
Surat News: મળતી માહિતી મુજબ, સુરતના ભેસ્તાન વિસ્તારમાં આવેલી શ્રી વિનાયક રેસિડેન્સીમાં રાત્રિના સમયે બે તસ્કરો પ્રવેશ્યા હતા. ત્યારબાદ આ બંને તસ્કરોએ મકાન નંબર 6ને નિશાન બનાવ્યું હતું.

Ankleshwar News: અંકલેશ્વર GIDC વિસ્તારમાં આવેલી અંજની હાઇટ્સ સોસાયટીમાં તસ્કરોએ મકાનમાંથી સોનાના દાગીના અને રોકડ સહિત કુલ રૂપિયા 5,95,950ની મત્તાની ચોરી કરી ફરાર થઈ ગયા હતા.

Aravalli News: અરવલ્લી જિલ્લાના મોડાસા શહેરમાં બાઈકમાંથી પેટ્રોલ ચોરી કરવાની ઘટના સામે આવતા વાહનચાલકોમાં ચિંતા જોવા મળી રહી છે.

Surat News: પાલોદ વિસ્તારના મહેબૂબ નગરમાં તસ્કરોએ એક મકાનને નિશાન બનાવી સોના-ચાંદીના દાગીના અને રોકડ રકમ સહિત 20 લાખ રૂપિયાથી વધુની મત્તાની ચોરી કરી ફરાર થઈ ગયા હતા.

Junagadh News: જુનાગઢના દોલતપરા વિસ્તારમાં આવેલા ઈન્દ્રેશ્વર રોડ પર એક ચોંકાવનારી ચોરીની ઘટના સામે આવી હતી. અહીં આવેલા એક બંધ મકાનને નિશાન બનાવી તસ્કરોએ દરવાજાનું તાળું તોડી અંદર પ્રવેશ કર્યો.

Aravalli : અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં રાત્રિના સમયે ચોરીની ઘટના સામે આવતા સ્થાનિકોમાં ચકચાર મચી છે. ઈસરી ગામે એક જ રાતમાં પાંચ જેટલા રહેણાંક મકાનોને ચોરોએ નિશાન બનાવ્યા.

અરવલ્લી જિલ્લાના શામળાજી વિસ્તારમાં દિનદહાડે ચોરીની એક ગંભીર ઘટના સામે આવી છે. શામળાજીમાં રહેતી મહિલા વનરક્ષકના ભાડાના મકાનને અજાણ્યા તસ્કરોએ નિશાન બનાવી તિજોરીમાં રાખેલા લાખો રૂપિયાના દાગીનાની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે.