
Kutch University Convocation 2026: કચ્છ યુનિવર્સિટીમાં 16મો પદવીદાન સમારોહ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીની ઉપસ્થિતિમાં યોજાયો હતો. આ સમારોહમાં કુલ 6,989 વિદ્યાર્થીઓને સ્નાતક અને અનુસ્નાતકની પદવીઓ એનાયત કરવામાં આવી હતી. શૈક્ષણિક ક્ષેત્રે...

Asian Games 2026: ટ્રેપ શૂટર નીરુ ઢાંડાએ એશિયન ગેમ્સ 2026 માં ભારત માટે ગોલ્ડ મેડલ જીતીને ઈતિહાસ રચ્યો. તેણે દેશને એશિયન ગેમ્સનો પાંચમો ગોલ્ડ મેડલ અપાવ્યો.

‘માલાબાર રિવર ઇન્ટરનેશનલ કાયકિંગ કોમ્પિટિશન-2026’માં ગુજરાતે ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરી છે. જામનગરના યુવા એડવેન્ચર એથ્લીટ અને સિંચાઈ વિભાગમાં આસિસ્ટન્ટ એન્જિનિયર ક્લાસ-2 તરીકે ફરજ બજાવતા નચિકેતા ગુપ્તાએ કેરળમાં યોજાયેલી આંતરરાષ્ટ્રીય વ્હાઇટ વોટર કાયકિંગ સ્પર્ધામાં પ્રથમ સ્થાન મેળવી ચેમ્પિયનનો ખિતાબ પોતાના નામે કર્યો છે. આ સાથે તેઓ આંતરરાષ્ટ્રીય વ્હાઇટ વોટર કાયકિંગ સ્પર્ધામાં પ્રથમ સ્થાન મેળવનારા ગુજરાતના પ્રથમ કાયકર બન્યા છે.

Mukesh Dabhi Woodball Gold Medal: ભાવનગર જિલ્લાના કોળિયાક ગામના રહેવાસી અને સ્વાસ્થ્ય વિભાગમાં હેલ્થ વર્કર તરીકે ફરજ બજાવતા મુકેશ ડાભીએ વુડબોલ રમતમાં રાષ્ટ્રીય કક્ષાએ શાનદાર સિદ્ધિ હાંસલ કરી છે. છત્તીસગઢ ખાતે યોજાયેલી નેશનલ વુડબોલ ચેમ્પિયનશિપ-2026માં મુકેશ ડાભીએ ટીમ ઇવેન્ટમાં ગોલ્ડ મેડલ જીતી ગુજરાત અને ભાવનગર જિલ્લાનું ગૌરવ વધાર્યું છે. મર્યાદિત સંસાધનો અને સરકારી નોકરીની વ્યસ્તતા વચ્ચે પણ મુકેશ ડાભીએ રમત...

કોમનવેલ્થ ગેમ્સ 2026માં શાનદાર પ્રદર્શન કરી દેશનું ગૌરવ વધારનારી ભારતીય ટીમનું મંગળવારે દિલ્હી સ્થિત ઈન્દિરા ગાંધી આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. ખેલાડીઓના સ્વાગત માટે મોટી સંખ્યામાં રમતપ્રેમીઓ, પરિવારજનો, રમત અધિકારીઓ અને સમર્થકો એરપોર્ટ પહોંચ્યા હતા. ઢોલ-નગારાં, ફૂલહાર અને ભારત માતાના જયઘોષ વચ્ચે ખેલાડીઓનું અભિવાદન કરવામાં આવ્યું હતું.

Sakshi Chaudhary Commonwealth Games 2026 Gold: ભારતીય બોક્સિંગ માટે ગૌરવની ક્ષણ સર્જતા હરિયાણાના ભિવાનીની બોક્સર સાક્ષી ચૌધરીએ કોમનવેલ્થ ગેમ્સ 2026માં મહિલા 51 કિલોગ્રામ વજન વર્ગમાં ગોલ્ડ મેડલ જીતી ભારતનું નામ રોશન કર્યું છે. ફાઇનલમાં તેણે ઇંગ્લેન્ડની રૂબી વ્હાઇટને એકતરફી મુકાબલામાં 5-0ના અંતરથી હરાવી ચેમ્પિયનનો ખિતાબ પોતાના નામે કર્યો. સાક્ષીએ પ્રથમ રાઉન્ડથી જ આક્રમક રમત બતાવી હતી અને ત્રણેય રાઉન્ડમાં પોતાનું...

કોમનવેલ્થ ગેમ્સ 2026નો સાતમો દિવસ ભારત માટે શાનદાર રહ્યો. ભારતીય ખેલાડીઓએ એથ્લેટિક્સમાં ત્રણ મેડલ જીતી દેશનું ગૌરવ વધાર્યું છે. પુરુષોની લોંગ જમ્પમાં મુરલી શ્રીશંકરે સિલ્વર મેડલ જીત્યો હતો. જ્યારે પેરા એથ્લેટિક્સની પુરુષોની 100 મીટર T47 સ્પર્ધામાં દિલીપ મહાદુ ગાવિતે ગોલ્ડ અને મોહમ્મદ બાસિલે સિલ્વર મેડલ જીતી ઐતિહાસિક સફળતા મેળવી હતી.

ગ્લાસગોમાં યોજાઈ રહેલી કોમનવેલ્થ ગેમ્સ 2026માં ભારતની પેરા એથ્લીટ શર્મિલા ધનખડે શાનદાર પ્રદર્શન કરીને ઈતિહાસ રચ્યો છે. મહિલા શોટપુટ F57 સ્પર્ધામાં શર્મિલા ધનખડે 9.81 મીટરનો થ્રો કરીને ગોલ્ડ મેડલ પોતાના નામે કર્યો છે. આ સાથે તેઓ કોમનવેલ્થ ગેમ્સની પેરા એથ્લેટિક્સ સ્પર્ધામાં ભારત માટે ગોલ્ડ મેડલ જીતનારી પ્રથમ ખેલાડી બની છે.

ભારતની સ્ટાર વેઈટલિફ્ટર મીરાબાઈ ચાનુએ 2026ની કોમનવેલ્થ ગેમ્સમાં શાનદાર પ્રદર્શન કરીને ભારત માટે પ્રથમ ગોલ્ડ મેડલ જીત્યો છે. મીરાબાઈ ચાનુએ મહિલાઓની 48 કિગ્રા વેઈટલિફ્ટિંગ કેટેગરીમાં ગોલ્ડ મેડલ પોતાના નામે કર્યો છે. આ સાથે તેમણે કોમનવેલ્થ ગેમ્સમાં સતત ત્રીજી વખત ગોલ્ડ મેડલ જીતીને ઐતિહાસિક હેટ્રિક પૂર્ણ કરી છે.