Ind Vs NZ: ક્રાઈસ્ટચર્ચમાં ટીમ ઈન્ડિયાનું નિરાશાજનક પ્રદર્શન, ગિલ-પંત અને રાહુલ ફ્લોપ


Ind Vs NZ: જાણો કેવો રહ્યો ક્રાઈસ્ટચર્ચ ટેસ્ટનો બીજો દિવસ?
Ind Vs NZ: ક્રાઈસ્ટચર્ચમાં ટીમ ઈન્ડિયાનું નિરાશાજનક પ્રદર્શન, ગિલ-પંત અને રાહુલ ફ્લોપ


Ind Vs NZ: જાણો કેવો રહ્યો ક્રાઈસ્ટચર્ચ ટેસ્ટનો બીજો દિવસ?
Ind Vs NZ: ક્રાઈસ્ટચર્ચમાં ન્યૂઝીલેન્ડ સામે રમાઈ રહેલી બીજી ટેસ્ટના બીજા દિવસે ભારતીય બેટિંગનો ધબડકો જોવા મળ્યો હતો. ભારતીય ટોપ ઓર્ડર સંપૂર્ણપણે નિષ્ફળ રહ્યો હતો. યશસ્વી જયસ્વાલ ખાતું ખોલ્યા વિના જ પેવેલિયન પરત ફર્યો. ત્યારબાદ પણ કોઈ બેટર લાંબી ઈનિંગ રમી શક્યો ન હતો. દિવસની છેલ્લી વિકેટ વોશિંગ્ટન સુંદરના રૂપમાં પડી હતી. ભારતે પ્રથમ ઈનિંગમાં 6 વિકેટ ગુમાવીને 116 રન બનાવ્યા હતા અને ટીમ હજુ પણ ન્યૂઝીલેન્ડથી 240 રન પાછળ છે.
આ પહેલાં ભારતીય બોલર્સે શાનદાર પ્રદર્શન કરીને ન્યૂઝીલેન્ડની પ્રથમ ઈનિંગ 356 રનમાં ઓલઆઉટ થઈ ગઈ. વિકેટકીપર બેટર ટોમ બ્લંડેલે 89 રનની મહત્વપૂર્ણ ઈનિંગ રમી હતી, પરંતુ તે સદીથી ચૂકી ગયો હતો. ગ્લેન ફિલિપ્સે 36 રનનું યોગદાન આપ્યું હતું. ભારત તરફથી આકાશ દીપે 5 વિકેટ ઝડપી હતી. અંશુલ કંબોજ અને ગુરનૂર બ્રારે 2-2 વિકેટ લીધી હતી, જ્યારે વોશિંગ્ટન સુંદરને એક સફળતા મળી હતી.
ભારતની પ્રથમ ઈનિંગમાં ટોપ ઓર્ડર નિષ્ફળ
ભારત તરફથી યશસ્વી જયસ્વાલ અને કેએલ રાહુલે ઈનિંગની શરૂઆત કરી હતી. પરંતુ પ્રથમ ઓવરમાં જ યશસ્વી જયસ્વાલ ખાતું ખોલ્યા વિના આઉટ થઈ ગયો હતો. તેને મેટ હેનરીએ બોલ્ડ કર્યો હતો. ત્યારબાદ બેટિંગ કરવા આવેલા દેવદત્ત પડ્ડિકલ પણ 21 રન બનાવી કાયલ જેમિસનનો શિકાર બન્યો હતો.
<blockquote class="twitter-tweet"><p lang="en" dir="ltr">Stumps on Day 2.
#TeamIndia reach 116/6 at close of play, trailing by 240 runs.
Action resumes tomorrow at 3:30 AM IST.
Scorecard ▶️ https://t.co/6iCwvH4Zap
#NZvIND https://t.co/jMKsWtfdfR</p>— BCCI (@BCCI) <a href="https://x.com/BCCI/status/2126552683909902455?ref_src=twsrc%5Etfw">November 28, 2026</a></blockquote>
<script async src="https://platform.x.com/widgets.js" charset="utf-8"></script>
કેપ્ટન શુભમન ગિલના રૂપમાં ભારતે 59 રનના સ્કોર પર ત્રીજી વિકેટ ગુમાવી હતી. ગિલ 17 રન બનાવી જેમિસનની બોલિંગમાં આઉટ થયો. પાંચમા નંબરે બેટિંગ કરવા આવેલા રિષભ પંત પણ લાંબી ઈનિંગ રમી શક્યો ન હતો. પંતે 39 બોલમાં 1 છગ્ગા અને 1 ચોગ્ગાની મદદથી 23 રન બનાવ્યા હતા. જેકબ ડફીની બોલિંગમાં કાયલ જેમિસને તેનો કેચ પકડ્યો હતો. આ સાથે ભારતની ચોથી વિકેટ 96 રને પડી હતી.
કેએલ રાહુલ અને વોશિંગ્ટન સુંદર પણ નિષ્ફળ
એક પછી એક વિકેટ પડતાં કેએલ રાહુલ પર દબાણ સ્પષ્ટ જોવા મળ્યું હતું. રિષભ પંતના આઉટ થયા બાદ રાહુલ પણ વધુ સમય ક્રિઝ પર ટકી શક્યો ન હતો. તેને 80 બોલમાં 3 ચોગ્ગાની મદદથી 25 રન બનાવ્યા હતા. જેકબ ડફીએ તેને આઉટ કર્યો હતો. દિવસની છેલ્લી બોલે વોશિંગ્ટન સુંદર પણ આઉટ થયો હતો. નેથન સ્મિથની બોલિંગમાં તે આઉટ થયો હતો. સુંદરે 60 બોલમાં 10 રન બનાવ્યા.
બીજા દિવસની રમતના અંતે ભારતે 116 રનમાં 6 વિકેટ ગુમાવી દીધી હતી. ધ્રુવ જુરેલ 7 રન બનાવીને ક્રિઝ પર છે. હવે ત્રીજા દિવસે તેની સાથે આકાશ દીપ ભારતીય ઈનિંગને આગળ વધારશે. ભારત હજુ ન્યૂઝીલેન્ડના પ્રથમ ઈનિંગના સ્કોરથી 240 રન પાછળ છે.
આ પણ વાંચો: IPL 2027: જસપ્રીત બુમરાહે ઠુકરાવી રોહિત શર્માના ડેપ્યુટી બનવાની ઓફર? રિપોર્ટમાં થયો ખુલાસો




