
IPL 2026નો ખિતાબ ભલે RCBએ જીત્યો હોય, પરંતુ સમગ્ર સિઝનમાં સૌથી વધુ ચર્ચામાં રહેલું નામ 15 વર્ષીય વૈભવ સૂર્યવંશીનું રહ્યું. રાજસ્થાન રોયલ્સના આ યુવા બેટ્સમેને પોતાની વિસ્ફોટક બેટિંગથી ક્રિકેટ જગતને ચોંકાવી દીધું હતું. 776 રન, 5 મોટા એવોર્ડ અને અનેક ઐતિહાસિક રેકોર્ડ્સ સાથે વૈભવે IPL 2026ને પોતાના નામે કરી દીધી હતી.

IPL 2026માં યુવા ખેલાડી વૈભવ સૂર્યવંશીએ પોતાની તોફાની બેટિંગથી ક્રિકેટ જગતમાં નવો ઈતિહાસ રચ્યો છે. એક જ સીઝનમાં સૌથી વધુ સિક્સ ફટકારી તેણે ક્રિસ ગેઈલનો વર્ષો જૂનો મહા રેકોર્ડ તોડી નાખ્યો છે. વૈભવની આ ધમાકેદાર ઇનિંગ્સ બાદ સોશિયલ મીડિયા પર ચાહકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને હવે તેને IPLનો નવો “સિક્સર કિંગ” કહેવામાં આવી રહ્યો છે.

લીગ મેચો બાદ IPL 2026 હવે તેના નિર્ણાયક તબક્કા તરફ આગળ વધી રહ્યો છે. મંગળવારથી પ્લેઓફનો રોમાંચ શરૂ થવાનો છે. રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB), ગુજરાત ટાઇટન્સ (GT), સનરાઇઝર્સ હૈદરાબાદ (SRH) અને રાજસ્થાન રોયલ્સ (RR)એ ટોપ-4માં જગ્યા બનાવી છે. હવે સવાલ એ છે કે આ ચાર ટીમોમાંથી કઈ ટીમ ખિતાબની સૌથી મોટી દાવેદાર છે.

ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) માટે IPL 2026નો સીઝન સંપૂર્ણ રીતે નિરાશાજનક રહ્યો છે. 14 મેચોમાં માત્ર 6 જીત સાથે ટીમ સતત બીજા વર્ષે પણ પ્લેઓફમાં જગ્યા બનાવવામાં નિષ્ફળ રહી છે. મહેન્દ્ર સિંહ ધોનીની ગેરહાજરીથી લઈને સતત ઈજાઓ અને ખેલાડીઓના અસંતુલિત પ્રદર્શન સુધી અનેક કારણો ટીમના ખરાબ પ્રદર્શન પાછળ જવાબદાર રહ્યા છે.

રાજીવ ગાંધી ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાયેલા આ મેચમાં SRH એ પહેલા બેટિંગ કરતાં 20 ઓવરમાં 4 વિકેટ ગુમાવીને 255 રનનો વિશાળ સ્કોર બનાવ્યો હતો. ટીમ તરફથી અભિષેક શર્માએ 22 બોલમાં 56 રન, ઈશાન કિશને 46 બોલમાં 79 રન અને હેનરિક ક્લાસેને માત્ર 24 બોલમાં 51 રનની ઝડપી ઇનિંગ્સ રમી હતી.

ઓસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ ઓલરાઉન્ડરે ટૂર્નામેન્ટની મુશ્કેલ શરૂઆત બાદ ચક્રવર્તીના શાનદાર કમબેક વિશે પણ વાત કરી હતી. વરુણ માટે શરૂઆતની મેચો ખૂબ જ નિરાશાજનક રહી હતી અને બેટ્સમેનોએ તેની સામે જોરદાર રન બનાવ્યા હતા. આ પછી તે લયમાં પાછો ફર્યો અને તેણે સુનિલ નરેન સાથે મળીને છેલ્લી કેટલીક મેચોમાં શાનદાર બોલિંગ કરી છે.

ઇન્ડિયન પ્રીમિયર લીગ 2026 હવે તેના નિર્ણાયક તબક્કામાં પહોંચી ગઈ છે, ત્યારે કેટલીક ટીમોના ખરાબ પ્રદર્શન બાદ આગામી સીઝન માટે મોટા ફેરફારોની ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે. ખાસ કરીને લખનૌ સુપર જાયન્ટ્સ, દિલ્હી કેપિટલ્સ અને કોલકાતા નાઈટ રાઈડર્સમાં કેપ્ટનશીપ બદલાવની અટકળોએ જોર પકડ્યું છે. ઋષભ પંત, અક્ષર પટેલ અને અજિંક્ય રહાણે જેવા મોટા નામોની કેપ્ટનશીપ પર હવે સવાલો ઊભા થયા છે.

આઈપીએલ 2026માં કોલકાતા નાઇટ રાઇડર્સ સામે ગુજરાત ટાઇટન્સને 29 રને હારનો સામનો કરવો પડ્યો હતો. મેચ બાદ કેપ્ટન Shubman Gillએ ટીમની નબળી ફિલ્ડિંગ અને છોડાયેલા કેચને હારનું મુખ્ય કારણ ગણાવ્યું હતું.

કતારના દોહામાં યોજાવાની હતી, પરંતુ પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા સંકટને કારણે બેઠકનું સ્થળ બદલીને ભારત રાખવામાં આવ્યું હોવાનું જાણવા મળ્યું છે. નકવી PCBના ચેરમેન બન્યા ત્યારથી BCCI સાથેના સંબંધોમાં તણાવ જોવા મળી રહ્યો છે. ખાસ કરીને એશિયા કપ 2025 દરમિયાન ટ્રોફી વિતરણને લઈને થયેલા વિવાદ બાદ સ્થિતિ વધુ ગંભીર બની હતી.

અંશુલ કંબોજે માત્ર 2.4 ઓવર એટલે કે 16 બોલમાં જ 63 રન લૂંટાવ્યા હતા. તેમની બોલિંગ સામે LSGના બેટ્સમેનોએ ચોગ્ગા અને છગ્ગાની વરસાદ વરસાવી હતી. કમ્બોજના 16 બોલમાંથી 11 બોલ બાઉન્ડ્રી પાર ગયા હતા, એટલે કે લગભગ 69 ટકા રન માત્ર બાઉન્ડ્રીથી આવ્યા હતા.

IPL 2026માં ઓરેન્જ અને પર્પલ કેપની રેસ દિવસેને દિવસે વધુ રોમાંચક બની રહી છે. Mitchell Marshએ ચેન્નઈ સામે તોફાની 90 રનની ઇનિંગ રમી ઓરેન્જ કેપની રેસમાં મોટી છલાંગ લગાવી છે, જ્યારે Bhuvneshwar Kumar પર્પલ કેપ પર પોતાની મજબૂત પકડ જાળવી રાખી છે.

ઉર્વિલ પટેલે કુલ 23 બોલમાં 65 રનની તોફાની ઇનિંગ રમી હતી, જેમાં 2 ચોગ્ગા અને 8 વિશાળ છગ્ગાનો સમાવેશ થાય છે. તેની આ ઇનિંગના કારણે ચેન્નાઈ સુપર કિંગ્સને મહત્વપૂર્ણ જીત મળી હતી.

આ સાથે એસઆરએચે પંજાબ કિંગ્સ સામે 8મી વખત 200થી વધુ સ્કોર બનાવ્યો છે. આ રેકોર્ડ સાથે હૈદરાબાદની ટીમ હવે આઈપીએલ ઇતિહાસમાં કોઈ એક વિરોધી ટીમ સામે સૌથી વધુ વખત 200+ સ્કોર કરનાર ટીમોમાં સંયુક્ત રીતે નંબર-1 બની ગઈ છે. અગાઉ Mumbai Indians એ Delhi Capitals સામે 8 વખત આ સિદ્ધિ મેળવી હતી.

મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાયેલા રોમાંચક મુકાબલામાં મુંબઈ ઇન્ડિયન્સએ 228 રનનો વિશાળ લક્ષ્યાંક ચેઝ કરી લખનૌ સુપર જાયન્ટ્સને 6 વિકેટથી હરાવ્યું. આ જીત સાથે એમઆઈએ આઇપીએલ ઇતિહાસમાં પોતાની સૌથી મોટી રનચેઝ જીત નોંધાવી અને એક મહત્વપૂર્ણ રેકોર્ડ પોતાના નામે કર્યો.