રાજૌરીમાં ભારે વરસાદથી તબાહી: પૂરનાં પાણીમાં ઘરો, વાહનો અને દુકાનો તણાયા, એક મહિલા ગુમ

જમ્મુ-કાશ્મીરના રાજૌરી જિલ્લામાં રવિવારે વહેલી સવારે ભારે વરસાદને કારણે ભારે તબાહી સર્જાઈ છે. રાતભર પડેલા મૂશળધાર વરસાદ બાદ અચાનક આવેલા ફ્લેશ ફ્લડના કારણે નદીઓ અને નાળાઓમાં પાણીનો પ્રવાહ વધ્યો હતો, જેના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયું હતું.
Growth Now News
Growth Now News
રાજૌરીમાં ભારે વરસાદથી તબાહી: પૂરનાં પાણીમાં ઘરો, વાહનો અને દુકાનો તણાયા, એક મહિલા ગુમરાજૌરીમાં ભારે વરસાદથી તબાહી: પૂરનાં પાણીમાં ઘરો, વાહનો અને દુકાનો તણાયા, એક મહિલા ગુમ

જમ્મુ-કાશ્મીરના રાજૌરી જિલ્લામાં રવિવારે વહેલી સવારે ભારે વરસાદને કારણે ભારે તબાહી સર્જાઈ છે. રાતભર પડેલા મૂશળધાર વરસાદ બાદ અચાનક આવેલા ફ્લેશ ફ્લડના કારણે નદીઓ અને નાળાઓમાં પાણીનો પ્રવાહ વધ્યો હતો, જેના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયું હતું.

પૂરની આ પરિસ્થિતિમાં અનેક ઘરો, દુકાનો અને વાહનોને ભારે નુકસાન પહોંચ્યું છે. પાણીના તેજ પ્રવાહમાં કેટલીક ગાડીઓ અને સામાન તણાઈ ગયા હતા. આ કુદરતી આફતમાં એક મહિલા ગુમ હોવાની માહિતી મળી છે. પ્રશાસન દ્વારા તેની શોધખોળ માટે પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે.

સ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખીને જિલ્લા પ્રશાસન અને રાહત એજન્સીઓએ બચાવ કામગીરી શરૂ કરી છે. સૈંકડો લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડવામાં આવ્યા છે. અસરગ્રસ્ત વિસ્તારોમાં સતત દેખરેખ રાખવામાં આવી રહી છે અને લોકોને નદી-નાળા તથા પાણી ભરાયેલા વિસ્તારોમાં ન જવા અપીલ કરવામાં આવી છે.

સ્થાનિક રહેવાસીઓએ જણાવ્યું કે, વહેલી સવારે અચાનક પાણીનું સ્તર ઝડપથી વધવા લાગ્યું હતું. એક સ્થાનિક વ્યક્તિએ જણાવ્યું કે સવારે લગભગ 4 વાગ્યે ઘટનાની જાણ થઈ હતી અને થોડા જ સમયમાં પાણીનો પ્રવાહ એટલો વધી ગયો કે પરિસ્થિતિ નિયંત્રણ બહાર થઈ ગઈ.

ભારે વરસાદ અને અચાનક આવેલા પૂરના કારણે રાજૌરીમાં જનજીવન પ્રભાવિત થયું છે. પ્રશાસન દ્વારા લોકોને સુરક્ષિત રાખવા માટે રાહત અને બચાવ કામગીરી યુદ્ધસ્તરે ચાલુ રાખવામાં આવી છે.