
Food Safety News: તહેવારોની સિઝનમાં માવો, પનીર, માંસ અને માછલી જેવા ઝડપથી બગડી શકે તેવા ખાદ્યપદાર્થોની ગુણવત્તા જાળવવા માટે ભારતીય ખાદ્ય સુરક્ષા અને માનક પ્રાધિકરણ (FSSAI) સખત બન્યું છે.

Rajkot: રાજકોટમાં લોકમેળાના પ્રથમ દિવસે જ આરોગ્ય વિભાગની ટીમે ખાદ્ય પદાર્થોના સ્ટોલ પર સરપ્રાઈઝ ચેકિંગ હાથ ધરતાં ચોંકાવનારી બાબત સામે આવી છે.

Bharuch: ભરૂચ શહેરના બ્લુચિપ કોમ્પ્લેક્સમાં આવેલા ઓનલાઈન ગ્રોસરી ડિલિવરી પ્લેટફોર્મ Blinkitના સ્ટોરમાં ફૂડ એન્ડ ડ્રગ વિભાગ દ્વારા સરપ્રાઈઝ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું.

રાજકોટમાં ફરી એકવાર ખાદ્ય પદાર્થોની ગુણવત્તા અને સ્વચ્છતા સામે ગંભીર સવાલો ઊભા થયા છે. શહેરના ત્રિકોણબાગ વિસ્તારમાં આવેલી એક બેકરીમાંથી ગ્રાહકે ખરીદેલા ટોસ્ટમાંથી જીવતી ઇયળ મળી આવી હોવાનો મામલો સામે આવ્યો છે.

રાજકોટમાં ખાદ્ય સુરક્ષા અને સ્વચ્છતા અંગે મનપા એક્શનમાં જોવા મળી રહી છે. રાજકોટ મહાનગરપાલિકાના ફૂડ વિભાગે છેલ્લા 6 દિવસમાં 400થી વધુ ખાણીપીણીની પેઢીઓમાં ત્રાટકતી તપાસ હાથ ધરી છે. તપાસ દરમિયાન 2900 કિલોથી વધુ અખાદ્ય ખોરાકનો નાશ કરવામાં આવ્યો છે, જ્યારે નિયમોનું ઉલ્લંઘન કરનાર વેપારીઓ પાસેથી લાખો રૂપિયાનો દંડ વસૂલવાની સાથે અનેક પેઢીઓને નોટિસ અને સીલ કરવાની કાર્યવાહી પણ કરવામાં આવી છે.

રાજકોટના 150 ફૂટ રિંગ રોડ પર આવેલી જાણીતી ‘બાલાજી થાળ’ રેસ્ટોરન્ટમાં આરોગ્ય વિભાગે અચાનક દરોડો પાડતા ખળભળાટ મચી ગયો છે. તપાસ દરમિયાન રસોડામાંથી શંકાસ્પદ અને અખાદ્ય ખાદ્ય સામગ્રી મળી આવતા ફૂડ વિભાગે સ્થળ પર જ તેનો નાશ કરી વધુ તપાસ શરૂ કરી છે.

LCB દ્વારા મોગર ગામની સીમ વિસ્તારમાં આવેલી અંબિકા ડેરીમાં દરોડો પાડવામાં આવ્યો છે, જેમાં ગંભીર ગેરરીતિઓ સામે આવી છે.

શહેરમાં નાગરિકોના આરોગ્ય સાથે ચેડાં કરતા વેપારીઓ સામે રાજકોટ મહાનગરપાલિકાના ફૂડ વિભાગે આજે વિશેષ ચેકિંગ હાથ ધર્યું હતું. આ દરમિયાન શહેરની જાણીતી સ્વીટ્સ અને ડેરી પ્રોડક્ટ્સ વેચતી કેટલીક પેઢીઓમાંથી મોટી માત્રામાં વાસી તેમજ એક્સપાયરી ડેટ વાળો અખાદ્ય જથ્થો ઝડપાયો હતો.