધ્ય પૂર્વીય દેશોની ખૂબ પ્રશંસા કરી હતી. આ પ્રશંસા ઈરાન પ્રત્યે દુશ્મનાવટનું મુખ્ય કારણ બની ગઈ છે. ઈરાને કતાર અને ઓમાન જેવા એક સમયે નજીકના સાથી દેશોની ધરતી પર પણ બોમ્બમારો કર્યો છે. ઈરાને કતારના અલ ઉદ્દેદ એર બેઝ પર હુમલો કર્યો અને બહેરીન પર પણ બોમ્બમારો કર્યો છે.

જો કે, પરિસ્થિતિ હજુ પણ અસ્પષ્ટ છે. જ્યારે અમેરિકા શાંતિ વાટાઘાટોનો દાવો કરી રહ્યું છે, ત્યારે ઈરાને કોઈપણ વાટાઘાટોનો ઇનકાર કર્યો છે. બજારો આશા અને અનિશ્ચિતતા વચ્ચે ડોલતા રહે છે.

AUTHOR
Admin

Admin

Author details are not available.