કોમનવેલ્થ ગેમ્સ 2026: શર્મિલા ધનખડે રચ્યો ઈતિહાસ, પેરા એથ્લેટિક્સમાં ભારતને અપાવ્યું પ્રથમ ગોલ્ડ

ગ્લાસગોમાં યોજાઈ રહેલી કોમનવેલ્થ ગેમ્સ 2026માં ભારતની પેરા એથ્લીટ શર્મિલા ધનખડે શાનદાર પ્રદર્શન કરીને ઈતિહાસ રચ્યો છે. મહિલા શોટપુટ F57 સ્પર્ધામાં શર્મિલા ધનખડે 9.81 મીટરનો થ્રો કરીને ગોલ્ડ મેડલ પોતાના નામે કર્યો છે. આ સાથે તેઓ કોમનવેલ્થ ગેમ્સની પેરા એથ્લેટિક્સ સ્પર્ધામાં ભારત માટે ગોલ્ડ મેડલ જીતનારી પ્રથમ ખેલાડી બની છે.
Growth Now News
Growth Now News
કોમનવેલ્થ ગેમ્સ 2026: શર્મિલા ધનખડે રચ્યો ઈતિહાસ, પેરા એથ્લેટિક્સમાં ભારતને અપાવ્યું પ્રથમ ગોલ્ડકોમનવેલ્થ ગેમ્સ 2026: શર્મિલા ધનખડે રચ્યો ઈતિહાસ, પેરા એથ્લેટિક્સમાં ભારતને અપાવ્યું પ્રથમ ગોલ્ડ

ગ્લાસગોમાં યોજાઈ રહેલી કોમનવેલ્થ ગેમ્સ 2026માં ભારતની પેરા એથ્લીટ શર્મિલા ધનખડે શાનદાર પ્રદર્શન કરીને ઈતિહાસ રચ્યો છે. મહિલા શોટપુટ F57 સ્પર્ધામાં શર્મિલા ધનખડે 9.81 મીટરનો થ્રો કરીને ગોલ્ડ મેડલ પોતાના નામે કર્યો છે. આ સાથે તેઓ કોમનવેલ્થ ગેમ્સની પેરા એથ્લેટિક્સ સ્પર્ધામાં ભારત માટે ગોલ્ડ મેડલ જીતનારી પ્રથમ ખેલાડી બની છે.

ઐતિહાસિક જીત બાદ શર્મિલા ધનખડે ખુશી વ્યક્ત કરતાં કહ્યું કે, દેશ માટે મેડલ જીતવો તેમના માટે સપના સમાન છે. તેમણે કહ્યું કે તેઓ આગળ પણ સખત મહેનત ચાલુ રાખશે અને આવનારી કોમનવેલ્થ ગેમ્સ માટે સારી તૈયારી કરીને વધુ મેડલ જીતવાનો પ્રયાસ કરશે. તેમણે તમામ ભારતીય એથ્લીટ્સ ગોલ્ડ મેડલ જીતે તેવી ઈચ્છા પણ વ્યક્ત કરી હતી.

શર્મિલાની આ ઐતિહાસિક સિદ્ધિ બદલ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ, ઉપરાષ્ટ્રપતિ સી.પી. રાધાકૃષ્ણન સહિત અનેક નેતાઓએ તેમને અભિનંદન પાઠવ્યા છે. રાષ્ટ્રપતિએ કહ્યું કે શર્મિલાની સફળતા યુવા ખેલાડીઓને પોતાના ક્ષેત્રમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરવા માટે પ્રેરણા આપશે.

હરિયાણાના મુખ્યમંત્રી નાયબ સિંહ સૈની, રાજસ્થાનના મુખ્યમંત્રી ભજનલાલ શર્મા, કેન્દ્રીય મંત્રી ચિરાગ પાસવાન અને કાયદા-ન્યાય મંત્રી અર્જુન રામ મેઘવાલે પણ શર્મિલાને અભિનંદન પાઠવ્યા છે. નેતાઓએ તેમની આ સિદ્ધિને દેશ માટે ગૌરવની ક્ષણ ગણાવી છે.