
RCB Victory Parade 2026: IPL 2026નો ખિતાબ જીતીને ઇતિહાસ રચનાર રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB)ના ચાહકોમાં જશ્નનો માહોલ છે. ફાઇનલમાં ગુજરાત ટાઇટન્સને એકતરફી રીતે હરાવીને સતત બીજી વખત ટ્રોફી જીતનાર આરસીબી હવે આઈપીએલના ઇતિહાસમાં સૌથી ખાસ ક્લબમાં જોડાઈ ગયું છે, પરંતુ આ ઐતિહાસિક સિદ્ધિ છતાં, બેંગલુરુના રસ્તાઓ પર ભવ્ય વિજય પરેડની સંભાવના ખૂબ જ ઓછી લાગે છે. નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે...

અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાયેલી IPL 2026 ફાઈનલમાં રોયલ ચેલેન્જર્સ બેંગલોરે ફરી એકવાર ઈતિહાસ રચ્યો છે. ગુજરાત ટાઈટન્સને 5 વિકેટથી હરાવી RCB એ સતત બીજી વખત ટ્રોફી પોતાના નામે કરી છે. આ જીતમાં વિરાટ કોહલીની ધમાકેદાર બેટિંગથી લઈને ભુવનેશ્વર કુમારની ઘાતક બોલિંગ સુધી અનેક ખેલાડીઓનું મહત્વપૂર્ણ યોગદાન રહ્યું છે. ચાલો જાણીએ તે 5 ખેલાડીઓ વિશે જેમણે RCBને ચેમ્પિયન બનાવવામાં નિર્ણાયક ભૂમિકા ભજવી છે.

IPL 2026 ની ફાઈનલ બાદ ગુજરાત ટાઈટન્સ માટે રાત વધુ ચિંતાજનક બની ગઈ હતી. મેચમાં પરાજય બાદ પરત જતી ટીમ બસમાં અચાનક શોર્ટ સર્કિટ થવાથી ધુમાડો નીકળતા ગભરાટનો માહોલ સર્જાયો હતો. જોકે સમયસર કાર્યવાહી થતાં તમામ ખેલાડીઓ અને સપોર્ટ સ્ટાફને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા અને કોઈ જાનહાનિ થઈ નહોતી.

અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાનારી IPL 2026ની ફાઈનલ મેચ પહેલાં IMDએ વરસાદ અને ગાજવીજનું યલો એલર્ટ જાહેર કર્યું છે. GT અને RCB વચ્ચેની ખિતાબી ટક્કર પર વરસાદનું સંકટ મંડરાઈ રહ્યું છે, જોકે IPL દ્વારા રિઝર્વ ડેની પણ વ્યવસ્થા કરવામાં આવી છે.

અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે યોજાનારી IPL 2026ની ફાઈનલ મેચને લઈને સુરક્ષા તંત્ર સંપૂર્ણ સજ્જ બન્યું છે. ગુજરાત ટાઇટન્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ વચ્ચેના મહામુકાબલા માટે અંદાજે 3000 પોલીસ કર્મચારીઓ તૈનાત કરવામાં આવ્યા છે અને સમગ્ર સ્ટેડિયમ વિસ્તારને સુરક્ષાના કડક ઘેરામાં લેવામાં આવ્યો છે.

IPL 2026ની ફાઈનલ પહેલાં ગુજરાત ટાઇટન્સના કેપ્ટન શુભમન ગિલની ફોર્મ અને અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં તેમનો શાનદાર રેકોર્ડ આરસીબી માટે ચિંતાનો વિષય બન્યો છે. 722 રન સાથે સિઝનના ટોચના બેટ્સમેનોમાં સામેલ ગિલ ફાઈનલમાં મેચ વિનર સાબિત થઈ શકે છે.

આવતી કાલે અમદાવાદમાં આઈપીએલની ફાઈનલ મેચ રમવાની છે. જેના કારણે અમદાવાદવાસીઓમાં ભારે ઉર્ષા જોવા મળી રહ્યો છે. આજે સવારથી જ અમદાવાદ નરેન્દ્ રમોદી સ્ટેડિયમની બાહાર ટિકીટ માટે લાંબી લાઈન લાગી હતી. જે લોકો ઓનલાઈન ટીકીટ લીધી હતી. ઓનલાઈન ટિકિટ બુકિંગ કરાવનાર હજારો ચાહકો આજે વહેલી સવારથી જ પોતાની હાર્ડ કોપી ટિકિટ મેળવવા માટે સ્ટેડિયમ ખાતે પહોંચી રહ્યા છે.

IPL 2026ના બીજા ક્વોલિફાયર મુકાબલામાં ગુજરાત ટાઇટન્સે રાજસ્થાન રોયલ્સને 7 વિકેટે હરાવી ફાઇનલમાં સ્થાન મેળવ્યું છે. આ જીતના હીરો કેપ્ટન શુભમન ગિલ રહ્યા, જેમણે શાનદાર શતકીય ઇનિંગ્સ રમીને IPL ઇતિહાસમાં એક અનોખો રેકોર્ડ પોતાના નામે કર્યો છે.

IPL 2026ના બીજા ક્વોલિફાયરમાં ગુજરાત ટાઇટન્સે ઐતિહાસિક પ્રદર્શન કરતાં રાજસ્થાન રોયલ્સ સામે 215 રનનો વિશાળ લક્ષ્યાંક માત્ર 18.4 ઓવરમાં હાંસલ કરી દીધો. કેપ્ટન શુભમન ગિલની શતકીય ઇનિંગ્સ અને સાઈ સુદર્શનની તોફાની અડધી સદીના જોરે ગુજરાતે પ્લેઓફ ઇતિહાસનો સૌથી મોટો રનચેઝ કરીને ફાઇનલમાં ધમાકેદાર એન્ટ્રી કરી છે.