યોગી આદિત્યનાથે ઉત્તર પ્રદેશ રાજ્ય આપદા વ્યવસ્થાપન પ્રાધિકરણના નવા મુખ્યાલયનું કર્યું લોકાર્પણ

ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે લખનૌમાં 200 કરોડ રૂપિયાથી વધુના ખર્ચે નિર્માણ પામેલા ઉત્તર પ્રદેશ રાજ્ય આપદા વ્યવસ્થાપન પ્રાધિકરણ (યુપીએસડીએમએ)ના નવા મુખ્યાલયનું લોકાર્પણ કર્યું. આ પ્રસંગે તેમણે કહ્યું કે આપદા વ્યવસ્થાપન માત્ર સરકારી તંત્રની જવાબદારી નથી, પરંતુ લોકોમાં જાગૃતિ, પૂર્વ તૈયારી અને અસરકારક અર્લી વોર્નિંગ સિસ્ટમ દ્વારા જાનમાલના નુકસાનને મોટા પ્રમાણમાં અટકાવી શકાય છે.
Growth Now News
Growth Now News
યોગી આદિત્યનાથે ઉત્તર પ્રદેશ રાજ્ય આપદા વ્યવસ્થાપન પ્રાધિકરણના નવા મુખ્યાલયનું કર્યું લોકાર્પણયોગી આદિત્યનાથે ઉત્તર પ્રદેશ રાજ્ય આપદા વ્યવસ્થાપન પ્રાધિકરણના નવા મુખ્યાલયનું કર્યું લોકાર્પણ

ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે લખનૌમાં 200 કરોડ રૂપિયાથી વધુના ખર્ચે નિર્માણ પામેલા ઉત્તર પ્રદેશ રાજ્ય આપદા વ્યવસ્થાપન પ્રાધિકરણ (યુપીએસડીએમએ)ના નવા મુખ્યાલયનું લોકાર્પણ કર્યું. આ પ્રસંગે તેમણે કહ્યું કે આપદા વ્યવસ્થાપન માત્ર સરકારી તંત્રની જવાબદારી નથી, પરંતુ લોકોમાં જાગૃતિ, પૂર્વ તૈયારી અને અસરકારક અર્લી વોર્નિંગ સિસ્ટમ દ્વારા જાનમાલના નુકસાનને મોટા પ્રમાણમાં અટકાવી શકાય છે.

મુખ્યમંત્રીએ જણાવ્યું કે આપત્તિ આવે તે પહેલાં લોકોને સમયસર ચેતવણી મળે અને સ્થાનિક સ્તરે યોગ્ય સંકલન થાય તો અનેક કિંમતી જીવ બચાવી શકાય છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે આપત્તિ અંગેની જાગૃતિ દરેક નાગરિકના દૈનિક જીવનનો ભાગ બનવી જોઈએ.

યોગી આદિત્યનાથે તાજેતરમાં ઉત્તર પ્રદેશના અનેક જિલ્લાઓમાં ખરાબ હવામાન દરમિયાન થયેલા જાનહાનિનો ઉલ્લેખ કરતાં કહ્યું કે અસરકારક અર્લી વોર્નિંગ સિસ્ટમ હોત તો અનેક લોકોના જીવ બચાવી શકાયા હોત. આ ઘટનાને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારે અર્લી વોર્નિંગ સિસ્ટમને વધુ મજબૂત બનાવવા માટે ઝડપી પગલાં લીધા છે.

તેમણે જણાવ્યું કે ઉત્તર પ્રદેશ દેશનું પ્રથમ રાજ્ય છે, જેણે માનવ-વન્યજીવ સંઘર્ષને પણ આપત્તિની શ્રેણીમાં સામેલ કરીને અસરગ્રસ્તોને સહાય આપવાની વ્યવસ્થા અમલમાં મૂકી છે.

મુખ્યમંત્રીએ વિશ્વાસ વ્યક્ત કર્યો કે આધુનિક સુવિધાઓથી સજ્જ યુપીએસડીએમએનું નવું મુખ્યાલય રાજ્યમાં આપદા વ્યવસ્થાપનની ક્ષમતા વધુ મજબૂત બનાવશે અને કુદરતી તેમજ માનવસર્જિત આપત્તિ દરમિયાન ઝડપી અને અસરકારક કામગીરીમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે.