અમદાવાદ મોરૈયા આગ: કંપનીમાં વિકરાળ આગથી વિસ્તારમાં હાહાકાર



અમદાવાદ મોરૈયા આગ: કંપનીમાં વિકરાળ આગથી વિસ્તારમાં હાહાકાર



અમદાવાદ અમદાવાદ જિલ્લાના મોરૈયા વિસ્તારમાં આવેલી એસડી પ્રિન્ટ કંપનીમાં ભીષણ આગ લાગવાની ઘટના સામે આવી છે. આગ એટલી વિકરાળ બની છે કે દૂર દૂર સુધી આકાશમાં કાળા ધુમાડાના ગોટેગોટા જોવા મળી રહ્યા છે.
ઘટનાની જાણ થતા જ આસપાસના વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ફાયર વિભાગની ટીમો પહોંચે તે પહેલા જ સ્થળ પર ભારે ધુમાડો અને ઊંચી જ્વાળાઓ જોવા મળ્યા હતા.
પ્રાથમિક માહિતી મુજબ કંપનીના પરિસરમાંથી સતત ઊંચી જ્વાળાઓ અને ઘાટો ધુમાડો બહાર નીકળતો જોવા મળ્યો હતો. આગ લાગવાનું ચોક્કસ કારણ હજી સુધી સ્પષ્ટ થયું નથી.
ફાયર વિભાગની અનેક ટીમો આગ પર કાબૂ મેળવવા માટે સતત કામગીરી કરી રહી છે. હાલ સુધી કોઈ જાનહાનિ અંગે સત્તાવાર માહિતી સામે આવી નથી.
મોરૈયા તરફ જતા માર્ગો પર લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા અને સમગ્ર વિસ્તારમાં ધુમાડાના કારણે ભય અને ગભરાટનો માહોલ જોવા મળી રહ્યો છે.




