Get News Alerts

Never miss breaking news updates.

આણંદ LCBનો દરોડો: અંબિકા ડેરીમાંથી 400 કિ.ગ્રા અખાદ્ય માવો જપ્ત, બગડેલું પનીર પણ મળ્યું

LCB દ્વારા મોગર ગામની સીમ વિસ્તારમાં આવેલી અંબિકા ડેરીમાં દરોડો પાડવામાં આવ્યો છે, જેમાં ગંભીર ગેરરીતિઓ સામે આવી છે.
Rahul Desai
Rahul DesaiUpdated on: 11 Jun 2026 03:23 PM IST
આણંદ LCBનો દરોડો: અંબિકા ડેરીમાંથી 400 કિ.ગ્રા અખાદ્ય માવો જપ્ત, બગડેલું પનીર પણ મળ્યુંઆણંદ LCBનો દરોડો: અંબિકા ડેરીમાંથી 400 કિ.ગ્રા અખાદ્ય માવો જપ્ત, બગડેલું પનીર પણ મળ્યું

આણંદ: LCB દ્વારા મોગર ગામની સીમ વિસ્તારમાં આવેલી અંબિકા ડેરીમાં દરોડો પાડવામાં આવ્યો છે, જેમાં ગંભીર ગેરરીતિઓ સામે આવી છે.

તપાસ દરમિયાન ડેરીમાં સંપૂર્ણપણે હાઈજીન વિના માવો અને પનીર બનાવવામાં આવતું હોવાનું બહાર આવ્યું છે. આશરે 400 કિલોગ્રામ જેટલો અખાદ્ય માવાનો જથ્થો મળી આવ્યો હતો, જેના સેમ્પલ લીધા બાદ તેને નષ્ટ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

કોલ્ડ સ્ટોરેજમાંથી બગડેલી હાલતનું પનીર પણ મળી આવ્યું હતું, જ્યારે શંકાસ્પદ માવો અને પનીરનો મોટો જથ્થો LCBને મળ્યો છે. આ સમગ્ર મામલે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ તથા FSLની ટીમને સ્થળ પર બોલાવી આગળની તપાસ શરૂ કરવામાં આવી છે.

પ્રાથમિક માહિતી મુજબ અંબિકા ડેરી છેલ્લા 8 મહિનાથી કાર્યરત હતી. ડેરીમાંથી મળેલા તમામ પનીર અને માવાના સેમ્પલ લઈ તેની ગુણવત્તા તપાસ માટે મોકલવામાં આવ્યા છે અને ત્યારબાદ આગળની કાનૂની કાર્યવાહી કરવામાં આવશે.

આ ઉપરાંત શંકાસ્પદ અખાદ્ય પનીર અને માવાનો જથ્થો શીલ કરવાની કાર્યવાહી પણ કરવામાં આવી છે. તપાસ દરમિયાન જાણવા મળ્યું છે કે આ પ્રોડક્ટ મોટાભાગે મહારાષ્ટ્રમાં સપ્લાય થતી હતી, જો કે ડેરીના માલિકે આ અંગે પોતાનો દાવો રજૂ કર્યો છે.

FSL ટીમે સ્થળ પરથી પનીર અને માવાના નમૂનાઓ એકત્ર કરી વધુ તપાસ શરૂ કરી છે, જ્યારે સમગ્ર કેસમાં કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.

AUTHOR
Rahul Desai

Rahul Desai

Author details are not available.