Get News Alerts

Never miss breaking news updates.

Rohit Sharmaએ ઈતિહાસ રચ્યો, ODIમાં હાંસલ કરી ઐતિહાસિક સિદ્ધિ, સચિન અને વિરાટ સાથે ખાસ ક્લબમાં જોડાયો

Rohit Sharma: ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટ કેપ્ટન રોહિત શર્માએ વેસ્ટ ઈન્ડીઝ સામેની બીજી વનડેમાં પોતાના વિસ્ફોટક પ્રદર્શનથી ઈતિહાસ રચ્યો. તે સચિન તેંડુલકર અને વિરાટ કોહલીના ખાસ ક્લબમાં જોડાયો.
Nancy ShuklaUpdated on: 30 Sep 2026 08:39 PM IST
Rohit Sharmaએ ઈતિહાસ રચ્યો, ODIમાં હાંસલ કરી ઐતિહાસિક સિદ્ધિ, સચિન અને વિરાટ સાથે ખાસ ક્લબમાં જોડાયોRohit Sharmaએ ઈતિહાસ રચ્યો, ODIમાં હાંસલ કરી ઐતિહાસિક સિદ્ધિ, સચિન અને વિરાટ સાથે ખાસ ક્લબમાં જોડાયો

Rohit Sharma

Rohit Sharma: વેસ્ટ ઈન્ડીઝ સામેની પહેલી વનડેમાં ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટ કેપ્ટન રોહિત શર્માનું બેટ સારું પ્રદર્શન કરી શક્યું ન હતું. પહેલી મેચમાં પોતાની નિષ્ફળતાને ભૂલીને રોહિતે હવે બીજી વનડેમાં ધૂમ મચાવી છે. વેસ્ટ ઈન્ડીઝ સામેની બીજી વનડેમાં 406 રનના વિશાળ ટાર્ગેટનો પીછો કરતા હિટમેને શાનદાર અડધી સદી ફટકારી. થોડા સમય પછી રોહિતે વધુ 23 રન બનાવ્યા અને વનડે ક્રિકેટમાં ઈતિહાસ રચ્યો.

રોહિત શર્માએ પોતાના ખાતામાં 73 રન બનાવીને ODI ક્રિકેટમાં 12,000 રન પૂર્ણ કરવાની સિદ્ધિ હાંસલ કરી. રોહિત ODI ક્રિકેટ ઈતિહાસમાં 12,000 રન બનાવનાર ભારતનો ત્રીજો અને વિશ્વનો સાતમો બેટ્સમેન બન્યો. આ પહેલા સચિન તેંડુલકર અને વિરાટ કોહલીએ 50 ઓવરના ફોર્મેટમાં ભારત માટે આ સિદ્ધિ હાંસલ કરી હતી.

ODI ક્રિકેટ ઈતિહાસમાં સૌથી વધુ રન બનાવનાર ખેલાડી

સચિન તેંડુલકર (ભારત) – 18,426

વિરાટ કોહલી (ભારત) - 15,080

કુમાર સંગાકારા (શ્રીલંકા) - 14,234

રિકી પોન્ટિંગ (ઓસ્ટ્રેલિયા) – 13,704

સનથ જયસૂર્યા (શ્રીલંકા) - 13,430

મહેલા જયવર્દને (શ્રીલંકા) – 12,650

રોહિત શર્મા (ભારત) - 12,000

રોહિત શર્મા ODI ક્રિકેટમાં 12,000 રન બનાવનાર બીજા સૌથી ઝડપી બેટ્સમેન છે. તેને 282 ODI ઈનિંગમાં આ સિદ્ધિ હાંસલ કરીને સચિન તેંડુલકરને પાછળ છોડી દીધો. સચિને 300 ઈનિંગમાં 12,000 ODI રન બનાવ્યા. આ સંદર્ભમાં વિરાટ કોહલી નંબર વન બેટ્સમેન છે. વિરાટ કોહલીએ 242 ઈનિંગમાં 12,000 ODI રન બનાવ્યા.

12,000 વનડે રન પૂરા કરનારી સૌથી ઓછી ઈનિંગ

વિરાટ કોહલી - 242

રોહિત શર્મા – 282

સચિન તેંડુલકર - 300

રિકી પોન્ટિંગ - 314

કુમાર સંગાકારા – 336

વેસ્ટ ઈન્ડિઝે પ્રથમ બેટિંગ કરતા નિર્ધારિત 50 ઓવરમાં 7 વિકેટ ગુમાવીને 405 રન બનાવ્યા. વેસ્ટ ઈન્ડિઝ તરફથી જોન કેમ્પબેલ, શાઈ હોપ અને આમિર જાંગુએ શાનદાર સદી ફટકારી . વેસ્ટ ઈન્ડિઝના વિશાળ સ્કોરનો પીછો કરતા ભારતીય ઓપનિંગ જોડીએ ધમાકેદાર શરૂઆત કરી. રોહિત શર્મા અને શુભમન ગિલે મળીને 16 ઓવરમાં 152 રન બનાવ્યા. આ દરમિયાન રોહિતે 32 બોલમાં પોતાની અડધી સદી પૂરી કરી. આના થોડા સમય પછી કેપ્ટન ગિલે પણ અડધી સદી ફટકારી.

આ પણ વાંચો: Ind Vs WI: વેસ્ટ ઈન્ડિઝે 43 વર્ષ જૂનો રેકોર્ડ તોડ્યો, ODI ક્રિકેટમાં રચ્યો ઈતિહાસ

AUTHOR
N

Nancy Shukla

Author details are not available.