Get News Alerts

Never miss breaking news updates.

LSGના બેટ્સમેનોએ CSKના બોલરને કર્યો કંગાળ! અંશુલ કંબોજે 16 બોલમાં લૂંટાવ્યા 63 રન

અંશુલ કંબોજે માત્ર 2.4 ઓવર એટલે કે 16 બોલમાં જ 63 રન લૂંટાવ્યા હતા. તેમની બોલિંગ સામે LSGના બેટ્સમેનોએ ચોગ્ગા અને છગ્ગાની વરસાદ વરસાવી હતી. કમ્બોજના 16 બોલમાંથી 11 બોલ બાઉન્ડ્રી પાર ગયા હતા, એટલે કે લગભગ 69 ટકા રન માત્ર બાઉન્ડ્રીથી આવ્યા હતા.
Rahul Desai
Rahul DesaiUpdated on: 16 May 2026 11:47 AM IST
LSGના બેટ્સમેનોએ CSKના બોલરને કર્યો કંગાળ! અંશુલ કંબોજે 16 બોલમાં લૂંટાવ્યા 63 રનLSGના બેટ્સમેનોએ CSKના બોલરને કર્યો કંગાળ! અંશુલ કંબોજે 16 બોલમાં લૂંટાવ્યા 63 રન

AI Image

IPL 2026ની 59મી મેચમાં લખનૌ સુપર જાયન્ટ્સે ચેન્નાઈ સુપર કિંગ્સને 6 વિકેટે હરાવી શાનદાર જીત મેળવી હતી. પરંતુ આ મેચ દરમિયાન CSKના યુવા બોલર અંશુલ કંબોજ માટે દિવસ દુઃસ્વપ્ન સમાન સાબિત થયો. લખનૌના બેટ્સમેનોએ તેમની એવી ધોલાઈ કરી કે તેઓએ IPL ઇતિહાસમાં ચેન્નાઈ તરફથી સૌથી મોંઘો સ્પેલ ફેંકવાનો શરમજનક રેકોર્ડ પોતાના નામે કર્યો.

અંશુલ કંબોજે માત્ર 2.4 ઓવર એટલે કે 16 બોલમાં જ 63 રન લૂંટાવ્યા હતા. તેમની બોલિંગ સામે LSGના બેટ્સમેનોએ ચોગ્ગા અને છગ્ગાની વરસાદ વરસાવી હતી. કમ્બોજના 16 બોલમાંથી 11 બોલ બાઉન્ડ્રી પાર ગયા હતા, એટલે કે લગભગ 69 ટકા રન માત્ર બાઉન્ડ્રીથી આવ્યા હતા.

આ સાથે અંશુલ કંબોજ IPL ઇતિહાસમાં એવો બીજો બોલર બન્યો છે જેણે 3 ઓવરથી ઓછા સ્પેલમાં 60થી વધુ રન આપ્યા હોય. ચેન્નાઈએ લખનૌ સામે 188 રનનો લક્ષ્યાંક મુક્યો હતો, પરંતુ LSGના બેટ્સમેનોએ આ ટાર્ગેટ સરળતાથી હાંસલ કરી લીધો.

મેચ દરમિયાન અંશુલની સતત ખરાબ બોલિંગ અને લખનૌના આક્રમક બેટિંગ પ્રદર્શનની સોશિયલ મીડિયા પર પણ ભારે ચર્ચા ચાલી રહી છે.

AUTHOR
Rahul Desai

Rahul Desai

Author details are not available.