ઇઝરાયલી હુમલામાં ઇરાનના નેવી કમાન્ડર તંગસીરીનું મોત, બંદર અબ્બાસ પર મોટો હુમલો



ઇઝરાયલી હુમલામાં ઇરાનના નેવી કમાન્ડર તંગસીરીનું મોત, બંદર અબ્બાસ પર મોટો હુમલો



Iran Israel War: મધ્ય પૂર્વમાં ચાલી રહેલા સંઘર્ષ વચ્ચે ઇઝરાયલે એક મોટો દાવો કર્યો છે. એક ઇઝરાયલી અધિકારીના જણાવ્યા પ્રમાણે, ઇરાનના રિવોલ્યુશનરી ગાર્ડ્સની નૌસેનાના કમાન્ડર અલીરેઝા તંગસીરીની ઇઝરાયલી હુમલામાં મોત નીપજ્યું છે. દાવો કરવામાં આવી રહ્યો છે કે, આ હુમલો ઇરાનના રણનૈતિક બંદર શહેર અબ્બાસમાં થયો હતો.
તંગસીરીને હોર્મુઝમાં ઇરાનની આક્રામક સમુદ્રી રણનીતિનો મુખ્ય સૂત્રધાર માનવામાં આવતો હતો. તેઓ ઇઝરાયલ અને અમેરિકા સામે મોટા નિવેદનો આપવા માટે ચર્ચામાં રહેતા હતા. જો તેમના મોતની પુષ્ટિ થાય છે તો, આ ઇરાનના સૈન્ય અને ખાસ કરીને નૌસેનિક શક્તિ માટે મોટો ઝટકો હશે.
આ મોટા દાવા અંગે તહેરાનની તરફથી હજુ સુધી શીર્ષ કમાન્ડરની સ્થિતિને લઈને કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. બંદર અબ્બાસ ઇરાનનું સૌથી મહત્વનું નૈસેનિક સ્થાન છે. જ્યાંથી આખી ફારસની ખાડી પર નજર રાખવામાં આવે છે.
ઉલ્લેખનીય છે કે, અત્યાર સુધીમાં ઇરાનના ત્રણ ડઝન જેટલા પ્રમુખ નેતાઓના હુમલામાં મોત નીપજ્યા છે. આ હુમલા બાદ વિવાદ ચરમસીમાએ પહોંચે તેવી શક્યતા છે. ઇરાન દ્વારા શીર્ષ સૈન્ય અધિકારીના મોતનો બદલો લેવા માટે જવાબી કાર્યવાહી કરવામાં આવશે તેવી આશંકા સેવવામાં આવી રહી છે. જેનાથી ખાડી દેશોના આંતરરાષ્ટ્રીય જળમાર્ગોમાં વધુ સુરક્ષા સંકટ વધે તેવી શક્યતા છે.




