Get News Alerts

Never miss breaking news updates.

‘આપણે દલાલ દેશ ન બની શકીએ....’ યુદ્ધમાં પાકિસ્તાનની મધ્યસ્થતા પર બોલ્યા જયશંકર

Iran Israel War: ઇરાનના યુદ્ધને એક મહિનો પૂરો થવા આવ્યો છે. ત્યારે સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાંથી જહાજનું આવનજાવન બંધ હોવાથી તેલ અને ગેસનું સંકટ વધ્યું છે. આ દરમિયાન સરકારે બુધવારે પશ્ચિમ એશિયામાં વધતા સંકટને ધ્યાને રાખી સર્વદળીય બેઠક બોલાવી હતી. આ બેઠકમાં વિદેશમંત્રી જયશંકરે ઇરાન યુદ્ધમાં પાકિસ્તાનની મધ્યસ્થતાને લઈને સવાલ ઊભા કર્યા છે.
Admin
AdminUpdated on: 25 Mar 2026 08:18 PM IST
‘આપણે દલાલ દેશ ન બની શકીએ....’ યુદ્ધમાં પાકિસ્તાનની મધ્યસ્થતા પર બોલ્યા જયશંકર‘આપણે દલાલ દેશ ન બની શકીએ....’ યુદ્ધમાં પાકિસ્તાનની મધ્યસ્થતા પર બોલ્યા જયશંકર

Iran Israel War: ઇરાનના યુદ્ધને એક મહિનો પૂરો થવા આવ્યો છે. ત્યારે સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાંથી જહાજનું આવનજાવન બંધ હોવાથી તેલ અને ગેસનું સંકટ વધ્યું છે. આ દરમિયાન સરકારે બુધવારે પશ્ચિમ એશિયામાં વધતા સંકટને ધ્યાને રાખી સર્વદળીય બેઠક બોલાવી હતી. આ બેઠકમાં વિદેશમંત્રી જયશંકરે ઇરાન યુદ્ધમાં પાકિસ્તાનની મધ્યસ્થતાને લઈને સવાલ ઊભા કર્યા છે.

જયશંકરે હાલ યુદ્ધ પૂર્ણ કરવા માટે અમેરિકા અને ઇરાનની વાતચીતમાં પાકિસ્તાનની મધ્યસ્થતાના સવાલ પર ટીપ્પણી કરતા જણાવ્યુ હતુ કે, આપણે દલાલ દેશ નથી બની શકતા.

સૂત્રોના જણાવ્યા પ્રમાણે, આ દરમિયાન જ્યારે વિદેશમંત્રી જયશંકરને પૂછવામાં આવ્યું કે, મોદી અને ટ્રમ્પ વચ્ચે શું વાતચીત થઈ છે. તેના પર જયશંકરે જણાવ્યુ હતુ કે, પીએમ મોદીએ કહ્યુ છે કે, યુદ્ધ પૂર્ણ થવું જોઈએ તેનાથી તમામને નુકસાન થઈ રહ્યું છે.

આ પહેલાં કેન્દ્ર સરકારે સર્વદળીય બેઠકમાં તમામ રાજનીતિક દળોને આશ્વાસન આપ્યું હતું કે, દેશની ઉર્જા સુરક્ષા સંપૂર્ણરીતે સુરક્ષિત છે અને અમુક રસ્તામાં છે. પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા તણાવ અંગેની આ બેઠક દોઢ કલાક ચાલી હતી.

સરકારનું વિપક્ષને આશ્વાસન
સૂત્રો પ્રમાણે, સરકારે કહ્યુ હતુ કે, દેશમાં પૂરતો તેલ અને ગેસનો જથ્થો છે. દેશમાં ઉર્જાની જરૂરિયાત પૂરી કરવામાં આવી રહી છે. સરકારે એમ પણ જણાવ્યુ હતુ કે, એડવાન્સમાં બુકિંગ કરાવી દેવામાં આવ્યું છે. કેટલાક દેશો સાથે વાતચીત ચાલુ છે. આ તેલ અને ગેસ સપ્લાયમાં કોઈપણ પ્રકારના અવરોધથી બચવા માટે વિભિન્ન સ્ત્રોત સાથે વાતચીત ચાલુ છે.

વિપક્ષે ઉઠાવ્યાં સવાલ
સૂત્રોના જણાવ્યા પ્રમાણે, સરકારનો સંદેશ એ જ હતો કે સ્થિતિ નિયંત્રણમાં છે અને ઘરેલૂ ચિંતાઓને સર્વોચ્ચ પ્રાથમિકતા આપવામાં આવી રહી છે. પાકિસ્તાનને લઈને સરકારે કહ્યુ કે, તેની ભૂમિકામાં કંઈ નવું નથી, વર્ષ 1981થી આ રીતે ભૂમિકા નિભાવતું રહ્યું છે. જેમાં ઇન્ટરેસ્ટ સેક્શન્સનું માધ્યમ સામેલ છે. સૂત્રોએ જણાવ્યુ હતુ કે, બેઠકમાં મહિલા આરક્ષણ બિલ અંગે કોઈ ચર્ચા નહોતી થઈ.

AUTHOR
Admin

Admin

Author details are not available.