‘તમારું ઐતિહાસિક પ્રદર્શન ભારતીય પેરા એથ્લેટિક્સ માટે મોટી ઉપલબ્ધિ’, રાષ્ટ્રપતિએ દિલીપ, બાસિલ અને શ્રીશંકરને પાઠવી શુભેચ્છા

કોમનવેલ્થ ગેમ્સ 2026નો સાતમો દિવસ ભારત માટે શાનદાર રહ્યો. ભારતીય ખેલાડીઓએ એથ્લેટિક્સમાં ત્રણ મેડલ જીતી દેશનું ગૌરવ વધાર્યું છે. પુરુષોની લોંગ જમ્પમાં મુરલી શ્રીશંકરે સિલ્વર મેડલ જીત્યો હતો. જ્યારે પેરા એથ્લેટિક્સની પુરુષોની 100 મીટર T47 સ્પર્ધામાં દિલીપ મહાદુ ગાવિતે ગોલ્ડ અને મોહમ્મદ બાસિલે સિલ્વર મેડલ જીતી ઐતિહાસિક સફળતા મેળવી હતી.
Growth Now News
Growth Now News
‘તમારું ઐતિહાસિક પ્રદર્શન ભારતીય પેરા એથ્લેટિક્સ માટે મોટી ઉપલબ્ધિ’, રાષ્ટ્રપતિએ દિલીપ, બાસિલ અને શ્રીશંકરને પાઠવી શુભેચ્છા‘તમારું ઐતિહાસિક પ્રદર્શન ભારતીય પેરા એથ્લેટિક્સ માટે મોટી ઉપલબ્ધિ’, રાષ્ટ્રપતિએ દિલીપ, બાસિલ અને શ્રીશંકરને પાઠવી શુભેચ્છા

કોમનવેલ્થ ગેમ્સ 2026નો સાતમો દિવસ ભારત માટે શાનદાર રહ્યો. ભારતીય ખેલાડીઓએ એથ્લેટિક્સમાં ત્રણ મેડલ જીતી દેશનું ગૌરવ વધાર્યું છે. પુરુષોની લોંગ જમ્પમાં મુરલી શ્રીશંકરે સિલ્વર મેડલ જીત્યો હતો. જ્યારે પેરા એથ્લેટિક્સની પુરુષોની 100 મીટર T47 સ્પર્ધામાં દિલીપ મહાદુ ગાવિતે ગોલ્ડ અને મોહમ્મદ બાસિલે સિલ્વર મેડલ જીતી ઐતિહાસિક સફળતા મેળવી હતી.

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ત્રણેય ખેલાડીઓને મેડલ જીતવા બદલ શુભેચ્છા પાઠવી હતી. તેમણે દિલીપ ગાવિત અને મોહમ્મદ બાસિલના પ્રદર્શનને ભારતીય પેરા એથ્લેટિક્સ માટે મોટી ઉપલબ્ધિ ગણાવ્યું હતું. તેમણે કહ્યું કે ખેલાડીઓની દૃઢતા અને શાનદાર પ્રદર્શન દેશ માટે પ્રેરણારૂપ છે.

રાષ્ટ્રપતિએ મુરલી શ્રીશંકરને પણ સતત બીજી કોમનવેલ્થ ગેમ્સમાં લોંગ જમ્પમાં સિલ્વર મેડલ જીતવા બદલ અભિનંદન પાઠવ્યા હતા. શ્રીશંકરે 8.09 મીટરની છલાંગ લગાવી હતી.

કેન્દ્રીય રમતગમત મંત્રી મનસુખ માંડવિયાએ પણ ત્રણેય ખેલાડીઓને અભિનંદન પાઠવ્યા હતા. તેમણે દિલીપ ગાવિતના 10.71 સેકન્ડના ગેમ્સ રેકોર્ડની ખાસ પ્રશંસા કરી હતી. દિલીપ કોમનવેલ્થ ગેમ્સમાં એથ્લેટિક્સ ગોલ્ડ જીતનાર પ્રથમ ભારતીય પુરુષ પેરા એથ્લેટ બન્યા છે.

રક્ષામંત્રી રાજનાથ સિંહે શ્રીશંકરની સતત સફળતા અને ઈજામાંથી વાપસીની પ્રશંસા કરી હતી. દિલ્હી મુખ્યમંત્રી રેખા ગુપ્તાએ પણ દિલીપ અને બાસિલના ઐતિહાસિક વન-ટુ ફિનિશને અભિનંદન પાઠવ્યા હતા.