Ankleshwar News: અંકલેશ્વરમાં બંધ મકાનને તસ્કરોએ બનાવ્યું નિશાન, રૂપિયા 5.95 લાખના સોના-રોકડની ચોરી

Ankleshwar News: અંકલેશ્વર GIDC વિસ્તારમાં આવેલી અંજની હાઇટ્સ સોસાયટીમાં તસ્કરોએ મકાનમાંથી સોનાના દાગીના અને રોકડ સહિત કુલ રૂપિયા 5,95,950ની મત્તાની ચોરી કરી ફરાર થઈ ગયા હતા.
Kunjan ShuklaUpdated on: 30 Oct 2026 08:53 PM IST
Ankleshwar News: અંકલેશ્વરમાં બંધ મકાનને તસ્કરોએ બનાવ્યું નિશાન, રૂપિયા 5.95 લાખના સોના-રોકડની ચોરીAnkleshwar News: અંકલેશ્વરમાં બંધ મકાનને તસ્કરોએ બનાવ્યું નિશાન, રૂપિયા 5.95 લાખના સોના-રોકડની ચોરી

Ankleshwar News

Ankleshwar News: ભરૂચ જિલ્લાના અંકલેશ્વરમાં બંધ મકાનને નિશાન બનાવી ચોરીની ઘટના સામે આવી છે. અંકલેશ્વર GIDC વિસ્તારમાં આવેલી અંજની હાઇટ્સ સોસાયટીમાં તસ્કરોએ મકાનમાંથી સોનાના દાગીના અને રોકડ સહિત કુલ રૂપિયા 5,95,950ની મત્તાની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થતાં પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

તસ્કરે બેડરૂમમાં આવેલા કબાટનું ડ્રોઅર તોડી ચોરીને અંજામ આપ્યો

મળતી માહિતી મુજબ, અંજની હાઈટ્સ સોસાયટીમાં રહેતા અને રિયલ એસ્ટેટનો વ્યવસાય કરતા વ્રજલાલ મેતલિયા પરિવાર સાથે અમરેલી ગયા હતા. પરિવાર બહારગામ હોવાથી મકાન બંધ હતું. આ તકનો લાભ લઈને અજાણ્યો તસ્કર મકાનમાં ઘૂસી ગયો હતો. ચોંકાવનારી બાબત એ છે કે મકાનમાલિકે ઘરના મુખ્ય દરવાજા પાસે રાખેલા બુટ-ચપ્પલના કબાટમાં પુત્રીના સફેદ બુટમાં ઘરની ચાવી સંતાડી હતી. તસ્કરે આ જ ચાવી શોધી કાઢીને તેનો ઉપયોગ કરી મકાનનો દરવાજો ખોલ્યો હતો અને ઘરમાં પ્રવેશ કર્યો હતો. ત્યારબાદ તસ્કરે બેડરૂમમાં આવેલા કબાટનું ડ્રોઅર તોડી ચોરીને અંજામ આપ્યો હતો. જેમાં રૂપિયા 4,32,000ની કિંમતના સોનાની લગડીના ટુકડા, રૂપિયા 1,43,950ની કિંમતનો સોનાનો સિક્કો અને રૂપિયા 20,000 રોકડા મળી કુલ રૂપિયા 5,95,950ની મત્તા ચોરી કરી હતી.

અંકલેશ્વર GIDC પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી

આ દરમિયાન પાડોશીએ મકાનનો દરવાજો ખુલ્લો જોતાં વ્રજલાલ મેતલિયાને ફોન કરીને જાણ કરી હતી. પરિવાર અમરેલીથી પરત ફર્યા બાદ ઘરમાં ચોરી થઈ હોવાનું સામે આવ્યું હતું. આ અંગે અંકલેશ્વર GIDC પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસે સોસાયટીના CCTV ફૂટેજ કબજે કરીને તસ્કરની ઓળખ મેળવવા અને તેને ઝડપી પાડવા વધુ તપાસ હાથ ધરી છે. આ ઘટનાને પગલે સોસાયટીના રહેવાસીઓમાં ચિંતા જોવા મળી રહી છે.

આ પણ વાંચો: Bharat Parv 2026: PM મોદીએ કર્યું એકતા નગરમાં ‘ભારત પર્વ 2026’નું ભવ્ય ઉદ્ઘાટન, 15 નવેમ્બર સુધી યોજાશે મહોત્સવ

AUTHOR
K

Kunjan Shukla

Author details are not available.