Get News Alerts

Never miss breaking news updates.

ઇરાનના અલ્બોર્ઝ પ્રાંતમાં 18ના મોત, ઇઝરાયલ-અમેરિકાનો સંયુક્ત હુમલો

Iran Israel War: મંગળવારે ઈરાન પર થયેલા હુમલામાં અમેરિકા અને ઈઝરાયલે ખોર્રમાબાદ એરપોર્ટને નિશાન બનાવ્યું હતું. આ દરમિયાન ઈરાન સાથે ચાલી રહેલા સંઘર્ષ વચ્ચે ઈઝરાયલે ઈરાનીઓને ચેતવણી આપી હતી, જેમાં તેમને ટ્રેનમાં મુસાફરી ટાળવા કહ્યું હતું. એક પર્શિયન સંદેશમાં ઈઝરાયલે જણાવ્યું હતું કે, આમ કરવાથી તેમના જીવ જોખમમાં મુકાઈ શકે છે. ઈરાનના અલ્બોર્ઝ પ્રાંત પર યુએસ-ઈઝરાયલી હુમલામાં માર્યા ગયેલા 18 લોકોમાં બે બાળકોનો પણ સમાવેશ થાય છે.
Admin
AdminUpdated on: 07 Apr 2026 02:39 PM IST
ઇરાનના અલ્બોર્ઝ પ્રાંતમાં 18ના મોત, ઇઝરાયલ-અમેરિકાનો સંયુક્ત હુમલોઇરાનના અલ્બોર્ઝ પ્રાંતમાં 18ના મોત, ઇઝરાયલ-અમેરિકાનો સંયુક્ત હુમલો

ફાઇલ તસવીર

Iran Israel War: મંગળવારે ઈરાન પર થયેલા હુમલામાં અમેરિકા અને ઈઝરાયલે ખોર્રમાબાદ એરપોર્ટને નિશાન બનાવ્યું હતું. આ દરમિયાન ઈરાન સાથે ચાલી રહેલા સંઘર્ષ વચ્ચે ઈઝરાયલે ઈરાનીઓને ચેતવણી આપી હતી, જેમાં તેમને ટ્રેનમાં મુસાફરી ટાળવા કહ્યું હતું. એક પર્શિયન સંદેશમાં ઈઝરાયલે જણાવ્યું હતું કે, આમ કરવાથી તેમના જીવ જોખમમાં મુકાઈ શકે છે. ઈરાનના અલ્બોર્ઝ પ્રાંત પર યુએસ-ઈઝરાયલી હુમલામાં માર્યા ગયેલા 18 લોકોમાં બે બાળકોનો પણ સમાવેશ થાય છે. 

ઈરાનમાં 17 રહેણાંક વિસ્તારો પર બોમ્બમારો
ઈરાની રેડ ક્રેસેન્ટ સંગઠને મંગળવારે જણાવ્યું હતું કે, અમેરિકા અને ઇઝરાયલે ઈરાનમાં 17 રહેણાંક વિસ્તારો પર બોમ્બમારો કર્યો છે.  એક્સ પર એક પોસ્ટમાં સંગઠને કહ્યું, ‘નાગરિકો પર હુમલો કરવાનું કોઈ વાજબી કારણ નથી. આંતરરાષ્ટ્રીય માનવતાવાદી કાયદો સ્પષ્ટપણે જણાવે છે કે, નિઃશસ્ત્ર નાગરિકો પર હુમલો કરવો એ યુદ્ધ અપરાધ છે.’ આ દરમિયાન ઈરાની મીડિયાએ અહેવાલ આપ્યો છે કે, દેશમાં રાતોરાત થયેલા યુએસ-ઇઝરાયલી હુમલાઓમાં 15થી વધુ લોકો માર્યા ગયા છે.

ઈરાને બદલામાં ઈઝરાયલ પર મિસાઈલો છોડી
અમેરિકા-ઈઝરાયલી હુમલાના જવાબમાં ઈરાને પણ ઈઝરાયલ પર અનેક મિસાઈલો છોડી હતી. ઈઝરાયલી મીડિયા અનુસાર, ઈરાને અનેક મિસાઈલો છોડ્યા બાદ મધ્ય ઈઝરાયલમાં નોંધપાત્ર નુકસાન થયું હતું. જો કે, ઈઝરાયલે અનેક મિસાઈલોને અટકાવ્યાનો પણ દાવો કર્યો હતો. ટાઈમ્સ ઓફ ઈઝરાયલે બચાવ સેવાઓને ટાંકીને જણાવ્યું હતું કે, ઈરાની બેલિસ્ટિક મિસાઈલથી છોડવામાં આવેલા ક્લસ્ટર સબમ્યુનિશન્સથી નુકસાન થયું હતું. 

AUTHOR
Admin

Admin

Author details are not available.