Get News Alerts

Never miss breaking news updates.

મહેસાણાના ઉર્વિલ પટેલે IPLમાં રચ્યો ઈતિહાસ, સૌથી ઝડપી ફિફ્ટીના રેકોર્ડની બરાબરી

ઉર્વિલ પટેલે કુલ 23 બોલમાં 65 રનની તોફાની ઇનિંગ રમી હતી, જેમાં 2 ચોગ્ગા અને 8 વિશાળ છગ્ગાનો સમાવેશ થાય છે. તેની આ ઇનિંગના કારણે ચેન્નાઈ સુપર કિંગ્સને મહત્વપૂર્ણ જીત મળી હતી.
Rahul Desai
Rahul DesaiUpdated on: 11 May 2026 12:40 PM IST
મહેસાણાના ઉર્વિલ પટેલે IPLમાં રચ્યો ઈતિહાસ, સૌથી ઝડપી ફિફ્ટીના રેકોર્ડની બરાબરીમહેસાણાના ઉર્વિલ પટેલે IPLમાં રચ્યો ઈતિહાસ, સૌથી ઝડપી ફિફ્ટીના રેકોર્ડની બરાબરી

ચેન્નાઈ: ચેન્નાઈના MA Chidambaram Stadiumમાં રમાયેલી IPL મેચમાં Urvil Patelએ તોફાની બેટિંગ કરીને ગુજરાતનું ગૌરવ વધાર્યું છે. Chennai Super Kingsના વિકેટકીપર-બેટ્સમેન ઉર્વિલ પટેલે માત્ર 13 બોલમાં અડધી સદી ફટકારી IPL ઇતિહાસની સૌથી ઝડપી ફિફ્ટીના રેકોર્ડની બરાબરી કરી છે. આ રેકોર્ડ અગાઉ Yashasvi Jaiswalના નામે નોંધાયેલો હતો.

27 વર્ષીય ઉર્વિલ પટેલ લખનઉ સુપર જાયન્ટ્સ સામે 204 રનના લક્ષ્યાંકનો પીછો કરતી વખતે 3.4 ઓવરમાં ટીમના 45 રન પર બેટિંગ કરવા આવ્યો હતો. મેદાનમાં ઉતરતા જ તેણે આક્રમક અંદાજમાં બેટિંગ શરૂ કરી અને માત્ર 13 બોલમાં 7 છગ્ગા અને 1 ચોગ્ગાની મદદથી પોતાની ફિફ્ટી પૂર્ણ કરી હતી.

ઉર્વિલ પટેલે કુલ 23 બોલમાં 65 રનની તોફાની ઇનિંગ રમી હતી, જેમાં 2 ચોગ્ગા અને 8 વિશાળ છગ્ગાનો સમાવેશ થાય છે. તેની આ ઇનિંગના કારણે ચેન્નાઈ સુપર કિંગ્સને મહત્વપૂર્ણ જીત મળી હતી.

ફિફ્ટી પૂર્ણ કર્યા બાદ ઉર્વિલ પટેલે એક ખાસ નોટ બતાવી હતી, જેમાં લખ્યું હતું કે, “This is for you, Papa.” સાથે જ “સધી, જોગણી, ચેહર, ગોગા અને સિકોતર માતાજીના આશીર્વાદથી” એવો ભાવુક સંદેશ પણ આપ્યો હતો.

ઉલ્લેખનીય છે કે IPLમાં સૌથી ઝડપી ફિફ્ટીનો રેકોર્ડ પ્રથમ વખત 11 મે, 2023ના રોજ Yashasvi Jaiswalએ Rajasthan Royals તરફથી Kolkata Knight Riders સામે માત્ર 13 બોલમાં અડધી સદી ફટકારી બનાવી હતો. હવે ઉર્વિલ પટેલે પણ એ જ સિદ્ધિ હાંસલ કરીને ઇતિહાસ રચ્યો છે.

તાજેતરમાં સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં પણ ઉર્વિલ પટેલે વિસ્ફોટક બેટિંગથી અનેક રેકોર્ડ બનાવ્યા હતા. તેમના આ શાનદાર પ્રદર્શન બદલ Bhupendra Patelએ પણ અભિનંદન પાઠવ્યા હતા અને ગુજરાતના રમતગમત ગૌરવને નવી ઊંચાઈએ પહોંચાડવા બદલ શુભેચ્છા પાઠવી હતી.

AUTHOR
Rahul Desai

Rahul Desai

Author details are not available.