Get News Alerts

Never miss breaking news updates.

Junagadh News: દોલતપરા વિસ્તારમાં બંધ મકાનનું તાળું તોડી 3 લાખ રોકડા ચોરનારા 2 તસ્કર ગણતરીના દિવસોમાં ઝડપાયા, પોલીસે પૂરેપૂરી રકમ કબ્જે કરી

Junagadh News: જુનાગઢના દોલતપરા વિસ્તારમાં આવેલા ઈન્દ્રેશ્વર રોડ પર એક ચોંકાવનારી ચોરીની ઘટના સામે આવી હતી. અહીં આવેલા એક બંધ મકાનને નિશાન બનાવી તસ્કરોએ દરવાજાનું તાળું તોડી અંદર પ્રવેશ કર્યો.
Kunjan ShuklaUpdated on: 18 Oct 2026 04:18 PM IST
Junagadh News: દોલતપરા વિસ્તારમાં બંધ મકાનનું તાળું તોડી 3 લાખ રોકડા ચોરનારા 2 તસ્કર ગણતરીના દિવસોમાં ઝડપાયા, પોલીસે પૂરેપૂરી રકમ કબ્જે કરીJunagadh News: દોલતપરા વિસ્તારમાં બંધ મકાનનું તાળું તોડી 3 લાખ રોકડા ચોરનારા 2 તસ્કર ગણતરીના દિવસોમાં ઝડપાયા, પોલીસે પૂરેપૂરી રકમ કબ્જે કરી

Junagadh News

Junagadh News: જુનાગઢના દોલતપરા વિસ્તારમાં આવેલા ઈન્દ્રેશ્વર રોડ પર એક ચોંકાવનારી ચોરીની ઘટના સામે આવી હતી. અહીં આવેલા એક બંધ મકાનને નિશાન બનાવી તસ્કરોએ દરવાજાનું તાળું તોડી અંદર પ્રવેશ કર્યો હતો. મકાનમાં રાખેલા કબાટમાંથી રૂપિયા 3,00,000ની રોકડ રકમની ચોરી કરીને આરોપીઓ ફરાર થઈ ગયા હતા. આ મામલે પોલીસ મથકે ફરિયાદ નોંધાતાં જ તસ્કરોને પકડી પાડવા ચક્રો ગતિમાન કરાયા હતા.

સીસીટીવી અને બાતમીદારોની મદદથી ભેદ ઉકેલાયો

ઘટનાની ગંભીરતાને ધ્યાને રાખીને તસ્કરોને ઝડપી પાડવા અલગ-અલગ ટીમો બનાવવામાં આવી હતી. શહેરમાં લગાવેલા સીસીટીવી કેમેરાના ફૂટેજ ચકાસવામાં આવ્યા હતા અને ખાનગી બાતમીદારોની મદદ લેવાઈ હતી. તપાસ દરમિયાન ચોક્કસ માહિતી મળી હતી કે બે શંકાસ્પદ યુવકો ચોરીની રોકડ રકમ સાથે દોલતપરા જીઆઈડીસી વિસ્તારના ખુલ્લા મેદાનમાં ઝાડી-ઝાંખરામાં છુપાયેલા છે અને શહેર છોડીને ભાગવાની તાલાવેલીમાં છે. બાતમી મળતાં જ પોલીસે તાત્કાલિક સ્થળ પર પહોંચીને આખા વિસ્તારની ઘેરાબંધી કરી લીધી હતી. મેદાનમાં છુપાયેલા કિરણ પરમાર અને તેના મિત્ર સુનીલ નામના બે યુવકોને રોકડ રકમ સાથે ઝડપી લેવામાં આવ્યા હતા.

ઘેરાબંધી કરીને બંને આરોપીઓને દબોચી લેવાયા

કડક પૂછપરછ દરમિયાન બંને આરોપીઓએ ઈન્દ્રેશ્વર રોડ પરના બંધ મકાનમાંથી આ ત્રણ લાખ રૂપિયાની ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી. પોલીસે ચોરીમાં ગયેલી પૂરેપૂરી રૂપિયા 3 લાખની રોકડ રકમ કબ્જે કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે પકડાયેલા આરોપીઓ પૈકી કિરણ પરમાર નામનો યુવક અગાઉ પણ જૂનાગઢ અને રાજકોટ વિસ્તારમાં ચોરી તેમજ અન્ય ગુનાહિત પ્રવૃત્તિઓમાં પકડાઈ ચૂક્યો છે અને તેનો ગુનાહિત ઈતિહાસ રહ્યો છે. હાલમાં બંને આરોપીઓને જેલહવાલે કરીને આગળની કાનૂની તપાસ શરૂ કરવામાં આવી છે.

આ પણ વાંચો: Surat News: કાપોદ્રામાં કારીગરો વચ્ચે 500 રૂપિયાની લેતીદેતીના મામલે મારામારી, ઔદ્યોગિક વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો

AUTHOR
K

Kunjan Shukla

Author details are not available.