
Rajkot Farmer Fraud Call Center: રાજકોટ ગ્રામ્ય પોલીસે ખેડૂતો સાથે છેતરપિંડીના કથિત નેટવર્ક સામે મોટી કાર્યવાહી કરી છે. પોલીસે રાજકોટ શહેર અને અમદાવાદ શહેરમાંથી બે કોલ સેન્ટર ઝડપી પાડ્યા છે....

રાજકોટ: રાજકોટ ગ્રામ્ય વિસ્તારમાં નકલી દૂધ બનાવવાનું કૌભાંડ ઝડપાતા ચકચાર મચી છે. ધોરાજી તાલુકાના પાટણવાવ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા કાથરોટા ગામે પોલીસે બાતમીના આધારે દરોડો પાડી 800 લીટર ભેળસેળયુક્ત બનાવટી...

Rajkot: રાજકોટ જિલ્લાના શાપર-વેરાવળના ઉર્જા ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં 11 ઓગસ્ટની રાત્રે બનેલી ગંભીર ઘટનામાં સારવાર લઈ રહેલા 40 વર્ષીય શ્રમિકનું મોત નીપજતાં ચકચાર મચી છે. શરૂઆતમાં મારામારી અને ગંભીર ઇજાના બનાવ તરીકે નોંધાયેલી ફરિયાદમાં ઇજાગ્રસ્તનું મોત થતાં પોલીસે હવે હત્યાની કલમનો ઉમેરો કરવા કોર્ટમાં રિપોર્ટ કર્યો છે. સમગ્ર મામલે પોલીસે મૃતકના સાઢુ અમરેન્દ્રસિંહ મહેન્દ્રસિંહની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

Rajkot: સોશિયલ મીડિયા પર અજાણ્યા વ્યક્તિ સાથે મિત્રતા કરવી રાજકોટ જિલ્લાના જસદણના એક ખેડૂતને ભારે પડી છે. ફેસબુક મારફતે આફ્રિકન યુવતી સાથે થયેલી મિત્રતા બાદ કિંમતી ગિફ્ટ મોકલવાના બહાને ખેડૂત પાસેથી કટકે-કટકે કુલ રૂ.6.30 લાખ પડાવી લેવામાં આવ્યા હતા. ફરિયાદ બાદ રાજકોટ ગ્રામ્ય સાયબર ક્રાઈમે તપાસ હાથ ધરી હતી, જેમાં દિલ્હી અને નોઈડામાં બેસીને સાયબર ફ્રોડનું નેટવર્ક ચલાવતી ટોળકીનો પર્દાફાશ થયો છે.

રાજકોટ: રાજકોટ જિલ્લાના શાપર-વેરાવળ વિસ્તારમાં વૃદ્ધ ખેડૂત જીતેન્દ્રસિંહ જાડેજાના નિવાસસ્થાને થયેલી ₹2.49 કરોડની ધાડ મામલે રાજકોટ ગ્રામ્ય લોકલ ક્રાઇમ બ્રાન્ચ (LCB)ને વધુ એક મહત્વપૂર્ણ સફળતા મળી છે. પોલીસે ત્રણ બાતમીદારોની મદદથી વધુ ચાર આરોપીઓની ધરપકડ કરી છે. આરોપીઓ પાસેથી રોકડ, કાર અને બાઇક સહિત અંદાજે ₹17 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. આ કેસમાં ગ્રામ્ય પોલીસે અગાઉ ત્રણ આરોપીઓની...

રાજકોટ: રાજકોટ જિલ્લાના ઉપલેટા પંથકમાં માદક પદાર્થોના ગેરકાયદેસર વેપાર સામે ચાલી રહેલી ઝુંબેશ દરમિયાન રાજકોટ ગ્રામ્ય એસ.ઓ.જી. (SOG)ને મોટી સફળતા મળી છે. ઉપલેટા તાલુકાના ચીખલીયા ગામમાં એક રહેણાંક મકાન પર દરોડો પાડી પોલીસે 17 કિલો 342 ગ્રામ ગાંજાનો જથ્થો જપ્ત કરી ત્રણ આરોપીઓને ઝડપી પાડ્યા છે. પોલીસને હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ સોર્સિસના આધારે ચોક્કસ બાતમી મળી હતી કે ચીખલીયા ગામે...

રાજકોટ: રાજકોટ જિલ્લાના શાપર-વેરાવળ વિસ્તારમાં 77 વર્ષીય ખેડૂત જીતેન્દ્રસિંહ જાડેજાના ઘરે થયેલી રૂ.2.49 કરોડની ધાડના કેસમાં રાજકોટ ગ્રામ્ય લોકલ ક્રાઇમ બ્રાન્ચ (LCB)ને વધુ એક મોટી સફળતા મળી છે. પોલીસે ત્રણ બાતમીદારો સહિત વધુ ચાર આરોપીઓની ધરપકડ કરી છે. તેમની પાસેથી રૂ.12.50 લાખની રોકડ, એક કાર, એક બાઇક સહિત કુલ રૂ.17 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. જોકે ગેંગના માસ્ટરમાઇન્ડ...

રાજકોટ: રાજકોટ ગ્રામ્યના શાપર-વેરાવળ વિસ્તારમાંથી સોશિયલ મીડિયા પર શરૂ થયેલી મિત્રતા હત્યા સુધી પહોંચ્યાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર યુવતી તરીકે ઓળખાણ આપી એક યુવાન સાથે સંબંધ બાંધવામાં આવ્યો હતો, પરંતુ સામેની વ્યક્તિ કિન્નર હોવાનું બહાર આવતાં વર્ષોથી ચાલતો વિવાદ અંતે હત્યામાં પરિણમ્યો હતો. પોલીસે સમગ્ર ઘટનાનો ભેદ ઉકેલી આરોપીની ધરપકડ કરી છે. ગત 25 જૂનના...

Gondal Extortion Case: રાજકોટ ગ્રામ્ય પોલીસે ગોંડલ બી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં બનેલી 21 લાખ રૂપિયાની ખંડણીના ગુનાનો પર્દાફાશ કરીને ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે. જ્યારે વકીલના વેશમાં આવી સમગ્ર કાવતરામાં સામેલ રહેલા અન્ય એક અજાણ્યા શખ્સની શોધખોળ શરૂ કરવામાં આવી છે. પોલીસ તપાસ મુજબ, ગોંડલ APMCમાં કપાસની પેઢી ધરાવતા વેપારીને સોશિયલ મીડિયા પર પોસ્ટ વાયરલ કરી અને સરકારી એજન્સીઓ...

રાજકોટ: માનસિક તણાવ, ઘરેલુ વિવાદો અને આત્મહત્યાના વધતા બનાવોને ધ્યાનમાં રાખીને રાજકોટ ગ્રામ્ય પોલીસ દ્વારા એક મહત્વપૂર્ણ અને માનવતાવાદી પહેલ હાથ ધરવામાં આવી છે. ‘પ્રેરણા – નવા જીવનની પ્રોજેક્ટ’ હેઠળ માનસિક રીતે પરેશાન અને માર્ગદર્શનની જરૂરિયાત ધરાવતા લોકોને નિઃશુલ્ક કાઉન્સેલિંગ સેવા ઉપલબ્ધ કરાવવામાં આવશે. આ પ્રોજેક્ટના ભાગરૂપે રાજકોટ જિલ્લા પોલીસ કચેરી ખાતે કાઉન્સેલિંગ સેન્ટર શરૂ કરવામાં આવ્યું છે. રેન્જ આઈજી...