
રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસોથી પડી રહેલા ભારે વરસાદને કારણે ખાસ કરીને દક્ષિણ ગુજરાતના નવસારી અને વલસાડ જિલ્લામાં અનેક વિસ્તારોમાં તારાજીની સ્થિતિ સર્જાઈ છે. અતિવૃષ્ટિના કારણે અનેક પરિવારોને ઘર, ઘરવખરી, પશુધન, ખેતી અને રોજગારનું નુકસાન થયું છે. આ વિકટ પરિસ્થિતિ વચ્ચે વલસાડના સાંસદ ડો. ધવલ પટેલે જિલ્લાના નાગરિકોને ધીરજ અને હિંમત જાળવી રાખવા અપીલ કરી છે.

Gujarat Rain CM Review: રાજ્યમાં સતત વરસાદી માહોલ વચ્ચે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે શનિવારે મોડી સાંજે સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર (SEOC)ની મુલાકાત લઈને સમગ્ર પરિસ્થિતિની સમીક્ષા કરી હતી. મુખ્યમંત્રી સાથે મુખ્ય સચિવ એમ.કે. દાસ, મહેસૂલ વિભાગના અધિક મુખ્ય સચિવ ડૉ. જયંતિ રવિ અને રાહત કમિશનર ગૌરાંગ મકવાણા હાજર રહ્યા હતા. સમીક્ષા દરમિયાન આગામી 24 કલાક માટે ઉત્તર ગુજરાતના પાટણ, મહેસાણા, વાવ-થરાદ...

બનાસકાંઠા અને વાવ-થરાદ જિલ્લામાં છેલ્લા 24 કલાકથી પડી રહેલા ભારે વરસાદ અને આગામી દિવસોમાં પણ ભારે વરસાદની હવામાન વિભાગની આગાહીને પગલે જિલ્લા તંત્ર સંપૂર્ણ એલર્ટ મોડ પર છે. વરસાદી પરિસ્થિતિની સમીક્ષા કરવા માટે થરાદ ખાતે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીના અધ્યક્ષસ્થાને ઉચ્ચસ્તરીય સમીક્ષા બેઠક યોજાઈ હતી.

Gujarat Heavy Rain Update: છેલ્લા ૨૪ કલાકથી રાજ્યમાં, ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં સર્જાયેલી અતિ ભારે વરસાદની સ્થિતિ અંગે પ્રવક્તા મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું હતું કે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર આ આફતની સ્થિતિમાં જનતાની સાથે છે અને સમગ્ર વહીવટી તંત્ર નાગરિકોની સલામતી માટે ખડેપગે છે. તેમણે જણાવ્યું હતું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી આજે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાથે...

ગાંધીનગર: દક્ષિણ ગુજરાતમાં સતત વરસી રહેલા અતિભારે વરસાદને પગલે સર્જાયેલી ગંભીર પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગર સ્થિત સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર (SEOC) ખાતે ઉચ્ચસ્તરીય સમીક્ષા બેઠક યોજી હતી. બેઠક દરમિયાન સુરત, વલસાડ, નવસારી અને તાપી જિલ્લામાં ચાલી રહેલી રાહત અને બચાવ કામગીરીની વિગતવાર સમીક્ષા કરવામાં આવી હતી. મુખ્યમંત્રીએ સંબંધિત જિલ્લા કલેક્ટરો સાથે સીધી ટેલિફોનિક વાતચીત કરીને વરસાદ, નદીના...

ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે લખનૌમાં 200 કરોડ રૂપિયાથી વધુના ખર્ચે નિર્માણ પામેલા ઉત્તર પ્રદેશ રાજ્ય આપદા વ્યવસ્થાપન પ્રાધિકરણ (યુપીએસડીએમએ)ના નવા મુખ્યાલયનું લોકાર્પણ કર્યું. આ પ્રસંગે તેમણે કહ્યું કે આપદા વ્યવસ્થાપન માત્ર સરકારી તંત્રની જવાબદારી નથી, પરંતુ લોકોમાં જાગૃતિ, પૂર્વ તૈયારી અને અસરકારક અર્લી વોર્નિંગ સિસ્ટમ દ્વારા જાનમાલના નુકસાનને મોટા પ્રમાણમાં અટકાવી શકાય છે.

જમ્મુ-કાશ્મીરના રાજૌરી જિલ્લામાં રવિવારે વહેલી સવારે ભારે વરસાદને કારણે ભારે તબાહી સર્જાઈ છે. રાતભર પડેલા મૂશળધાર વરસાદ બાદ અચાનક આવેલા ફ્લેશ ફ્લડના કારણે નદીઓ અને નાળાઓમાં પાણીનો પ્રવાહ વધ્યો હતો, જેના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયું હતું.

Bhupendra Patel Surat Valsad Visit: ગુજરાતમાં ચોમાસાની શરૂઆત સાથે જ દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાએ કહેર વરસાવતા સુરત અને વલસાડ સહિતના વિસ્તારોમાં પૂર જેવી ગંભીર સ્થિતિ સર્જાઈ છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આવતીકાલે (ગુરુવારે) પૂરગ્રસ્ત સુરત અને વલસાડ જિલ્લાની મુલાકાત લેશે. તેઓ અસરગ્રસ્ત વિસ્તારોની રૂબરૂ મુલાકાત લઈને રાહત અને બચાવ કામગીરીની સમીક્ષા કરશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અસરગ્રસ્ત વિસ્તારોમાં જઈ...