છોડાયેલા કેચ ગુજરાત ટાઇટન્સને ભારે પડ્યા



છોડાયેલા કેચ ગુજરાત ટાઇટન્સને ભારે પડ્યા



કોલકાતા: આઈપીએલ 2026ની 60મી મેચમાં Gujarat Titansને Kolkata Knight Riders સામે 29 રને હારનો સામનો કરવો પડ્યો હતો. જીટીના કેપ્ટન Shubman Gillએ સ્વીકાર્યું કે નબળી ફિલ્ડિંગ અને અનેક કેચ છોડવા ટીમની હારનું મોટું કારણ બન્યું.
કેકેઆર સામે હાર્યા બાદ શુભમન ગિલે કહ્યું હતું કે, “વિકેટ જોઈને મને લાગ્યું હતું કે 200-210 રન સારો સ્કોર રહેશે. અમે ઘણા કેચ છોડ્યા અને એ બોલરો માટે સરળ નથી હોતું. પિચ સારી હતી. મને લાગે છે કે અમે સારું પ્રદર્શન કર્યું અને અહીં સુધી પહોંચ્યા. ચિંતા કરવાની કોઈ વાત નથી, પરંતુ અમારી ફિલ્ડિંગ વધુ સારી થઈ શકે હતી. ત્રણ સરળ કેચ છોડ્યા પછી મને નથી લાગતું કે અમે આ મેચ જીતવા લાયક હતા. ક્વોલિફાયર પહેલાં આવા મેચ રમવા વધુ સારા છે.”
ગુજરાત ટાઇટન્સના ફિલ્ડર્સે મેચ દરમિયાન કુલ 4 કેચ છોડ્યા હતા, જેમાં 93 રનની તોફાની ઇનિંગ રમનાર Finn Allenના 2 કેચ પણ સામેલ હતા. જીટી તરફથી મળેલા જીવનદાનનો એલને ભરપૂર ફાયદો ઉઠાવ્યો હતો. જીટી સામે જીત મળતા કેકેઆર હવે પોઈન્ટ્સ ટેબલમાં સાતમા સ્થાને પહોંચી ગઈ છે. સાથે જ Kolkata Knight Ridersએ પ્લેઓફમાં પહોંચવાની પોતાની આશાઓ પણ જીવંત રાખી છે.
પ્રથમ બેટિંગ કરતાં કેકેઆરે 20 ઓવરમાં 2 વિકેટે 247 રન બનાવ્યા હતા. ફિન એલને 35 બોલમાં 93 રનની ધમાકેદાર ઇનિંગ રમી હતી. પોતાની આ ઇનિંગ દરમિયાન તેણે 4 ચોગ્ગા અને 10 છગ્ગા ફટકાર્યા હતા. જ્યારે Angkrish Raghuvanshiએ 44 બોલમાં અણનમ 82 રનની ઇનિંગ રમી હતી. Cameron Greenએ અંતિમ ઓવરોમાં શાનદાર બેટિંગ કરતાં 28 બોલમાં અણનમ 52 રન બનાવ્યા હતા.
248 રનના લક્ષ્યાંકનો પીછો કરતાં Gujarat Titansની ટીમ 4 વિકેટે 218 રન જ બનાવી શકી હતી. શુભમન ગિલે 49 બોલમાં 85 રન બનાવ્યા હતા, જ્યારે Jos Buttlerએ 35 બોલમાં 57 રનનું યોગદાન આપ્યું હતું. Sai Sudharsan 28 બોલમાં 53 રન બનાવી અણનમ રહ્યો હતો, પરંતુ તે ટીમને જીત અપાવી શક્યો નહોતો




