
Army Education Support: દેશની સરહદોની રક્ષા કરતા સૈનિકોના બાળકોના શિક્ષણને લઈને ભારતીય સેનાએ મહત્વપૂર્ણ પહેલ કરી છે.

Dahod: દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાના સલરા ગામની ઉત્તર બુનિયાદી શાળામાં ગંભીર બેદરકારી સામે આવતા શિક્ષણ વિભાગે કાર્યવાહી શરૂ કરી છે.

દેશભરમાં આજે યોજાઈ રહેલી RE-NEET પરીક્ષા દરમિયાન વિદ્યાર્થીઓને ટ્રાફિકની સમસ્યા ન સર્જાય તે માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સંવેદનશીલતા દર્શાવી હતી. પશ્ચિમ બંગાળના પ્રવાસ બાદ દિલ્હી એરપોર્ટ પર પહોંચેલા વડાપ્રધાન લગભગ 45 મિનિટ સુધી એરપોર્ટ પર જ રોકાયા હતા અને પરીક્ષા શરૂ થયા બાદ જ પોતાના નિવાસસ્થાને રવાના થયા હતા. વિદ્યાર્થીઓની સુવિધાને પ્રાથમિકતા આપતા તેમના આ નિર્ણયની વ્યાપક ચર્ચા થઈ રહી છે.

દેશભરમાં રવિવારે NEET-UG 2026ની પુનઃ પરીક્ષા યોજાઈ રહી છે. અગાઉ પેપર લીકની ઘટનાના કારણે ફરીથી પરીક્ષા લેવામાં આવી રહી છે, જેને લઈને વિવિધ રાજ્યોમાં કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. વિદ્યાર્થીઓમાં એક તરફ તણાવ છે તો બીજી તરફ સારી તૈયારીના આધારે સફળતાની આશા પણ જોવા મળી રહી છે.

દેશભરના કરોડો વિદ્યાર્થીઓમાં લોકપ્રિય બનેલા ખાન સર ફરી એકવાર ચર્ચામાં છે. આ વખતે તેઓ પટનાની કોચિંગ ઈન્ડસ્ટ્રી સાથે જોડાયેલા રોશન આનંદ પ્રકરણને કારણે સમાચારોમાં છે. ખાન સર પોતાની સરળ શિક્ષણ શૈલી, ઓછી ફી અને મુશ્કેલ વિષયોને સરળ ભાષામાં સમજાવવાની કળા માટે જાણીતા છે, પરંતુ તેમની કારકિર્દી દરમિયાન અનેક વિવાદો પણ જોડાયા છે.

રાજકોટ જિલ્લા શિક્ષણ વિભાગના સર્વેમાં શિક્ષણ ક્ષેત્રે ચિંતાજનક ચિત્ર સામે આવ્યું છે. જિલ્લામાં 45 હજારથી વધુ વિદ્યાર્થીઓએ અધવચ્ચે અભ્યાસ છોડી દીધો હોવાનું બહાર આવ્યું છે. સૌથી વધુ ડ્રોપઆઉટ ધોરણ 10માં નોંધાયો છે, જ્યારે હજારો બાળકો સ્થળાંતર કરી ગયા છે અને કેટલાક બાળકોનો હજુ સુધી કોઈ પત્તો લાગ્યો નથી. હવે શિક્ષણ વિભાગ આવા વિદ્યાર્થીઓને ફરી શાળામાં જોડવા માટે વિશેષ અભિયાન ચલાવી રહ્યું છે.

સુરત ખાતે મુખ્યમંત્રી દ્વારા પટેલ સમાજ દ્વારા જમનાબા વિદ્યાર્થી ભવનનું લોકાર્પણ કરવામાં આવ્યુ હતુ. જેના કારણે આનો લાભ 1 હજાર કરતા વિદ્યાર્થીઓ લઈ શકશે. આ લોકાર્પણમાં મુખ્યમંત્રી સાથે સાથે કેન્દ્ર મંત્રી મનસુખભાઈ માંડવીયા અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી પણ હાજર રહ્યા હતા. આ ભવનમાં આધુનિક પુસ્તકાલય અને ઓડિટોરિયમ જેવી સુવિધાઓ ઉપલબ્ધ છે.

અમરેલી જિલ્લાના સાવરકુંડલામાં વસ્તી ગણતરીના ફેઝ-2 અંતર્ગત ચાલી રહેલી તાલીમ દરમિયાન શિક્ષકોમાં યોગ્ય વ્યવસ્થાના અભાવે ભારે અસંતોષ જોવા મળ્યો છે. કે.કે. હાઈસ્કૂલ ખાતે યોજાયેલી આ તાલીમમાં પરિસ્થિતિ તંગ બનતાં શિક્ષકોમાં રોષની લાગણી ઉભી થઈ છે અને તંત્રની કામગીરી સામે પ્રશ્નો ઉઠ્યા છે.

મહારાષ્ટ્રના લાતૂરથી બહાર આવેલું આ સમગ્ર નેટવર્ક હવે ‘લાતૂર પેટર્ન’ તરીકે ચર્ચાનું કેન્દ્ર બન્યું છે. CBIની તપાસ પહેલા સ્થાનિક પોલીસ દ્વારા પણ આ મોડ્યુલને લઈને અનેક મહત્વપૂર્ણ ખુલાસા કરવામાં આવ્યા હતા. હાલ CBIની ટીમ સતત લાતૂરમાં કેમ્પ કરીને તપાસ ચલાવી રહી છે. તપાસ દરમિયાન જાણીતા RCC ઇન્સ્ટિટ્યૂટના સંચાલક શિવરાજ મોટેગાંવકર સહિત અનેક વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓની પૂછપરછ કરવામાં આવી છે.