
Surat Breaking: સુરતના બસેરા નગરમાં ગભેની ચોકડી પાસે આજે સવારે દુકાનોમાં અચાનક ભીષણ આગ ભભૂકી ઊઠતાં સમગ્ર વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.

Surat: શહેરના પાંડેસરા વિસ્તારમાં આવેલા આકાશ રો-હાઉસમાં ઈકો કારમાં અચાનક આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. કારમાં આગ લાગ્યાની જાણ થતાં પાંડેસરા પોલીસની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી.

જામનગરના 8 પટેલ કોલોની વિસ્તારમાં આવેલ એક પડતર મકાનમાં કચરાના ઢગલામાં અચાનક આગ લાગી હતી. સ્થાનિકોની જાણ બાદ ફાયર બ્રિગેડે તાત્કાલિક કામગીરી કરી આગ પર કાબૂ મેળવ્યો હતો. ઘટનામાં કોઈ જાનહાનિ નોંધાઈ નથી, જ્યારે આગ લાગવાનું કારણ હજુ અકબંધ છે.

અમદાવાદમાં સેટેલાઈટ વિસ્તારમાં આવેલા ફલેટમાં આજે સવારે અચાનક આગ લાગતા અફરા તફરીનો માહોલ જોવા મળી રહ્યો હતો. આ ગ એટલી વિકરાટ હતી કે તેના ઘૂમાડા દૂર દૂર સુધી જોવા મળી રહ્યો હતા. આગ બૂઝાવવા માટે 6 ગાડીઓ ઘટના સ્થળ પર પહોંચીને આગ પર કાબૂ મેળવ્યો હતો. આ બનાવને લઈને કોઈ મોટી જાનહાની થઈ નથી

અમદાવાદમાં આવેલા જીવરાજ પાર્કમાં સહજાનંદ ટાવરમાં આજે સવારે અચાનક આગ લાગતા દોડધામ મચી ગઈ હતી. જોત જોતામાં આગ એટલી વિકરાટ હતી કે તેના આગના ગોટેગોટા દૂર દૂર સુધી દેખાતા હતા. ત્યારે ફાયર વિભાગને જાણ કરતા તેઓ તાત્કાલિક ઘટના સ્થળ પર પહોંચીને આગ પર કાબૂ મેળવી લીધો હતો. સંહજાનંદ ટાવરના અંદર રહેતા રહેવાસીઓને સુરક્ષિત સ્થળ પર લઈ જવામાં આવ્યા હતા. આગ કેમ લાગી હતી તેની તપાસ હાલ ચાલુ છે.

રાણપુર નવાગામ ચોકડી નજીકથી પસાર થઈ રહેલા મગફળી ભરેલા ટ્રકમાં અચાનક આગ લાગવાની ઘટના સામે આવી છે. અગમ્ય કારણોસર ટ્રકમાં આગ ભભૂકી ઉઠતા થોડી જ વારમાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું.

પ્રાથમિક માહિતી મુજબ કંપનીના પરિસરમાંથી સતત ઊંચી જ્વાળાઓ અને ઘાટો ધુમાડો બહાર નીકળતો જોવા મળ્યો હતો. આગ લાગવાનું ચોક્કસ કારણ હજી સુધી સ્પષ્ટ થયું નથી.

જોધપુર વિસ્તારમાં BRTS બસ સ્ટેન્ડ નજીક આવેલી પારસ મેડિકલ એજન્સીના ગોડાઉનમાં ભીષણ આગ લાગતા વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ઘટનાની જાણ થતાં જ ફાયરબ્રિગેડની ચાર ગાડીઓ અને અધિકારીઓની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી આગ બુઝાવવાની કામગીરી હાથ ધરી હતી. માહિતી અનુસાર ગોડાઉનમાં મેડિકલ સાધનો અને દવાઓનો મોટો જથ્થો સંગ્રહિત હોવાથી આગે ઝડપથી વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. આગ સાથે ગાઢ ધુમાડો ફેલાતા ફાયરબ્રિગેડને બચાવ કામગીરીમાં ભારે મુશ્કેલી પડી હતી.

અમદાવાદ શહેરમાં આજે બપોરના સમયે કઠવાડા જીઆઈડીસીમાં ભીષણ આગ લાગતા અફરા તરફરીનો માહોલ જોવા મળી રહ્યો હતો. ગેટ નંબર -1 પાસે અચાનક આગ લાગતા ફાયર વિભાગને જાણ થતા તાત્કાલિક ગાડીઓનો કાફલો ઘટના સ્થળ પર પહોંચીને આગ પર કાબૂ લેવા માટે પાણીનો મારો કર્યો હતો. આગના કારણે આસપાસના વિસ્તારને ખાલી કરી દેવામાં આવ્યો હતો.