સુરતમાં ‘જમનાબા વિદ્યાર્થી ભવન’નું મુખ્યમંત્રી દ્વારા લોકાર્પણ કરાયુ



સુરતમાં ‘જમનાબા વિદ્યાર્થી ભવન’નું મુખ્યમંત્રી દ્વારા લોકાર્પણ કરાયુ



સુરત સુરત ખાતે સૌરાષ્ટ્ર પટેલ સમાજ સંચાલિત ‘જમનાબા વિદ્યાર્થી ભવન’નું લોકાર્પણ ગુજરાતના મુખ્યમંત્રી Bhupendra Patelના હસ્તે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે કેન્દ્રીય મંત્રી Mansukh Mandaviya તેમજ રાજ્યના નાયબ મુખ્યમંત્રી Harsh Sanghavi વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.

સુરતમાં નિર્માણ પામેલ આ આધુનિક વિદ્યાર્થી ભવન દ્વારા સૌરાષ્ટ્ર પટેલ સમાજના ઉચ્ચ અભ્યાસ કરતા એક હજારથી વધુ વિદ્યાર્થીઓને રહેઠાણ અને અભ્યાસની સુવિધાનો લાભ મળશે. ભવનમાં આધુનિક પુસ્તકાલય, ઓડિટોરિયમ તેમજ અતિથિ ભવન જેવી સુવિધાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે, જે વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસમાં મહત્વપૂર્ણ સાબિત થશે.
કાર્યક્રમ દરમિયાન મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે સમાજ દ્વારા શિક્ષણ અને સામાજિક ક્ષેત્રે કરવામાં આવતી નિસ્વાર્થ સેવાકીય પ્રવૃત્તિઓ અન્ય સમાજો માટે પણ પ્રેરણારૂપ છે. તેમણે શિક્ષણ ક્ષેત્રે સમાજના યોગદાનને બિરદાવ્યું હતું.
આ વિદ્યાર્થી ભવન શરૂ થતાં હવે અનેક વિદ્યાર્થીઓને ઉચ્ચ શિક્ષણ મેળવવામાં વધુ સહાય મળશે અને ભવિષ્ય નિર્માણ માટે ઉત્તમ માહોલ પ્રાપ્ત થશે.




