Get News Alerts

Never miss breaking news updates.

‘ટ્રમ્પની નહીં, અમારી શરતો સાથે યુદ્ધ પૂરું થશે...’ ઇરાને અમેરિકા સામે રાખી 5 શરત

Iran Israel War: ઇરાનનું યુદ્ધ ચાલુ છે. ત્યારે 28મી માર્ચે તેને મહિનો પૂરો થશે. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સતત નિવેદનબાજી કરી રહ્યા છે કે ઇરાન યુદ્ધ ખતમ કરવા ઇચ્છે છે. ત્યારે ફરી એકવાર ઇરાને આકરી ટીકા કરતા કહ્યુ છે કે, તે યુદ્ધ ત્યારે જ પૂરું કરશે, જ્યારે તેની શરતો પૂરી થશે.
Admin
AdminUpdated on: 25 Mar 2026 09:33 PM IST
‘ટ્રમ્પની નહીં, અમારી શરતો સાથે યુદ્ધ પૂરું થશે...’ ઇરાને અમેરિકા સામે રાખી 5 શરત‘ટ્રમ્પની નહીં, અમારી શરતો સાથે યુદ્ધ પૂરું થશે...’ ઇરાને અમેરિકા સામે રાખી 5 શરત

Iran Israel War: ઇરાનનું યુદ્ધ ચાલુ છે. ત્યારે 28મી માર્ચે તેને મહિનો પૂરો થશે. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સતત નિવેદનબાજી કરી રહ્યા છે કે ઇરાન યુદ્ધ ખતમ કરવા ઇચ્છે છે. ત્યારે ફરી એકવાર ઇરાને આકરી ટીકા કરતા કહ્યુ છે કે, તે યુદ્ધ ત્યારે જ પૂરું કરશે, જ્યારે તેની શરતો પૂરી થશે.

ઇરાને અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા યુદ્ધવિરામની સમયસીમા નક્કી કરવા માટેના પ્રયત્નોને નકારી કાઢ્યા છે અને અમેરિકી પ્રસ્તાવને એકતરફી ગણાવ્યો છે. 

ઇરાનની સરકારી ચેનલ પ્રેસ ટીવી અનુસાર, તહેરાને યુદ્ધ સમાપ્ત કરવા માટે અમેરિકી પ્રસ્તાવની સમીક્ષા કરી હતી. પરંતુ તેમની શરતો માન્ય નથી. એક વરિષ્ઠ ઇરાની અધિકારીએ જણાવ્યું હતું કે, આ પ્રસ્તાવ પર ઇરાનની શરૂઆતની પ્રતિક્રિયા સકારાત્મક નથી, પરંતુ તેના પર વિચાર કરવામાં આવી રહ્યો છે.

તહેરાને સ્પષ્ટતા કરી છે કે, યુદ્ધ પૂરું કરવાનો નિર્ણય સ્વતંત્રપણે ઇરાનના હાથમાં છે. ઇરાને કહ્યું છે કે, અમે ટ્રમ્પને યુદ્ધ પૂરું કરવાની સમયસીમા નક્કી કરવાની પરવાનગી આપીશું નહીં અને ત્યારે જ અમે સંઘર્ષવિરામ માટે માનીશું, જ્યારે અમારી શરતો પૂરી થશે.

ઇરાનની 5 શરતો કઈ છે?

  1. દુશ્મનની તરફથી હુમલા અને હત્યાઓ સંપૂર્ણપણે રોકવી.
  2. એવું મિકેનિઝમ તૈયાર કરવું, જેનાથી બીજીવાર ઇરાન પર યુદ્ધ થોપવામાં ન આવે.
  3. યુદ્ધમાં થયેલા નુકસાનનું ભરણપોષણ અને વળતરની સ્પષ્ટ અને ગેરંટીયુક્ત વ્યવસ્થા.
  4. સમગ્ર ક્ષેત્રમાં સામેલ તમામ મોરચા અને તમામ પ્રતિરોધી સમૂહ માટે યુદ્ધનું પૂર્ણ સમાપન.
  5. હોર્મુઝ પર પોતાના અધિકારના પ્રયોગને લઈને ઇરાનના સંપ્રભુ અધિકારની આંતરરાષ્ટ્રીય માન્યતા અને ગેરંટી.
     
AUTHOR
Admin

Admin

Author details are not available.