Shubman Gillએ મચાવી ધૂમ, ભારતીય ધરતી પર બનાવ્યો મોટો રેકોર્ડ, વનડે સિરીઝમાં સતત બીજી સદી ફટકારી


Shubman Gill
Shubman Gillએ મચાવી ધૂમ, ભારતીય ધરતી પર બનાવ્યો મોટો રેકોર્ડ, વનડે સિરીઝમાં સતત બીજી સદી ફટકારી


Shubman Gill
Shubman Gill: શુભમન ગિલનું બેટ જોરથી બોલી રહ્યું છે. ભારતીય કેપ્ટને ગુવાહાટીમાં વેસ્ટ ઈન્ડીઝ સામેની બીજી વનડેમાં સદી ફટકારીને ફરી એકવાર પોતાનું શાનદાર ફોર્મ દર્શાવ્યું. શુભમન ગિલે તેની 11મી વનડે સદી પૂર્ણ કરી. ભારતમાં ગિલની આ સતત ત્રીજી વનડે સદી છે.
406 રનના વિશાળ ટાર્ગેટનો પીછો કરતા શુભમન ગિલે રોહિત શર્મા સાથે મળીને ટીમ ઈન્ડિયાને મજબૂત શરૂઆત અપાવી. શુભમન ગિલે રોહિત પછી પોતાની અડધી સદી પૂર્ણ કરી, પરંતુ તેની પહેલા પોતાની સદી ફટકારી. શુભમન ગિલે ચોગ્ગા સાથે પોતાની સદી પૂર્ણ કરી. ભારતીય કેપ્ટને 62 બોલમાં પોતાની સદી પૂર્ણ કરી.
શુભમન ગિલે આ ઈનિંગ દરમિયાન બીજી મોટી સિદ્ધિ હાંસલ કરી. 11 વનડે સદી પૂર્ણ કરીને તે આ સિદ્ધિ સુધી પહોંચનારા સૌથી ઝડપી બેટ્સમેનના લિસ્ટમાં ત્રીજા સ્થાને પહોંચી ગયો છે. તેને માત્ર 68 ઈનિંગમાં 11 વનડે સદી પૂર્ણ કરી.
સૌથી ઓછી ઈનિંગમાં 11 વનડે સદી
હાશિમ અમલા - 64 ઈનિંગ
ક્વિન્ટન ડી કોક - 65 ઈનિંગ
શુભમન ગિલ - 68 ઈનિંગ
બાબર આઝમ - 71 ઈનિંગ
આ પહેલા ભારતીય કેપ્ટન શુભમન ગિલે ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. ત્યારબાદ વેસ્ટ ઈન્ડીઝના બેટ્સમેનોએ ભારતીય બોલર્સને ખૂબ જ મુશ્કેલીમાં મુક્યા હતા. મહેમાન ટીમે પ્રથમ ઈનિંગમાં 405 રનનો વિશાળ સ્કોર બનાવ્યો હતો.
મોટા ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી ભારતીય ટીમ માટે રોહિત શર્મા અને શુભમન ગિલે ઈનિંગની શરૂઆત કરી હતી. શુભમન ગિલે ફરી એકવાર આક્રમક બેટિંગ કરી અને વેસ્ટ ઈન્ડીઝના બોલર્સ પર દબાણ બનાવ્યું. સતત બીજી મેચમાં તેના બેટમાંથી મોટી ઈનિંગ જોવા મળી. તેને વેસ્ટ ઈન્ડીઝ સામેની વર્તમાન ODI સિરીઝમાં સતત બીજી સદી ફટકારી.
શુભમન ગિલે ભારતમાં ઈતિહાસ રચ્યો
આ સદી દરમિયાન ગિલે ઘરઆંગણે પોતાના 2000 ODI રન પણ પૂરા કર્યા. આ સિદ્ધિ મેળવવા માટે તેને ફક્ત 33 ઈનિંગનો સમય લીધો અને આ સાથે તે ભારતમાં 2000 ODI રન પૂરા કરનાર સૌથી ઝડપી બેટ્સમેન બન્યો. શુભમન ગિલનો આ રેકોર્ડ દેશમાં સૌથી ઝડપી 2000 ODI રન પૂરા કરવાનો રેકોર્ડ પણ છે.
શુભમન ગિલે આ બાબતમાં વેસ્ટ ઈન્ડીઝના ભૂતપૂર્વ દિગ્ગજ ડેસમંડ હેન્સના રેકોર્ડને પાછળ છોડી દીધો. હેન્સે વેસ્ટ ઈન્ડીઝમાં 2000 ODI રન પૂરા કરવા માટે 36 ઈનિંગ રમી હતી. શુભમન ગિલે ત્રણ ઈનિંગ ઓછા સમયમાં આ આંકડો હાંસલ કરીને નવો રેકોર્ડ બનાવ્યો.
આ પણ વાંચો: Rohit Sharmaએ ઈતિહાસ રચ્યો, ODIમાં હાંસલ કરી ઐતિહાસિક સિદ્ધિ, સચિન અને વિરાટ સાથે ખાસ ક્લબમાં જોડાયો




