રાજકોટ SOGનો મોટો પર્દાફાશ, ઉપલેટાના ચીખલીયા ગામેથી 17 કિલોથી વધુ ગાંજો જપ્ત, ત્રણ આરોપી ઝડપાયા

રાજકોટ: રાજકોટ જિલ્લાના ઉપલેટા પંથકમાં માદક પદાર્થોના ગેરકાયદેસર વેપાર સામે ચાલી રહેલી ઝુંબેશ દરમિયાન રાજકોટ ગ્રામ્ય એસ.ઓ.જી. (SOG)ને મોટી સફળતા મળી છે. ઉપલેટા તાલુકાના ચીખલીયા ગામમાં એક રહેણાંક મકાન પર દરોડો પાડી પોલીસે 17 કિલો 342 ગ્રામ ગાંજાનો જથ્થો જપ્ત કરી ત્રણ આરોપીઓને ઝડપી પાડ્યા છે. પોલીસને હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ સોર્સિસના આધારે ચોક્કસ બાતમી મળી હતી કે ચીખલીયા ગામે...
Rupin Bakraniya
Rupin Bakraniya
રાજકોટ SOGનો મોટો પર્દાફાશ, ઉપલેટાના ચીખલીયા ગામેથી 17 કિલોથી વધુ ગાંજો જપ્ત, ત્રણ આરોપી ઝડપાયારાજકોટ SOGનો મોટો પર્દાફાશ, ઉપલેટાના ચીખલીયા ગામેથી 17 કિલોથી વધુ ગાંજો જપ્ત, ત્રણ આરોપી ઝડપાયા

રાજકોટ: રાજકોટ જિલ્લાના ઉપલેટા પંથકમાં માદક પદાર્થોના ગેરકાયદેસર વેપાર સામે ચાલી રહેલી ઝુંબેશ દરમિયાન રાજકોટ ગ્રામ્ય એસ.ઓ.જી. (SOG)ને મોટી સફળતા મળી છે. ઉપલેટા તાલુકાના ચીખલીયા ગામમાં એક રહેણાંક મકાન પર દરોડો પાડી પોલીસે 17 કિલો 342 ગ્રામ ગાંજાનો જથ્થો જપ્ત કરી ત્રણ આરોપીઓને ઝડપી પાડ્યા છે. પોલીસને હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ સોર્સિસના આધારે ચોક્કસ બાતમી મળી હતી કે ચીખલીયા ગામે મોટી મારડ રોડ પર કે.જી.એન. દુકાન પાસે આવેલા મકાનમાં ગાંજાનો મોટો જથ્થો છુપાવી રાખવામાં આવ્યો છે. બાતમીના આધારે પંચો અને એફ.એસ.એલ. અધિકારીની હાજરીમાં દરોડો પાડવામાં આવ્યો હતો.

તપાસ દરમિયાન મકાનના એક રૂમમાંથી પીળા રંગના પ્લાસ્ટિકના બાચકામાં રાખેલો વનસ્પતિજન્ય ગાંજો મળી આવ્યો હતો. એફ.એસ.એલ. દ્વારા પ્રાથમિક પરીક્ષણમાં તે ગાંજો હોવાનું પુષ્ટિ થતાં સરકારી વજનકાંટા પર તેનું વજન 17.342 કિલોગ્રામ નોંધાયું હતું. ધોરાજી ડિવિઝનના એએસપી સીમરન ભારદ્વાજે જણાવ્યું હતું કે જપ્ત કરાયેલા ગાંજાની બજાર કિંમત અંદાજે ₹8,67,100 થાય છે. પોલીસે ગાંજાના જથ્થા ઉપરાંત મોબાઈલ ફોન સહિત કુલ ₹8,72,100નો મુદ્દામાલ કબ્જે કર્યો છે.

દરોડા દરમિયાન મુખ્ય આરોપી સીરાજ હનીફભાઈ વિસર (ઉંમર 23 વર્ષ)ને ઝડપી લેવામાં આવ્યો હતો. તેની પૂછપરછમાં ભાયાવદરના નવાજ અસરફભાઈ મધરા અને ઉપલેટાના વસીમ ઇકબાલ રફાઈના નામ ખુલ્યા હતા. તપાસમાં સામે આવ્યું કે ત્રણેય આરોપીઓ ભાગીદારીમાં વધુ નફો કમાવવાના ઈરાદે વેચાણ માટે ગાંજાનો જથ્થો મંગાવ્યો હતો.

પોલીસે ત્રણેય આરોપીઓ વિરુદ્ધ ઉપલેટા પોલીસ સ્ટેશનમાં ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા (BNSS)ની કલમ 173 તેમજ NDPS Actની કલમ 8(C), 20(B)(ii)(B) અને 29 હેઠળ ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે. હાલ આરોપીઓને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ મેળવવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. સમગ્ર તપાસ પોલીસ ઇન્સ્પેક્ટર ભાવેશ રાજેન્દ્રકુમાર પટેલ ચલાવી રહ્યા છે.