રાજકોટ: મગફળી ભરેલા ટ્રકમાં અચાનક આગ, તમામ જથ્થો બળીને ખાખ



રાજકોટ: મગફળી ભરેલા ટ્રકમાં અચાનક આગ, તમામ જથ્થો બળીને ખાખ



રાજકોટ રાજકોટ શહેરના રાણપુર નવાગામ ચોકડી નજીકથી પસાર થઈ રહેલા મગફળી ભરેલા ટ્રકમાં અચાનક આગ લાગવાની ઘટના સામે આવી છે. અગમ્ય કારણોસર ટ્રકમાં આગ ભભૂકી ઉઠતા થોડી જ વારમાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું.
ટ્રકમાં મોટી માત્રામાં મગફળીનો જથ્થો ભરેલો હોવાથી આગ ઝડપથી ફેલાઈ ગઈ હતી અને ટ્રકમાં ભરેલી તમામ મગફળી બળીને ખાખ થઈ ગઈ હતી.
ઘટના બનતા જ આસપાસના સ્થાનિક લોકો તાત્કાલિક મદદ માટે દોડી આવ્યા હતા અને પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કર્યો હતો.
આગ લાગતાની સાથે જ ટ્રકમાં સવાર લોકોએ સમયસૂચકતા વાપરી તુરંત નીચે ઉતરી જતા મોટી જાનહાનિ ટળી હતી. ઘટનાને પગલે વિસ્તારમાં થોડીવાર માટે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.
પ્રાથમિક તબક્કે આગ લાગવાનું ચોક્કસ કારણ સામે આવ્યું નથી. સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.




